________________
सिद्धान्तलेशस ग्रहः બની જાય અને શ્રુતિસિદ્ધ ફૂટસ્થત્વને બાધ થાય. માટે બ્રહ્મ જગતનું વિવર્તાધિષ્ઠાન છે, જેમ રજુ સપનું છે.
ન્યાય-વૈશેષિકના આરંભવાદમાં આરંભક કારણ અને આરભ્ય કાર્ય તદ્દન ભિન્ન માનવામાં આવે છે જ્યારે અદ્વૈતસિદ્ધાંતમાં બ્રહ્મ અને તેના વિવરૂપ પ્રપંચને અભેદ સ્વીકારવામાં આવે છે. તેથી આરભ્ય કાય અને વિવતને ભેદ સ્પષ્ટ સમજાય તેવો છે. પણ પરિણા મવાદમાં અદ્વૈતસિદ્ધાન્તની જેમ પરિણમી (કારણ) અને પરિણામ(કાર્ય)ને અભેદ માનવામાં આવે છે તેથી પરિણામ અને વિવર્તને ભેદ સ્પષ્ટ સમજવો જોઈએ. આ ભેદ બતાવવા માટે બંનેનાં લક્ષણ આપ્યાં છે, (i) ઉપાદાન મનાતી વસ્તુને તેની સાથે સમ સત્તાવાળો અન્યથાભાવ (અર્થાત્ પૂર્વરૂપની અપેક્ષાએ બીજા રૂપે રહેવું તે, અવસ્થાવિશેષ) તે પરિણામ, જેમ કે દહીં દૂધના પરિણામરૂપ છે, કે ઘટ માટીના પરિણામરૂપ છે.
જ્યારે ઉપાદાન મનાતી વસ્તુની સત્તાથી વિષમ સત્તાવાળા હોઈ તેના અવસ્થા વિશેષરૂપ હવું તે વિવર્તવ; જેમ કે સર્ડ રજજુનો વિવર્ત છે, ઘટાદિ પ્રપંચ બ્રહ્મચૈતન્યને વિવર્ત છે. રજજુની વ્યાવહારિક સત્તા છે જ્યારે સપની પ્રતિભાસિક સત્તા છે. આમ બંનેની સત્તા વિષમ છે. એ જ રીતે પ્રપંચની વ્યાવહારિક સત્તા છે જ્યારે બ્રહ્મચેતન્યની ત્રિકાલ-અબાધિત એવી પારમાર્થિક સત્તા છે તેથી બન્નેની વિષમ સત્તા છે.
હવે જે કઈ એમ દલીલ કરે કે સત્તા તે એકરૂપ જ હોય-બ્રહ્મસ્વરૂપ સત્તા, તેને ત્રિવિધ કેવી રીતે માની શકાય તો ઉપર આપેલું લક્ષણ અગ્ય ઠરે. તેથી બીજું લક્ષણ આપ્યું છે-(ii) ઉપાદાન મનાતી વસ્તુનાં લક્ષણોવાળે હેઈને તેને અવસ્થા-વિશેષ હોય તે પરિણામ અને તેનાથી વિલક્ષણ હેઈને તેને અવસ્થાવિશેષ હોય તે વિવત. ઘટ અને માટીનાં
એ જ લક્ષણ છેપૃથ્વી, જડત્વ આદિ; તેથી ઘટ માટીના પરિણામરૂપ છે. જ્યારે બ્રહ્મ ચિસ્વરૂપ છે પણ પ્રપંચ જડ છે તેથી પ્રપંચ બ્રહ્મને વિવત છે. શક્તિરતાદિમાં પણ શક્તિથી અવચિછને ચૈતન્ય પર અધ્યાસ માનવામાં આવ્યો છે. આમ જડમાત્ર ચૈતન્યને વિવત છે અને તેનાથી વિલક્ષણ છે તેથી આ લક્ષણની સંગતિ છે એમ વ્યાખ્યાકાર સમજાવે છે. આટલું જટિલ બનાવ્યા સિવાય પણ કહી શકાય કે શક્તિનું કાઈ લક્ષણ રજતમાં નથી આવતું તેથી ઉપાદાન કારણ મનાય છે તે શુક્તિથી રજત વિલક્ષણ છે માટે તેને વિવત છે. ઘટમાં માટીનું પૃથ્વીત્વ વગેરે આવે છે તેથી એ સલક્ષણુ અવસ્થાવિશેષ હેઈને પરિણામ છે. (iii) ત્રીજું લક્ષણ પણ આપવામાં આવ્યું છે કારણથી અભિન્ન હાઈને જે તેનું કાર્ય હોય તે પરિણામ; જ્યારે વસ્તુતઃ અભેદ ન હોવા છતાં પણ તેનાથી ભિન્ન તરીકે જેનું નિરૂપણું ન કરી શકાય તે વિવત. રજત અને શક્તિને અભેદ નથી અને તેમ છતાં જિતને શુક્તિથી ભિન્ન કહી શકાય નહિ, કારણ કે તે અધિષ્ઠાન ન હોય તે રજત પણ ન ભાસે. તેથી રજત શુક્તિના વિવરૂપ છે. પ્રપંચને બ્રહ્મચૈતન્ય સાથે વસ્તુત: અમેદ નથી તેમ છતાં ભેદ છે એમ પણ ન કહેવાય તેથી તે વિવરૂપ છે. આ વિવત અવિદ્યાને લઈને થાય છે.
પરિણમવાદી સાંખ્યો માને છે કે કારણમાં કાર્ય અવ્યક્તરૂપે રહેલું જ હોય છે; તેની ઉત્પત્તિ એટલે માત્ર અભિવ્યક્તિ. આમ ઉત્પત્તિની પહેલાં કાર્ય કારણથી અભિ-ન હેઈને ઉત્પત્તિ પછી પણું અભિન્ન જ છે. જ્યારે ન્યાય-વૈશેષિક દર્શન માને છે કે કાર્ય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org