SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ | | પ્રાયશ્ચિત્તવિંશિકા અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, ત્યાં કોઈને શંકા થાય કે વાસ્તવિક રીતે થયેલા પાપના નાશ અર્થે પ્રાયશ્ચિત્ત કરાય છે, તેથી તે પાપનો નાશ પ્રાયશ્ચિત્તથી સંભવે પરંતુ અન્ય પાપોનો નાશ તે પ્રાયશ્ચિત્તથી કઈ રીતે થઈ શકે? તેના સમાધાનરૂપે પ્રાયશ્ચિત્ત શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - पावं छिंदइ जम्हा पायच्छित्तं ति भण्णए तम्हा । पाएण वावि चित्तं सोहयई तेण पच्छित्तं ॥३|| पापं छिनत्ति यस्मात्प्रायश्चित्तमिति भण्यते तस्मात् । प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् ॥३॥ અqયાર્થ: વહી જે કારણથી પાવં છિંડુ પાપને છેદે છે, તમે તે કારણથી પાર્જિતં તિ માં પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે. વાવિ અથવા પUT પ્રાયઃ કરીને નિર્ત લોદય ચિત્તનું શોધન કરે છે, તેમાં તે કારણથી પછિદં પ્રાયશ્ચિત્ત (એ પ્રમાણે કહેવાય છે.) ગાથાર્થ - જે કારણથી પાપને છેદે છે તે કારણથી પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે, અથવા પ્રાયઃ કરીને ચિત્તનું શોધન કરે છે તે કારણથી પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ: શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત શબ્દની બે પ્રકારની વ્યુત્પત્તિ પ્રસિદ્ધ છે. તે બતાવીને એ સ્થાપન કરવું છે કે પ્રાયશ્ચિત્ત સર્વ પાપના નાશમાં સમર્થ છે. આ કથનથી ગ્રંથકારને, જે કોઇ એમ માને છે કે જે પાપ થયું હોય તેટલા જ પાપનો નાશ પ્રાયશ્ચિત કરી શકે પણ અન્ય પાપનો નાશ પ્રાયશ્ચિત્ત કરી શકે નહિ, તેનું નિવારણ કરવું છે. કેમ કે જે પાપને છેદનારું હોય છે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તેથી સર્વ પાપના વિરુદ્ધ એવા અધ્યવસાયરૂપ પ્રાયશ્ચિત્ત છે, માટે સર્વ પાપનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. પ્રાયશ્ચિત્ત શબ્દની બીજી વ્યુત્પત્તિ પ્રમાણે પ્રાયશ્ચિત્તથી ચિત્ત શુદ્ધ થાય છે, અને શુદ્ધ થયેલા ચિત્તથી સર્વ પાપનો નાશ થઇ શકે છે. તેથી તીવ્ર સંવેગથી કરાયેલી આલોચના દ્વારા થયેલા પાપનો નાશ થઇ ગયેલ હોય તો પણ, પ્રાયશ્ચિત્તથી અધિક પાપનો નાશ થાય છે અને યાવત્ મોક્ષફળ થાય છે. તેથી મોક્ષાર્થીએ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઇએ. I૧૬-3. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy