SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ જ્યારે વિવરણને અનુસરનાર માને છે કે “જે સર્વજ્ઞ, સર્વવિત્ છે, જેનું જ્ઞાનમય તપ છે. તેમાંથી આ હિરણ્યગર્ભ નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે” (મુંડક ૧.૧.૯) એ શ્રુતિ છે, તેથી સવજ્ઞસ્વાદિથી વિશિષ્ટ માયાશબલ ઈશ્વરરૂપ જ બ્રહ્મ ઉપાદાન છે (શુદ્ધ બ્રહ્મ કે જીવરૂપ બ્રહ્મ ઉપાદાન નથી). તેથી જ “અત્તરdaફાન' (બ્ર સૃ. ૧.૧ ૨૦) [(આદિત્યાદિ ૧) અંદર રહેલો પુરુષ ઈશ્વર છે કારણ કે તેના ધર્મોને ઉપદેશ છે.), ‘સર્વત્ર પ્રમોશન (બ. સૂ ૧.૨.૧) [ (મનોમયત્વાદિ ગુણવાળું બ્રહ્મ ઉપાસ્ય છે, કારણ કે (વેદાનમાં સર્વત્ર પ્રસિદ્ધ બ્રહ્મને ઉપદેશ છે ] વગેરે અધિકરણમાં “ એ જ સફ છે, એ સામ છે, એ ઉકથ છે, એ યજુર્ છે, એ વેદ છે, (છા. ઉપ. ૧.૭.૫ ), સર્વ પરિસ્પન્દવાળે, સર્વકામ, સર્વગન્ધ, સવ૨સવાળે છે.” (છ ઉપ. ૩.૧૪,૨, ૩) ઈત્યાદિ મુનિમાં કહેલું સોંપાદાનત્વથી પ્રયુક્ત સર્વોમકત્વ એ જીવવ્યાવૃત્ત ( જીવમાં ન હી રહેલું ) એવું ઈશ્વરનું લિંગ છે એમ (શાંકર) ભાગ્યમાં પ્રતિપાદિત કર્યું છે. પણ જે જીવ અને ઈશ્વર (બંનેમાં ) અનુસ્મૃત કેવલ (શુદ્ધ) ચૈતન્ય સર્વનું ઉપાદાન હોય તે તે જીવવ્યાવૃત્ત એવું ઈશ્વરનું લિંગ ન હોઈ શકે. સંક્ષેપશારીરકમાં માયાશબેલાચૈતન્ય)ની ઉપાદાનકારણતાનું ખંડન કર્યું છે. ત્યાં માયાવિશિષ્ટની ઉપાદાનકારણુતાનું ખંડન અભિપ્રેત છે, પણ નિકૃષ્ટ (માયાથી વિવિક્ત બિ બ એવા) ઈશ્વરરૂપ ચૈતન્યની ઉપાદાનકારણુતાનું ખંડન અભિપ્રેત નથી. કારણ કે ત્યાં જ પ્રથમ અધ્યાયના અંતે કહ્યું છે કે તા પદથી વાગ્યે ઈશ્વરમાં જગતની ઉપાદાનતા રહેલી છે. આમ ઈશ્વરમાં હેઈને પણ (ઉપાદાન) કારણતા તેના અનુગત અખંડ સૌતન્યનું શાખાચન્દ્રમાની જેમ તટસ્થરૂપે ઉપલક્ષણ બની શકે છે. તેથી સેય બ્રાના લક્ષણ તરીકે તેનું કથન કર્યું છે એમ વિવરણને અનુસરનારા માને છે. વિવરણ : વિવરકારના મતે માયાશબલ ઈશ્વરરૂપ બ્રહ્મ જગતનું કારણ છે. આ જગદુપાદાનભૂત તત્ત્વનાં સર્વજ્ઞ, સર્વાવિત, વેશ્વર એવાં વિશેષણો છે તેથી એ સ્પષ્ટ છે કે આવા ગુણોથી યુક્ત ઈશ્વરરૂ૫ બ્રહ્મ ઉપાદાન છે. શંકરાચાર્યને પણ આ જ માન્ય છે એમ તેમના બ, સૂ. શાકરભાષ્ય પરથી સ્પષ્ટ દેખાય છે. ત્યાં ઈશ્વર સર્વનું ઉપાદાન છે અને તેથી સર્વાત્મક છે એમ બતાવ્યું છે. જે સોંપાદાન હોય તે જ સર્વાત્મક હોય, અન્ય નહિ કારણ કે ઉપાદાન અને ઉપાદેયનું તાદાત્મ્ય છે. જે પ્રતિબિંબત્વથી વિશિષ્ટ ચતજીવમાં કે બિંબcથી વિશિષ્ટ શૈતન્યરૂપ ઈશ્વરમાં વિશેષ્ય તરીકે અનુ~ત શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ સોંપાદાન હોય તો તે જ સર્વાત્મક હોય, ઈશ્વર નહિ અને એમ હોય તે ભાષ્યમાં સર્વાત્મત્વ એ જીવવ્યાવૃત્ત ઈશ્વરલિંગ છે એવું પ્રતિપાદિત ન થયું હોત. એવી દલીલ કરી શકાય નહિ કે વિશેષ્ય એવા શુદ્ધ બ્રહ્મમાં રહેલું સર્વાત્મકતવ બિંબત્વથી વિશિષ્ટ ચૈતન્યરૂપ ઈશ્વરના લિંગ તરીકે ભાષ્યમાં વર્ણવવામાં આવ્યું છે. આ દલીલ બરાબર નથી કારણ કે એવું જ હોય તે એ જીવવ્યાપ્ત ન હાય-વિશેષ્યને ધમ" સર્વાત્મકત્વ જેમ સિ-૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy