________________
૮િ૯]
પંચપ્રતિક્રમણ સૂત્ર
*ઉંબી, પોંક, પાપડી ખાધાં. સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ તંબોલવલ્થ-કુસુમેસુવાહણ-સાયણ-વિલવણ, બંભ-દિસિ-હાણ-ભત્તેસુલ એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ, કચુરો, સૂરણ, કુણી-આંબલી, ગલો, વાઘરડાં ખાધાં. વાશી-કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરતા, ઘોલવડા, અજાણ્યાં ફળ, ટીબરું, ગુંદા, મહોર, બોળઅથાણું, આમ્બલ બોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શિરાવ્યા.
તથા કર્મતઃ પંદર કર્માદાન. ગાલ-કમે, વણ-કમ્મ, સાડી-કમ્મ, ભાડી કમે, ફોડી કમે એ પાંચ કર્મ. દંતવાણિજ્જ, લખ-વાણિજ્જ, રસ -વાણિજે, કેસ-વાણિજે, વિસ-વાણિજ્જ એ પાંચ વાણિજ્ય. જેતપિલણ-કમે, નિલંછણ-કમે, દવચ્ચિદાવણયા, સર-દહ-તલાય–સોસણયા, અસઈ-પોસણયા એ પાંચ સામાન્ય. એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય એવું પંદર કર્માદાન બહુસાવદ્ય, મહારંભ, ‘રાંગણ, લીહાલા કરાવ્યા. ઈટ નિભાડા પકાવ્યાં. ઘાણી, ચણા, પકવાન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણમાસ ઉપરાંત રાખ્યા. દલીદો:
૧. ઘઉનું કણસેલું ૨. ખાટાં. ૩. રંગાવવાનું કામ. ૪. કોલસા કરવાનું કામ ૫. તલમાં ગોળ પાણી નાખી કૂટીને બનાવવાની સાંની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org