________________
૨૧૧
| વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા D. ગાથાર્થ :
પાંચે પર્વોમાં (જે જે પ્રકારે શાસ્ત્રમાં કહ્યું હોય, તે તે પ્રકારે સુપરિશુદ્ધ, યતિભાવનું ભાવથી સાધક અને અતિચારરહિત એવું પૌષધક્રિયાનું કરણ એ પૌષધપ્રતિમા છે.
ભાવાર્થ :
ચોથી પૌષધપ્રતિમાના કાળમાં ચાર મહિના સુધી પાંચે પર્વ દિવસોમાં શ્રાવક પૌષધની ક્રિયા કરતો હોય છે. તે ક્રિયાઓ શાસ્ત્રવચનાનુસાર સુપરિશુદ્ધ હોય છે તે બતાવવા માટે, તહાં તહાં સુપરિશુદ્ધ એ પ્રકારનું વિશેષણ મૂકેલું છે. વળી પૌષધમાં કોઈ સૂક્ષ્મ અતિચાર પણ ન લાગે તેવી રીતે પૌષધ કરતો હોય છે, તે જણાવવા મUTધું વિશેષણ મૂક્યું છે.
આ પૌષધની ક્રિયા યતિભાવની સાધક હોય છે, અર્થાત્ સાધુના હૈયામાં વર્તતા પરમ ઉપેક્ષારૂપ ભાવને ભાવથી સાધક હોય છે. આનાથી જણાય છે કે શ્રાવક પૌષધની ક્રિયાઓ એવી રીતે કરે છે કે, તે ક્રિયાઓ કરવાથી જ ચિત્ત અતિશય નિઃસ્પૃહતાના પરિણામવાળું બનતું જાય, અને આ જ પરિણામ ક્રમસર વૃદ્ધિ પામીને પરમ નિઃસ્પૃહતારૂપ સંયમના પરિણામમાં વિશ્રાંત થતો હોય છે. આથી જ પૌષધની ક્રિયાને યતિભાવની સાધક કહી છે, અને આવા શ્રાવકો અત્યંત અપ્રમત્તતાથી પૌષધકાળમાં શાસ્ત્રના પદાર્થથી આત્માને ભાવિત કરવા પ્રયત્ન કરતા હોય છે.ll૧૦
અવતરણિકા :
હવે પાંચમી પ્રતિમાપ્રતિમા બતાવે છે
पव्वेसु चेव राई असिणाणाइकिरियासमाजुत्तो । मासपणगावहि तहा पडिमाकरणं तु तप्पडिमा ॥८॥ पर्वेषु चैव रात्रावस्नानादिक्रियासमायुक्तः मासपञ्चकावधि तथा प्रतिमाकरणं तु तत्प्रतिमा ॥८।।
असिणाणवियडभोई मउलियडो रत्तिबंभमाणे ण । पडिवक्खमंतजावाइसंगओ( आ) चेव सा किरिया ॥९॥ अस्नानविकटभोजी मौलिकृतो रात्रिब्रह्मचारी च । प्रतिपक्षमन्त्रजापादिसंगतश्चैव(ता चैव) सा क्रिया ।।९।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org