________________
પ૦
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૭-૮
છલની હેરી છે શાસ્ત્રાર્થ કરવામાં સ્થાનકવાસીનો છલ છે, તેનો ઉત્તર એ છે કે સંભવ તણી સૂત્રની શૈલી છે. ll૩/૭ી ભાવાર્થ :
પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કેવા સાધુ ત્રીજા મહાવ્રતની આરાધના કરે છે એ પ્રકારનો પ્રશ્ન કરીને કહ્યું છે કે જે સાધુ નિશ્રા-ઉપશ્રા વગર દશ પ્રકારની કે બહુ પ્રકારની અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરે છે તે ત્રીજા મહાવ્રતની આરાધના કરે છે એમ કહેલ છે. ત્યાં અત્યંત બાલાદિમાં ચૈત્યનું ગ્રહણ છે અને ચૈત્યનો અર્થ પ્રતિમા કરવામાં આવે તો સાધુ પ્રતિમા પ્રત્યે આહારાદિ દ્વારા દાન કઈ રીતે કરી શકે અર્થાત્ કરી શકે નહિ માટે ચૈત્ય પ્રત્યે દાનની સંગતિ અર્થે ચૈત્ય શબ્દથી પ્રતિમા લઈ શકાય નહિ પરંતુ મુનિનું જ ગ્રહણ કરવું જોઈએ એમ સ્થાનકવાસી કહે છે તે તેમનો છલ છે. ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં કહે છે કે સૂત્રની સંભવ તણી આ શૈલી છે. તેથી જ્યાં આહારાદિથી દાન સંભવતું હોય ત્યાં આહારાદિથી દાન થાય છે અને પ્રતિમામાં પુષ્પપૂજા આદિથી જે ભક્તિ થાય છે તે શ્રાવકનું વૈયાવચ્ચ છે અને સાધુ સ્તવનારૂપ ભક્તિ કરે છે તે સાધુનું વૈયાવચ્ચ છે. તેથી પ્રતિમામાં તે રીતે જ વૈયાવચ્ચ ગ્રહણ કરવું જોઈએ. માટે આહારદાનમાં પ્રતિમા ન જોડતાં સૂત્રની સંભવને આશ્રયીને કહેનારી શૈલીનું અવલંબન લઈને તેનો અર્થ કરવો જોઈએ. પરંતુ ચૈત્યમાં દાન ઘટે નહિ માટે ચૈત્યથી પ્રતિમા ગ્રહણ થાય નહિ તેમ કહેવું ઉચિત નથી. 13/ળા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સૂત્રની શૈલી સંભવને આશ્રયીને છે તે કથનને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
દશવિધ બહુવિધ જિમ કહ્યું, વૈયાવચ્ચ જહ જોગે રે;
દશમે તે અંગે તથા ઈહાં, જોડીએ નયઉપયોગે રે. શાસન ૮ ગાથાર્થ :જેમ તે દશમા અંગમાં પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દશમા અંગમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org