________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૨૦-૨૧ ૧૦૧ અવતરણિકા :વળી દેવતાઓ નંદીશ્વર વગેરેનાં ચૈત્યોની કયારે ભક્તિ કરે છે તે બતાવે
છે –
ગાથા :
કલ્યાણક અઠ્ઠાઈ વરસી, તિથિ ચઉમાસી સરખી રે; ધન તેહ નિમિત્તે સુર જિન અરયે, નિત્ય ભક્તિપણ વિરચે રે.
ધન© ૨૦
ગાથાર્થ :
જિનના કલ્યાણક નિમિત્તે, ચઉમાસી સરખી અઢાઈ નિમિત્તે, વરસી તિથિ વગેરે નિમિત્તે સુર=દેવો, જિનને અર્થે છે નંદીશ્વરમાં રહેલ જિનપ્રતિમાઓનું અર્ચન કરે છે. અને નિત્ય હંમેશાં, ભક્તિપણે વિરચના કરે છે ત્યાં અનેક પ્રકારની વિરચના કરે છે. પ/૨૦] ભાવાર્થ :
દેવતાઓ નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલાં શાશ્વત ચેત્યોની પાંચ કલ્યાણક વખતે, વરસની તિથિ અને ચોમાસી તિથિમાં અઢાઈ મહોત્સવ કરે છે. ત્યાં જાય છે અને તે નિમિત્તે ભગવાનની પૂજા કરે છે અને હંમેશાં ભક્તિપૂર્વક અનેક વિરચનાઓ કરી તેમાં રચ્યા-પચ્યા રહે છે. તે પ્રકારના શાસ્ત્રવચનથી નક્કી થાય છે કે જિનપ્રતિમા પૂજનીય છે. પ/૨૦ અવતરણિકા :
ભગવાનની પ્રતિમાની ભક્તિથી આત્મા કઈ રીતે કલ્યાણને સાધે છે ? તે બતાવવા કહે છે –
ગાથા :
ભાવ અકખયભાવે જે મલિયો, તે નવિ જાએ ટલિયો રે; ધન ફરિ તાંબુ નવિ હોય નિષેધ, હુઓ હેમરસ વેધે રે. ધન૦ ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org