________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ પ્રકરણ | ગાથા: ૨-૩ - ૩ ગાથાર્થ :
અનુયોગદ્વારમાં ચાર નિક્ષેપા પ્રધાન બતાવ્યા છે અને શ્રી ઠાણાંગસૂત્રમાં ચાર સત્યો અને દશ સત્યભાષા કહેલ છે. ll૧/રા ભાવાર્થ :
અનુયોગદ્વારસૂત્રમાં નિક્ષેપા કહેલા છે તેમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચાર નિક્ષેપ પ્રધાનરૂપે આવે છે. તેથી અનુયોગદ્વારસૂત્રના વચન અનુસાર સ્થાપનાનિક્ષેપો પ્રમાણ બને છે માટે સ્થાપનાનિક્ષેપારૂપ પ્રતિમાની પૂજ્યતા સ્વીકારવી જોઈએ.
વળી, ઠાણાંગસૂત્રના ચોથા સ્થાનમાં નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય અને ભાવસત્ય એમ ચાર પ્રકારનાં સત્યો કહ્યાં છે. વળી દશમા સ્થાનમાં જનપદસત્યભાષા, સમ્મતસત્યભાષા, સ્થાપના સત્યભાષા, નામસત્યભાષા, રૂપસત્યભાષા, પ્રતીત્યસત્યભાષા, વ્યવહારસત્યભાષા, ભાવસત્યભાષા, યોગસત્યભાષા અને ઉપમા સત્યભાષા એમ દશવિધ સત્યભાષા કહેલ છે. આ રીતે ઠાણાંગસૂત્રના બન્ને પાઠોમાં સ્થાપના સત્યને સ્વીકારેલ છે તેથી સ્થાપનાનિક્ષેપો પ્રમાણ સિદ્ધ થાય છે. માટે સ્થાપનાનિક્ષેપારૂપ જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. ll૧/શા અવતરણિકા :
યુક્તિથી સ્થાપનાવિક્ષેપાને પ્રમાણ સ્વીકારવા કહે છે – ગાથા :
જાસ ધ્યાન કિરિયામાંહિ આવે, તેહ સત્ય કરી જાણું;
શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે, વિગતે તેહ વખાણું રે. જિનાજી! ૩ ગાથાર્થ :
જાસ જે સ્થાપનાનિક્ષેપાનું ધ્યાન ક્રિયામાં આવે, તે તે સ્થાપનાનિક્ષેપાનું સત્ય કરી જાણું પ્રમાણ કરી મા-શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે વિગતમાં ગુરુના વિરહમાં, તેહ વખાણું=સ્થાપનાનિક્ષેપો વખાણું. II૧/all
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org