________________
પર
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૩ | ગાથાઃ ૯-૧૦ જિનપ્રતિમાનો અર્થ સાધુ કરીને કહે છે તે વિષયમાં તેનું હૈયું કાંઈ ખૂલ્યું નથી અર્થાત્ યથાર્થ વિચારણા કરી શક્યો નથી. કેમ યથાર્થ વિચારણા કુમતિ કરી શકેલ નથી ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. Il૩/લા
અવતરણિકા :
સાધુને જિનપ્રતિમા તણું વૈયાવચ્ચ કઈ રીતે ઘટે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
સંઘ તણી જિમ થાપના, વૈયાવચ્ચ જસ વાદો રે; જાણીએ જિનપ્રતિમાતણું, તિમ ઈહાં કવણ વિવાદો રે?
શાસન૦ ૧૦
ગાથાર્થ :
જેમ સંઘ તણી સ્થાપના અને જસ=જેનો સંઘની સ્થાપનાનો, વાદ વૈયાવચ્ચ છે તેમ જિનપ્રતિમા તણું જાણિયે વૈયાવચ્ચ જાણવું. અહીં જિનપ્રતિમાના અને સંઘના વૈયાવચ્ચમાં કયાં વિવાદ છે ? Il3/૧૦|| ભાવાર્થ :
પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જે દશની વૈયાવચ્ચ કરવાની કહી છે તેમાં સંઘનું પણ ગ્રહણ છે અને સાધુ સંઘની વૈયાવચ્ચ આહારાદિથી કરી શકે નહીં, કેમ કે સંઘ અંતર્ગત શ્રાવક-શ્રાવિકાનો પણ સમાવેશ છે. તેથી ભગવાને જે સંઘની સ્થાપના કરેલ છે તેના ગુણગાન સાધુ કરે તે સંઘની વૈયાવચ્ચ છે તેમ સાધુ જિનપ્રતિમાની સ્તવના કરે તે જિનપ્રતિમાની વૈયાવચ્ચ છે એમ સ્વીકારવામાં કાંઈ વિવાદ નથી. માટે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેલા દશના વૈયાવચ્ચના સ્થાનમાં જિનપ્રતિમાથી સાધુનું ગ્રહણ કરીને પ્રતિમા અપૂજ્ય છે તેમ જે સ્થાનકવાસી કહે છે તે ઉચિત નથી. II3/૧૦માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org