________________
તૃતીય પરિચ્છેદ
ઉત્તર ઃ આ શ્રુતિનું તાત્પર્ય એવું નથી કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. પણ તેનું તાત્પર્ય એવું છે કે મોક્ષનું જ્ઞાનથી અઘટિત કોઈ પણ સાધન નથી. તેથી શ્રુતિને વિરોધ નથી. માટે વઘુરાણના ચાર યુક્ત જ છે. - केचितु वृत्तिरूपं ब्रह्मज्ञानं नाज्ञानतन्मूलप्रपञ्चनिबर्हकम् । अज्ञानस्य प्रकाशनिवर्त्यत्वनियमेन जडरूपवृत्तिनिवर्त्यत्वायोगात् । किं तु तदारुढचैतन्यप्रकाशस्तन्निवर्तकः । स्वरूपेण तस्याज्ञानादिसाक्षितया तदनिवर्तकत्वेऽप्यखण्डाकारवृत्युपारूढस्य तस्य तन्निवर्तकत्वोपपत्तेः।
"तृणादे सिकाऽप्येषा सूर्यदीप्तिस्तृणं दहेत् । .. सूर्यकान्तमुपारुह्य तन्न्यायं तत्र योजयेत् ॥" इत्यभियुक्तोक्तेः । __ एवं च यथा किञ्चित् काष्ठमुपारुह्य ग्रामनगरादिकं दहन वहिदहस्येव तदपि काष्ठम्, तथा चरमवृत्तिमुपारुह्य निखिलप्रपञ्चमुन्मूलय नखण्डचैतन्यप्रकाशस्तन्निवर्तनेऽपि प्रकल्पते इति न तन्नाशे काचिदनुपपत्ति
જ્યારે કેટલાક કહે છે કે વૃત્તિરૂપ બ્રહાજ્ઞાન અજ્ઞાન અને તે (અજ્ઞાન) જેનું મૂળ છે તે પ્રપંચનું નાશક નથી કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ પ્રકાશથી થાય છે એવો નિયમ છે તેથી જડરૂપ વૃત્તિથી તેની નિવૃત્તિ થઈ શકે નહિ. પરંતુ તે (વૃત્તિ)માં આરૂઢ ચૈતન્યાત્મક પ્રકાશ તેને નિવતક છે, કારણ કે તે અજ્ઞાનાદિને સાક્ષી હોવાથી સ્વરૂપથી તેને નિવક ન હોવા છતાં પણ અખંડાકાર વૃત્તિમાં આરૂઢ તે તેને નિવતક હોય એ ઉપપન છે, કેમ કે - “તૃણ આદિને પ્રકાશિત કરનાર હોવા છતાં આ સૂર્ય-દીપ્તિ સૂયકાન્ત(મણિ)માં આરૂઢ થઈને તૃણ આદિને બાળી શકે, તે જ ન્યાય ત્યાં પણ લગાડ” એવી તજજ્ઞ વિદ્વાનની ઉક્તિ છે.
અને આમ જેમ કોઈ કાષ્ઠ(લાકડા)માં ઉપાઢ થઈને ગ્રામ, નગર આદિને બાળ અનિ તે કોઇને પણ બાળે જ છે. તેમ ચરમ વૃત્તિમાં આરૂઢ થઈને સકલ પ્રપંચને ઉચછેદ કરતે અખંડ ચૈતન્યાત્મક પ્રકાશ તેની (ચરમવૃત્તિ)ની નિવૃત્તિ કરવામાં પણ સમર્થ છે તેથી તેના નાશમાં કઈ જ અનુપત્તિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org