________________
૧૪૭]
પંચપ્રતિક્રમણ સૂત્ર માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ જે ટાળે નિતમેવી; શાસન સુખદાયી આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ પૂરો વાંછિત આશ.
જયરાગ્યની સઝાય જ ઊંચા તે મંદિર માળીયાં, સોડ વાળીને સૂતો; કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જનમ્યો જ નહોતો. એક રે દિવસ એવો આવશે. એક રે દિવસ એવો આવશે, મન સબળોજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ ન ચાલે. એક0 ૨ સાવ સોનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવ વાઘા; ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક0 ૩ ચર કઢાઇયા અતિ ઘણા, બીજાનું નહીં લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક્ટ ૪ કોના છોરુ ને કોના વાછરુ, કોના માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. એક0 ૫ સગી રે નારી એની કામિની, ઊભી ટમમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રુવે.
એ૬ વહાલાં તે વહાલાં શું કરો, વહાલાં વોળાવી વળશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક0 ૭ નહિ ત્રાપો નહિ તુંબડી, નથી કરવાનો આરો; ઉદયરત્ન મુનિ ઈમ ભણે, પ્રભુ મને પાર ઉતારો. એક0 ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org