________________
૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૧ | ગાથા : ૩-૪
ભાવાર્થ:
સાધુ કે શ્રાવક ક્રિયાકાળમાં ભાવાચાર્યની સ્થાપનાને સન્મુખ રાખીને ક્રિયા કરે છે તે વખતે આ ભાવાચાર્યની સ્થાપના છે, તેમની સન્મુખ હું આદેશ માંગુ છું એ પ્રકારનું સ્થાપનાનું ધ્યાન ક્રિયાકાળમાં આવે છે તેથી સ્થાપના-નિક્ષેપાને સત્ય કરીને હું જાણું છું. અર્થાત્ સ્થાપનાનિક્ષેપો પૂજ્ય છે એમ હું માનું છું. તેથી ભાવાચાર્યની સ્થાપના જેમ પૂજ્ય છે તેમ તીર્થંકરની પ્રતિમારૂપ સ્થાપના પણ પૂજ્ય છે.
વળી શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે ભાવાચાર્યના વિગતમાં=ભાવાચાર્યના અભાવમાં, સ્થાપનાચાર્ય વખાણ્યું છે અર્થાત્ ભાવાચાર્યના વિરહકાળમાં સ્થાપનાચાર્ય સન્મુખ ક્રિયાઓ કરવાથી તે ક્રિયાઓ સફળ થાય છે તેમ વખાણ્યું છે માટે આવશ્યકસૂત્રના વચન પ્રમાણે જેમ ભાવાચાર્યના વિરહમાં સ્થાપનાચાર્ય વખાણ્યું છે તેમ જિનના વિરહમાં જિનપ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપો પણ વખાણવો જોઈએ, માટે જેમ ભાવાચાર્યનો સ્થાપનાનિક્ષેપો પ્રમાણ છે તેમ જિનપ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપો પણ પ્રમાણ છે. ||૧/૩/
અવતરણિકા :
ચાર નિક્ષેપાને પ્રમાણ બતાવીને ‘અરિહંતચેઇયાર્ણસૂત્ર' દ્વારા સ્થાપનાનિક્ષેપાની પ્રમાણતા સિદ્ધ કરે છે –
ગાથા :
ચોવીસત્થયમાંહિ નિક્ષેપા, નામ દ્રવ્ય દોય ભાવું;
કાઉસ્સગ્ગ આલાવે ઠવણા, ભાવ તે સઘલે લ્યાવું રે. જિનજી! ૪ ગાથાર્થ ઃ
ચોવીસત્યયમાંહિ=લોગસ્સસૂત્રમાં નામનિક્ષેપા અને દ્રવ્યનિક્ષેપા બે ભાવું, કાઉસગ્ગ આલાવામાં= અરિહંત ચેઈયાણં સૂત્રરૂપ કાઉસગ્ગ આલાવામાં, સ્થાપનાનિક્ષેપો ભાવું, અને ભાવનિક્ષેપો તો સઘળે લાવું=બધે ઠેકાણે પ્રમાણ સ્વીકારું. ||૧|૪||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org