________________
પ્રથમ પરિચ્છેદ વિવરણ: વાચસ્પતિમતમાં કહેવામાં આવશે એ રીતે વેદાન્ત શ્રવણ નિત્ય પાત છે એમ બતાવીને પછી પરિસ ખ્યાવિધિપક્ષની પ્રવૃત્તિ કહેવી જોઈએ. આમ હોય તે જ્ઞાનના ઉદ્દેશ્યથી શ્રવણદિ કરનારને અન્ય વ્યાપારની પ્રસક્તિ નથી જેની નિવૃત્તિ માટે પરિસ ખ્યા વિધિની જરૂર પડે–આવી શંકા સંભવે છે. તેના ઉત્તરમાં કહે છે કે શ્રવણાદિથી જ બ્રહ્મજ્ઞાન થાય છે, અન્ય વ્યાપારથી નહિ, તેમ છતાં અવિદ્યા કારણે બે વાસનાને લીધે વિષયમાં આસક્ત બનીને શ્રવણ કરતાં કરતાં કાઈ વચ્ચે અન્ય પ્રવૃત્તિમાં પડી જાય, એ જ્ઞાન માટે ઉપકારક નથી એમ જાણતા હોવા છતાં એ બીજી પ્રવૃત્તિ કરી બેસે. તેથી તેની નિવૃતિને માટે શ્રોત: એ પરિસંખ્યાવિધિની જરૂર છે.
શંકા–ચરકસંહિતા આદિના શ્રવણમાં પ્રવૃત્ત થયેલ માણસ વચ્ચે બીજાં કામ કરતો હશે તેમ છતાં ચિકિસાઝાન તે વિન વિના ઉત્પન્ન થાય જ છે તેમ દરરોજ વેદાન્તશ્રવણું કરનારને વચ્ચે વચ્ચે લોકિક કે વૈદિક વ્યાપાર કરવા પડે તે પણ બ્રહ્મજ્ઞાનને ઉદય સંભવે છે તેથી પરિસંખ્યાવિધિનું કોઈ ફલ નથી; તેને વ્યર્થ માનવો જોઈએ.
ઉત્તર-નિરન્તર કરવામાં આવતું શ્રવણ જ જ્ઞાનનું સાધન છે, કયારેક ક્યારેક કરવામાં આવતું શ્રવણ નહીં તેથી શ્રવણવિધિ વ્યર્થ નથી. શ્રુતિ સ્મૃતિને આધારે આમ કહી શકાય
- બ્રહ્મસંસ્થતા-બ્રહ્મમાં સમાપ્તિને અર્થ વિદેહ કેવલ્યરૂપ લય એ લેવાતું નથી કારણ કે એવું માનીએ તો “અમૃતવ પામે છે એ ભાગ લ્યુથ બની જાય છે. બ્રહ્મસંસ્થતાનું તે અમૃતત્વની પ્રાપ્તિના ઉપાય તરીકે વિધાન કર્યું છે એમ કહેવું જોઈએ. શાંકરભાષ્યમાં બ્રહ્મમાં સમાપ્તિનું પર્યાવસાન અનન્યવ્યાપારમાં કર્યું છે. અનન્યવ્યાપાર મુક્તિને ઉપાય છે એમ બોધ આપનાર વાકયથી અર્થાત મુમુક્ષને માટે અન્ય વ્યાપારની નિવૃત્તિ કરવામાં આવે છે. અને અન્ય વ્યાપારની નિવૃત્તિ કરવાનું સ્પષ્ટ શબ્દોમાં કહેનાર વાક છે જે આધારમાં સમસ્ત છુ, પૃથ્વી વગેરે જગત્મપંચનો અધ્યાસ થયો છે એ આધારરૂપ એક આત્માને જ જાણે, અનાત્માનું પ્રતિપાદન કરનાર શબ્દનાં ઉચ્ચારણાદિને ત્યાગ કરી (ગા: વાર: વિમુશ્વય).
વાર્તિકમાં પણ કહ્યું છે કે શ્રોતઃ એ વિધિને અર્થ નિયમ હોઈ શકે જે શ્રવણને નિય પ્રાપ્ત માનીએ તે નિયમવિધિ ન સંભવે અને તેને અર્થ પરિસ ખ્યા હે . કારણ કે અમે મુમુક્ષુઓ અનાત્માનું દર્શન નહીં કરીને (અર્થાત અન્ય વ્યાપારથી મુક્ત રહીને) પર આત્માની ઉપાસનામાં પ્રવૃત્ત રહીએ છીએ. આમ વાતિકને અનુસરનારા કેટલાક શ્રોતાને અન્ય વ્યાપારની નિવૃત્તિના ઉદ્દેશ્યથી પરિસંખ્યાવિધિ માને છે.
તથ્ય એ વિધિ છે એમ માનીને ઉપર તેના વિધેય અંગેના મતભેદ રજૂ કર્યા. હવે એ વિધિ જ નથી એવો પક્ષ રજૂ કરે છે.
(વાચસ્પતિમિત્રના અનુયાયી બને મત) 'आत्मा श्रोतव्यः' इति मननादिवत् आत्मविषयकत्वेन निबध्यमानं श्रवणमागमाचार्योपदेशजन्यात्मज्ञानमेव, न तु तात्पर्यविचाररूपमिति न
સિ- ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org