________________
૮૭
પંચપ્રતિક્રમણ સૂત્ર
સંકેત કીધો; તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા-પુરાણા, સરસ-વિરસ, સજીવ-નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધા. કૂડે કાટલે તોલે માપે વહોર્યા. દાણચોરી કીધી. કુણહિને લેખે 'વરસ્યો, સાટે લાંચ લીધી. કૂડો કરતો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરપંચના કીધી. 'પાસંગ કૂડા કીધા, દાંડી ચઢાવી. 'લહકે-ત્રહકે કૂડાં કાટલાં, માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ
ઓળવી. કુણહિને લેખે-પલેખે ભુલાવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૦ ૩.
ચોથે સ્વદારા-સંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગહિયા-ઇત્તર૦ અપરિગૃહીતાગમન, ઇવરપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા-શોકતણે વિષે દ્રષ્ટિવિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ, ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. *ઘરઘરણાં કીધાં-કરાવ્યાં. વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યા. કામ-ભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુણેસ્વપ્નાન્તરે હુઆ. કુસ્વપ્ન લાવ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસુ કીધું.
૧. છેતર્યો ૨. કાંટાના બે પાસા. ૩. લહેકો કરી. ૪. નાતરાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org