________________
૫૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૧૩-૧૪ ગાથા :
શ્રીજિન પાસને તીરથે, શ્રમણોપાસક તેહો રે;
પ્રથમ અંગે કહ્યો તેહને, શ્રીજિનપૂજાનો નેહો રે. શાસન) ૧૩ ગાથાર્થ -
પાર્શ્વનાથ જિનના તીર્થમાં તેહો સિદ્ધાર્થરાજા, શ્રમણોપાસક છે શ્રાવક છે, એ પ્રમાણે પ્રથમ અંગમાં કહ્યું છે. વળીતેહને સિદ્ધાર્થરાજાને, જિનપૂજાનો સ્નેહ છે. ll૩/૧ali ભાવાર્થ :
સિદ્ધાર્થરાજા પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં શ્રાવક હતા તેમ આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં કહ્યું છે. તેથી શ્રાવક એવા સિદ્ધાર્થરાજાને જિનપૂજાનો સ્નેહ હતો માટે તેઓએ જે અનેક યાગો કર્યા છે એમ જે કલ્પસૂત્રમાં કહ્યું છે એ જિનપૂજારૂપ છે એમ માનવું જોઈએ પરંતુ પશુના યોગો કરાવ્યા છે તેમ સ્વીકારી શકાય નહિ. l૩/૧૩ll ગાથા :
શ્રેણિક મહાબલ પ્રમુખના, ઈમ અધિકાર અનેકો રે;
છટ્ટ અંગે વલી દ્રૌપદી, પૂજે પ્રગટ વિવેકો રે. શાસન૧૪ ગાથાર્થ -
શ્રેણિક, મહાબલ વગેરેએ જિનપૂજા કરી છે એમ અનેકના અધિકારો છે શાસ્ત્રોમાં કથનો છે. વળી જ્ઞાતાધર્મકથાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં દ્રોપદીએ જિનપૂજા કરી છે એ પ્રગટ વિવેક છે પ્રગટ કથન છે. Il૩/૧૪ll ભાવાર્થ :
શ્રેણિક રાજા, મહાબલ રાજા વગેરેએ જિનપૂજા કરી છે. એ પ્રમાણેના ઘણા અધિકારો શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. વળી છઠ્ઠા અંગમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એમ પ્રગટ વર્ણન છે માટે જિનપ્રતિમા પૂજ્ય સ્વીકારવી જોઈએ. Il૩/૧૪TI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org