SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ - (૧) રથ “મા તુ પ્રતિ વિદ્યાર્ (શ્વેતા. ૪.૨૦) રૂતિ સુતે, मायाजाइयस्य घटादिष्वनुगमाच माया जगदुपादानं प्रतीयते, कथं દ્રોપાન | સત્ર પાર્થતાનાશાત્રા માથા પુમકુપારमित्युभयश्रुत्युपपत्तिः, सत्ताजाड्यरूपोभयधर्मानुगत्युपपत्तिश्च । तत्र ब्रह्म विवर्तमानतयोपादानम् , अविद्या परिणममानतया । न च विवाधिष्ठाने पारिभाषिकमुपादानत्वम् । स्वात्मनि कार्यजनिहेतुत्वस्योपादानलक्षणस्य तत्राप्यविशेषादिति ॥ (૫) એવી શંકા થાય છે કે “માયાને પ્રકૃતિ જાણવી” શ્વેતા. ૪.૧૦) એ શ્રુતિ છે તેથી અને માયાની જડતા ઘટાદિમાં અનુગત (ચાલુ છે, ઊતરી આવેલી) છે તેથી માયા જગતનું ઉપાદાન છે એમ જણાય છે. બ્રહ્મ કેવી રીતે ઉપાદાન હોઈ શકે? આને ઉત્તર આપતાં પદાર્થ તરવનિર્ણયકાર કહે છે : બ્રહ્મ અને માથા એમ બને ઉપાદાન છે એમ માનીએ તે બને શ્રુતિ ઉપપન્ન થાય છે અને (ઘટાદ)માં સત્તા અને જડતા એ બને ધર્મોની અનુગતિની ઉપપત્તિ થાય છે. તેમાં બ્રહ્મ વિવર્તમાન તરીકે ઉપાદાન છે અને અવદ્યા પરિણામ પામનાર તરીકે (ઉપાદાને છે). એવી શંકા કરવી નહિ કે વિવરના અધિષ્ઠાનમાં પારિભાષિક ઉપાદાનત્વ છે. (વિવર્તના અધિષ્ઠાનને ઉપાદાન કહેવામાં આવે છે તે માત્ર પારિભાષિક અર્થમાં, સર્વસ્વીકૃત અર્થમાં નહિ). (આ શંકા બરાબર નથી, કારણ કે “પોતામાં કાર્યની ઉત્પત્તિને હેતુ તે ઉપાદાન એ લક્ષણ ત્યાં (વિવર્તાધિષ્ઠાનમાં) પણ સરખી રીતે છે. વિવરણ: એવી શંકા સંભવે છે કે માયા જ –તું ને અવધારણ અર્થમાં લઈને-). જગતનું ઉપાદાન કારણ હોઈ શકે કારણ કે જેમ ઉપાદાનરૂપ માટીની ગ્લક્ષણતા ઘડામાં ઊતરે છે, અનુગત છે તેમ માયામાં રહેલી જડતા જગતમાં અનુગત છે. અતિ ભલે બ્રહ્મને, ઉપાદાન કહેતી હોય પણ નિરવયવ, ચિસ્વરૂપ બ્રહ્મ જગતનું ઉપાદાન હોઈ શકે નહિ. આવું બ્રહ્મ વિવોંપાદાન અર્થાત વિવર્તાધિષ્ઠાન તે બની જ શકે એમ દલીલ કરવી યુક્ત નથી. કારણ કે જેમ પરિણામ પામતી વસ્તુને લેકમાં સૌ ઉપાદાન તરીકે જાણે છે, સ્વીકારે છે તેમ વિવર્તના અધિષ્ઠાનની ઉપાદાન તરીકે પ્રસિદ્ધિ નથી. તેને ઉપાદાન કહે છે એ તો માત્ર પરિભાષા છે, જે એ પરિભાષાની કલ્પના કરનારને માન્ય હોય, સર્વને નહિ. તે આ શંકાને ઉત્તર વિચારકે એ અલગ અલગ રીતે આપ્યો છે. પદાર્થતત્વનિર્ણાયકાર કહે છે કે બ્રહ્મની સત્તા અને માયાની જડતા બન્ને જગતના પદાર્થોમાં અનુગત છે તેથી બ્રહ્મ અને માયા બન્ને ઉપાદાન છે. બ્રહ્મ વિવના અધિષ્ઠાન તરીકે ઉપાદાન છે, જયારે માયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy