SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિ ૪૯૩ છે. તેની જેમ શબ્દનુ' સમજવું. જેમ હેામની બાબતમાં શાસ્ત્રનુ બળ પ્રાપ્ત થાય છે તેમ શબ્દને વિષે પણ શાસ્ત્ર પ્રમાણુ છે—આત્મજ્ઞાની શાક તરી જાય છે.' શકા થાય કે આ શ્રુતિમાં ચિદાત્મામાં અભ્યસ્ત શાથી ઉપલક્ષિત કતૃત્વ આદિના અભ્યાસની આત્મજ્ઞાનથી નિવૃત્તિ કહી છે; શબ્દ અપરાક્ષજ્ઞાનનું કર છે એમ નથી કહ્યું. આશ કાનુ સમાધાન એ છે કે જેમ દૃષ્ટાન્તમાં હોમના અધિકરણુરૂપ અગ્નિના આધાન આથિી સંસ્કૃત થવા વિષેની શ્રુતિની ખીજી કોઈ રીતે ઉપપત્તિ ન હેાવાથી એવી કલ્પના કરવામાં આવે છે કે શાસ્ત્રીય આધાનરૂપ સંસ્કારથી સ ંસ્કૃત થયેલા અગ્નિમાં ક લે હામ અપૂર્વ ઉત્પન્ન કરે છે, તેમ આત્મજ્ઞાન અપક્ષ અભ્યાસનુ નિવ`ક છે એવા શ્રુતિ-વચનની બીજી રીતે ઉપપત્તિ ન હેાવાથી એમ કલ્પવામાં આવે છે કે આત્મજ્ઞાન ઉત્પન્ન કરનાર ઉપનિષદ્વાકયો જ પરાક્ષ જ્ઞાનનાં કરણ છે. પરાક્ષ જ્ઞાનથી જ અપરાક્ષ અધ્યાસની નિવૃત્તિ થઈ શકે, કારણ કે શ્રવણથી ઉત્પન્ન થયેલું પરાક્ષ જ્ઞાન હોવા છતાં કતૃવાદિ-અભ્યાસની નિવૃત્તિ થતી નથી એમ આપણે જોઇએ છીએ. વળી પરાક્ષજ્ઞાન માત્રથી અધ્યાસની નિવૃત્તિ થતી હોય તે। મનન આદિ કરવાનું કહ્યું છે તે વ્ય' બની જાય. અને અપાક્ષ અભ્યાસરૂપ દિગ્ઝમ વગેરેની દિશાના સાચા સ્વરૂપ આદિના સાક્ષાત્કાર વિના નિવૃત્તિ થતી જોવામાં આવતી નથી. શંકા થાય કે કતુ વાદિ-અધ્યાસનું નિવતક એવું જે અધિષ્ઠાનભૂત. આત્મતત્ત્વના સાક્ષાત્કારરૂપ જ્ઞાન તે મનથી જ સંભવે છે, તો પછી શબ્દની તેના કરણ તરીકે ગ્રુપના કરવાની શી જરૂર? આનું સમાધાન એ છે અન્તરિન્દ્રિય મન પ્રત્યક્ષ પ્રમાણુ પ્રત્યક્ષ પ્રમાનું કરણ) છે તેથી બ્રહ્મ જો તેનાથી નાત થતુ હોય તા બ્રહ્મ એકલા ઉપનિષદ્શી ગમ્ય છે એવું પ્રતિપાદન કરનાર શ્રુતિને બાધ થાય. . ફરી શંકા થાય કે થ્રહ્મ ઉપનિષથી એકથી જ ગમ્ય છે એ શ્રુતિના વિધને લઈને બ્રહ્મમાં બીજા પ્રમાણેાની પ્રવૃત્તિ ન હેાય અને શબ્દને સ્વભાવ પરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાના છે તેથી શબ્દની પણુ બ્રહ્મસાક્ષાત્કારની ઉત્પત્તિમાં પ્રવૃત્તિ ન સ ંભવે. આમ બ્રહ્મસાક્ષાત્કારનુ કરણુ જ મળતુ ન હોવાથી બ્રહ્મના સાક્ષાત્કાર નહીં" સંભવે. આ શ ંકાને ઉત્તર એ છે કે શબ્દથી પણુ અપરોક્ષજ્ઞાન ઉત્પન્ન ન થતું હોય તેા મેક્ષ સભવે જ નહિ મેાક્ષ વિષયક શાસ્ત્રના પ્રામાણ્ય ખાતર શબ્દ સાક્ષાત્કારનું કરણ છે એમ કલ્પના કરવી જોઈ એ, भन्ये तु भावनाप्रचयसाहित्ये सति बहिरसमर्थस्यापि मनसो नष्टवनिता साक्षात्कारजनकत्वदर्शनाद् निदिध्यासनसाहित्येन शब्दस्याप्यपरोक्षज्ञानजनकवं युक्तमिति दृष्टानुरोधेन समर्थयन्ते । જય ૨ બીજા, જે જોવામાં આવે છે તેના અનુરોધથી (તેને ધ્યાનમાં રાખીને), સમર્થન કરે છે કે ભાવના પ્રચય (સમૂહ)ના સાથ મળતાં બાહ્ય પદાર્થ (ના પ્રત્યક્ષ ગ્રહણુ)માં અસમથ' હોવા છતાં મન નષ્ટ વનિતાના સક્ષાત્કારને ઉત્પન્ન કરતું જોવામાં આવે છે તેથી નિક્રિયાસનના સાથ મળતાં શબ્દ પણુ અપરાક્ષ જ્ઞાનને ઉત્પન્ન કરે એ યુક્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy