SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ અને કારણ ભિન્ન જ હોવાં જોઈએ અને તે જ એક કાર્ય હોઈ શકે અને બીજું કારણ, વળી તેમની અથક્રિયામાં પણ ભેદ છે. માટી ઘટને ઉત્પન્ન કરી શકે છે જ્યારે ઘટ ઘટીને ઉત્પન્ન કરી શકતો નથી. ઘટ પાણી લાવી શકે જયારે માટી એ કામ નથી કરી શકતી. આમ બને ભિન્ન છે. અદ્વૈત વેદાનતી માને છે કે ઉપરની દલીલેને કારણે કાયને ભિન્ન કે અભિન્ન તરીકે નિરૂપી શકાય નહિ તેથી કાય માત્ર વિવર્ત છે, એ અમૃત છે. માત્ર કારણ સત્ય છે. માટી વગેરે પણ બ્રહ્મનાં કાર્ય મનાય છે તેથી સર્વ પ્રપંચ અનુત છે, માત્ર બ્રહ્મનું ત્રિકાલ-અબાધિત પરમાર્થ સત્ત્વ છે. શુતિ કહે છે તેમ ઘટાદિ વિકારોને વાણુથી વ્યવહાર થાય છે, તે નામ માત્ર છે, વાસ્તવમાં નથી, તે અમૃત છે–વાચારમ વિક્રાં નામશે. કારણ જ સત્ય છે. આમ બ્રહ્મ એકમાત્ર પરમાર્ક વસ્તુ છે અને સલ પ્રપંચ અનિર્વચનીય હોઈને વિવત છે, અનુત છે. अथ शुद्धं ब्रह्म उपादानमिष्यते, ईश्वररूपं जीवरूपं वा । अत्र सङ्क्षपशारीरकानुसारिणः केचिदाहुः-शुद्धमेवोपादानम् । जन्मादिसूत्रतद्भाष्ययोरुपादानत्वस्य ज्ञेयब्रह्मलक्षणत्वोक्तेः। तथा च 'आत्मन आकाशः सम्भूतः' (तैत्ति. २.१) इत्यादिकारणवाक्येषु शबलवाचिनामात्मादिशब्दानां शुद्धे लक्षणैवेति । હવે (પ્રકન થાય કે) શુદ્ધ બ્રહ્મા ઉપાદાન તરીકે સ્વીકારવામાં આવે છે કે ઈશ્વરરૂપ બ્રહ્મ કે જીવરૂપ બ્રા. આ બાબતમાં સંક્ષેપશારીરકને અનુસરનારા કેટલાક કહે છે કે શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે, કારણ કે જન્માદિસૂત્ર અને તેના ભાષ્યમાં ઉપાદાન હોવું એને ણેય બ્રાના લક્ષણ તરીકે કહ્યું છે. અને તે પ્રમાણે આમામાંથી આકાશ ઉત્પન્ન થયું” તૈત્તિ. ૨.૧) ઈત્યાદિ કારણુવાકયોમાં શબલવાચી (માયાશબલ બ્રહ્મ કે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરના વાચક) “નામ” વગેરે શબ્દોને લક્ષણથી શુદ્ધ બ્રહ્મ' જ અર્થ છે. વિવરણ: રતો વા માનિ મહાર...એ વાકયના બાકીના ભાગમાં, જેનું લક્ષણ આપ્યું છે તેને જિજ્ઞાસ્ય કહ્યું છે (સંદિગન્નાહ્ય અને જિતાસ્ય તે શઠ બ્રહ્મ જ હોઈ શકે તેથી શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન કારણ છે અને કઈ શંકાને અવકાશ હોવો જોઈએ નહિ. પણ તત્ સત્રમણિ જેવાં વાક્યોમાં તત્ અર્થાત્ ઈશ્વર અને સઢ અર્થાત જીવને પણ શુદ્ધ બ્રહ્મના જ્ઞાનના હેતુ તરીકે જિજ્ઞાસ્ય માન્યા છે તેથી તેમને વિષે એવી શંકા સંભવે છે કે આ જીવ અને ઈશ્વર પણ અભિન્નનિમિનપાદાન કારણ હોઈ શકે તેથી અહીં પ્રશ્ન કર્યો છે. કેટલાક વેદાન્તીઓનાં વચનમાં ત્રિવિધ ચૈતન્ય (જીવ, ઈશ્વર, વિથ ચિત્ તત્વ) જાણીતું છે તેમાંથી ઉપાદાન કયું? સંક્ષેપશારીરક ગ્રંથના કર્તા સવજ્ઞાભમુનિને અનુસરનારાઓ માને છે કે શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે, જીવ કે ઈશ્વર નહીં. બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્રમાં શુદ્ધ બ્રહ્મને જિજ્ઞાસ્ય તરીકે ઉલ્લેખ છે તેથી એ શુદ્ધ બ્રહ્મનું જ જન્માદિસત્રમાં લક્ષણ આપ્યું છે [ગન્નાથસ્થ થતા ૧.૧.૨–જેમાંથી આ જગત્રપંચ)ની ઉત્પત્તિ વગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy