________________
կի
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૧૫-૧૬ અવતરણિકા -
અહીં સ્થાનકવાસી કહે છે કે દ્રોપદીએ પૂજા કરી છે તે વચન શાસ્ત્રમાં છે પરંતુ દ્રોપદીએ કરેલી પૂજા પ્રમાણ છે તેમ કહી શકાય નહિ. તેના નિરાકરણ માટે કહે છે – ગાથા -
નારદ દેખીને નવિ થઈ, ઊભી તેહ સુજાણ રે;
જાણીએ તેણે તે શ્રાવિકા, અક્ષર એક જ પ્રમાણ રે. શાસન) ૧૫ ગાથા :
નારદ દેખીને તેહ સુજાણ સુજાણ એવી દ્રૌપદી, ઊભી થઈ નહિ, તેણેeતે કારણે, તે શ્રાવિકા જાણીએ દ્રોપદીને શ્રાવિકા જાણીએ, એહ જ અક્ષર પ્રમાણ છે નારદ દેખી ઊભી થઈ નહિ એ આગમમાં કહેલા અક્ષરો જ તેહને શ્રાવિકા સ્વીકારવામાં પ્રમાણ છે. Il3/૧૫ ભાવાર્થ :
જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તે ઉલ્લેખને સ્વીકારીને સ્થાનકવાસી કહે છે કે દ્રૌપદીએ અવિવેકને કારણે જિનપ્રતિમા પૂજી છે, તેથી તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય એટલા માત્રથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે અવિરતિધરનો વિનય ન કરાય એ પ્રકારના શ્રાવકના આચારના પરમાર્થને જાણનાર દ્રૌપદી હતી. તેથી અવિરતિવાળા એવા નારદ તેમને ત્યાં આવે છે ત્યારે તે ઊભી થઈ નહિ એ પ્રકારનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તેથી દ્રૌપદી શ્રાવિકા છે એમ જાણવું જોઈએ અને અવિરતિધરનો સત્કાર કરાય નહિ માટે દ્રૌપદી ઊભી થઈ નથી એ અક્ષર જ દ્રૌપદીને શ્રાવિકા સ્વીકારવા માટે પ્રમાણ છે. ll૩/૧પો. અવતરણિકા -
દ્રૌપદીને શ્રાવિકા તરીકે સ્વીકારવા માટે અન્ય શાસ્ત્ર વચત બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org