________________
0 અધિકારવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પ્રાપ્તિ થાય છે, તે રૂપ કુશલથી ખલપુરુષોને પણ પીડા થતી નથી, કેમ કે સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવાથી જગતમાં ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય છે અને તે ઉચિત પ્રવૃત્તિ જગતના જીવમાત્ર માટે હિતરૂપ હોય છે અને જીવમાત્ર અંતર્ગત ખલપુરુષો પણ આવે છે, તેથી તે કુશલ પ્રવૃત્તિ તેઓની પીડાના પરિવાર અર્થે જ બને છે. જો કે ગ્રંથને જોઈને ખલજીવોને જે પીડા થઈ છે તે તેઓની પોતાની અયોગ્યતા છે, તેથી તેમાં ગ્રંથ જવાબદાર નથી અને ગ્રંથરચનાના ફળરૂપે જગતમાં પ્રવર્તતી સપ્રવૃત્તિ સર્વ જીવોની પીડાના પરિહારરૂપ હોવાથી ગ્રંથરચના ખલપુરુષની પીડાના પરિહારનું કારણ જ છે.
અહીં ખલપુરુષ તરફથી પ્રશ્ન થાય કે “ગ્રંથરચના કરનાર સર્વજ્ઞ નથી અને ગ્રંથકાર જ્યારે અતીન્દ્રિય પદાર્થને સ્વબુદ્ધિથી આગમમાંથી ગ્રહણ કરીને નવા ગ્રંથની રચના કરવાની પ્રવૃત્તિ કરે, ત્યારે અનાભોગ કે સહસાત્કારથી પણ સર્વજ્ઞના વચનથી અન્યથા લખાઈ જવાની શક્યતા રહે છે, તેથી નવા ગ્રંથની રચના કરવી છદ્મસ્થ માટે ઉચિત નથી.” તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે “શુદ્ધ આશયથી કરાયેલી ઉચિત પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ કહેલ છે, અને એવું ન માનો તો છબસ્થથી નવા ગ્રંથની રચના કરવારૂપ કુશલ માર્ગમાં સમ્યક્ પ્રવૃત્તિ કેવળજ્ઞાન પૂર્વે ક્યારે પણ કરી શકાશે નહીં.” વાસ્તવિક રીતે તો કેવલી સિવાય ગણધરાદિ અન્ય પણ મહાપુરુષોએ નવા ગ્રંથની રચનામાં પ્રયત્ન કરેલો જ છે, તેથી છદ્મસ્થને કારણે કોઈ ભૂલ થશે તેટલામાત્ર ભયથી શાસ્ત્રરચનામાં પ્રવૃત્તિ કરવી અનુચિત છે એમ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી શાસ્ત્રનો બોધ જ અપક્વ હોય ત્યાં સુધી શુભાશયથી પણ જો શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ દોષરૂપ કહી શકાય.
અહીં જે શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ કહી ત્યાં શુદ્ધ આશય એ છે કે, ગુરુકુલવાસના આસેવનથી જે આત્માઓ શાસ્ત્રની ગંભીરતાને યથાર્થ સમજયા છે અને પોતે સમજેલા ગંભીર ભાવો અન્ય જીવોને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થઈ શકે એમ નથી તેથી, તે જીવોના ઉપકાર માટે નવા ગ્રંથની રચના કરવા ઇચ્છે છે, તેઓની ગ્રંથરચનાની પ્રવૃત્તિ શુદ્ધાશયપૂર્વકની છે એમ કહેવાય; પરંતુ જેઓને હજુ શાસ્ત્રના પદાર્થો સામાન્યથી જ જણાયા છે પણ પરસ્પર સાપેક્ષ રીતે શાસ્ત્રના પદાર્થોને જોડવાની પ્રજ્ઞા હજી ખીલી નથી, તેઓ જો પોતાની અલ્પ બુદ્ધિમાં અધિક બુદ્ધિના ભ્રમથી નવા શાસ્ત્રોની રચના કરવામાં યત્ન કરે તો તેમનો ભાવાવેશ કહેવાય, પણ શુદ્ધ આશયની પ્રવૃત્તિ ન કહેવાય.II૧-૮/૯/૧oll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org