________________
૫૧૪
सिद्धान्तलेशसमहः વિછિન ચૈતન્ય અભિવ્યક્ત થાય છે કે નહિ? જો થતું હોય તે તેની સાથે સંસગ ધરાવનાર ગધની પણ ચંદનની જેમ અભિવ્યક્તિ થવી જોઈએ કારણ કે બન્નેને અભિવ્યક્ત ચૈતન્ય સાથે સંસર્ગ સમાન છે. પણ જે જડને આવૃત માનીએ તે આ દેવું નથી કારણ કે ચાક્ષષવૃત્તિથી ગબ્ધના આવરણની નિવૃત્તિ થતી નથી. અને જો ચાક્ષષવૃત્તિથી અવનિ ચૈતન્યની અભિવ્યક્તિ ન હોય તે ચંદનવિષયક ચાક્ષુવવૃત્તિ થાય ત્યારે ચંદન અને તેના રૂપને અપ્રકાશ હે જોઈએ, જે ઈટ નથી.
શ : જેમ ચંદનખંડ, ધટ, પટ આદિ ચૈતન્યના અવચ્છેદક છે તેમ એક દ્રવ્યમાં રહેલા ગુણે પણ ચૈતન્યના અવચ્છેદક છે તેથી ચાક્ષુષવૃત્તિથી ચંદન અને તેના રૂપથી અવછિન ચૈતન્યની અભિવ્યક્તિ થાય ત્યારે ગધથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી તેથી તેને અપ્રકાશ છે: - ઉત્તર : એક દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ આદિના ભેદથી ચૈતન્યને ભેદ નથી, ચૈતન્ય નિરવયવ છે તેથી દ્રવ્યના અવચ્છેદથી એક વૃત્તિ અને ગણના અવચછેદથી બીજી વૃત્તિ એમ સંભવે નહિ. જે એક દ્રવ્યમાં પ્રદેશભેદથી ગબ્ધ આદિ રહેતા હોય તે ત્યાં દ્રવ્યમાં ગંધ આદિના ભેદથી ચૈતન્યભેદની શંકા સંભવે. પણ તેવું નથી કારણ કે આપણે અનુભવ છે કે ગબ્ધ, રસ આદિ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે છે. આ ગુણે વ્યાયવૃત્તિ છે, અવ્યાખવૃતિ નથી. જેમ ધટ આદિ દ્રવ્યો ગગનના અવયછેદક કે ભેદક છે તેમ ગંધ આદિ ગુણ ગગનના ભેદક નથી હતા, કારણ કે ગંધાદિના ભેદથી ગગનના ભેદને અનુભવ થતો નથી. આમ ગંધાદિના ભેદથી ચૈતન્યને ભેદ નથી. તેથી ચદન અને તે ચંદનથી અવછિન્ના ચૈતન્યની અભિવ્યક્તિ થતાં બંધની અપેક્ષતા થવી જોઈએ, અથવા ચંદન અને તેના રૂપ અપ્રકાશ હેવો જોઈએ—એ દોષોને પરિવાર મુશ્કેલ છે. જેમ શક્તિના
દમ” અંશથી અવછિન્ન ચૈતન્યમાં રજતને અધ્યાસ હોવાથી ઈદમ' અંશથી અવછિન્ન ચૈતન્યથી જ રજત અવભાસિત થવું જોઈએ, તેનાથી પૃથક એવા પિતાથી અવચ્છિન્ન ચૈતન્યથી નહી. તેમ દ્રવ્યથી અવારછન ચૈતન્યમાં કપિત ૨પાદિ પણ !
શુ દ્રવ્યથી અવછિન ચૈતન્યથી જ પ્રકાશિત થવાં જોઈએ. ગધાકાર વૃત્તિથી ઉપરક્ત ચેત-યમ જ ગંધ પ્રકાશે એ નિયમ નથી. પ્રકાશમાન હોવું એટલે પ્રકાશ સાથે સ સર્ગ એટલે જ અથ’ છે; પણ વૃત્તિથી ઉપહિત અનાવૃત પ્રકાશ સાથે સંસર્ગ હે એ અર્થ નથી, કારણ કે એમ હોય તે સુખાદિવિષયક વૃત્તિથી અનુપહિત સ ક્ષિપ્રકાશ સાથે સંસગ ધરાવનાર સુખાદિમાં પ્રકાશમાનતા ન હોય. આમ જડ અજ્ઞાનને વિષય નથી, અનાવૃત છે એમ માનતાં ચંદનાવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિની દિશામાં ગંધની પણ અપક્ષતા હોવી જોઈએ એ પ્રસંગને પરિહાર કરી શકાશે નહિ. તેથી જડમાં આવરણ સિદ્ધ થાય છે.
શંકા ? જડ આવૃત છે એ પક્ષમાં પણ ચંદનવિષયક ચાક્ષુષ વૃત્તિથી જ ગધના - આવરણની પણ નિવૃત્તિ થવી જોઈએ કારણ કે ગુણ અને ગુણીનું તાદામ્ય છે. તેથી ચંદન
અપક્ષ હોય ત્યારે તેની ગબ્ધ પણ અપક્ષ પ્રસ થાય છે એ દેષ તે અહીં પણ સમાન જ છે. . * ઉત્તર : ચિત્રની ઘટાકારવૃત્તિ થતાં તેની જ પ્રતિ આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તેથી ચત્રને જ ઘટ પ્રકાશ થાય છે, અન્ય મૈત્ર આદિને થતું નથી. તેમ ગુણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org