________________
૧૭૩
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0 કરતો હોય, વળી તેનું દ્રવ્ય શુદ્ધ હોય અને તે દ્રવ્યને તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું એ પ્રમાણે ભાવથી શુદ્ધ કરે, તો તે પૂજા એકાંતે શુદ્ધ બને છે. આથી તે પૂજા મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત થાય તેવી ઇષ્ટફળવાળી બને છે. ૮-૧
અવતરણિકા :
આ રીતે પૂર્વની ગાથાઓમાં પૂજાના ભેદો અને પૂજાની નિમિત્તશુદ્ધિ બતાવી. હવે પૂજાનો વિષય જે પ્રતિમા છે, તે પ્રતિમાને આશ્રયીને પૂજાના ફળમાં શું ભેદ પડે, તે વિષયમાં જુદા જુદા નયોના મતોને બતાવતાં કહે છે
सयकारियाइ एसा जायइ ठवणाइ बहुफला के इ । गुरुकारियाइ अन्ने विसिट्टविहिकारियाए य ॥१३॥ स्वयंकारिताया एषा जायते स्थापनाया बहुफला के चित् । गुरुकारिताया अन्ये विशिष्टविधिकारितायाश्च ॥१३।।
અન્વયાર્થ :
વેરૂ કેટલાક (એવું કહે છે કે, સીરિયારૂ વરૂ સ્વયંકારિતા સ્થાપનાની=પ્રતિમાની રસી વહુપના નાયડુ આ પૂજા બહુફલવાળી થાય છે. બન્ને અન્ય ગુરુરિયારૂ ગુરુકારિતા=પોતાના પૂર્વજોથી કરાવાયેલી સ્થાપનાની પૂજા બહુફળવાળી થાય છે એમ કહે છે) વિસિવિદિારિયા અને વિશિષ્ટ વિધિપૂર્વક કરાયેલી (સ્થાપનાની પૂજા બહુફલવાળી થાય છે એમ કેટલાક કહે છે.)
ગાથાર્થ :
કેટલાક એવું કહે છે કે સ્વયં બનાવેલી પ્રતિમાની પૂજા બહુફલવાળી થાય છે, અન્ય વળી પૂર્વજો દ્વારા બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુફળવાળી થાય છે એમ કહે છે અને કેટલાક એમ કહે છે કે વિશિષ્ટ વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુલવાળી થાય છે.
ભાવાર્થ :
ઉત્સર્ગથી તો વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમાની પૂજાથી વિશિષ્ટ ફળ થાય છે. આમ છતાં, વિશિષ્ટ વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમા પણ ન હોય તો અન્ય ત્રુટિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org