SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પર ૪.૧.૧૨) અને “(સગુણ ઉપાસનાનો વિકલ્પ છે કારણ કે (બ્રહ્મસાક્ષાત્કારરૂપ) ફળ (સવમાં) સમાન છે' એ અધિકરણમાં (બ્ર. સૂ, ૩.૩.૫૯) દડર આદિમાં અહં ગ્રહના ઉપાસકેને પ્રસંખ્યાનથી ઉપાય સગુણબ્રાને સાક્ષાત્કાર થાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. વિવરણ : હવે પ્રશ્ન રજૂ કર્યો છે કે સાંખ્યમાર્ગ હેય કે યોગમાર્ગ બનેથી બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે તેમાં કરણીશું છે, કરણ અથવા સાધકતમ કારણ શું છે? અને ઉત્તર છે કે પ્રત્યયાવૃત્તિરૂપ પ્રસંખ્યાન જ કરણું છે, કારણ કે યોગમાર્ગમાં તે શરૂઆતથી જ ઉપાસના રૂપ પ્રસંખ્યાન હોય છે જ અને સાંખ્યમાર્ગમાં મનન પછી તરત જ નિદિધ્યાસનરૂપ પ્રસંખ્યાન હોય છે. અને પ્રસંખ્યાન સાક્ષાત્કારનું કારણ છે એ એનાથી પણ સિદ્ધ થાય છે કે કામાતુરને જેની સાથે ચક્ષુને સંનિકળ્યું નથી એવી કામિનીને સાક્ષાત્કાર થાય છે તેમાં પ્રસંખ્યાનને જ કરણું માનવું પડે છે. ચક્ષુને સનિકષ ન હોવાથી તે કરણ ન હોઈ શકે. અને મન બાહ્ય અર્થની બાબતમાં સ્વતંત્ર નથી તેથી એ કરણ નથી. આમ કામિની વિષયક સાક્ષાત્કારનું પ્રસંખ્યાન જ કરણું છે એ જ્ઞાત થાય છે. મરણ પથત યોગીઓ સગુણોપાસનાની આવૃત્તિ કરે છે તેથી પણ પ્રસંખ્યાન બ્રહ્મસાક્ષાત્કારનું કરણ છે એમ સિદ્ધ થાય છે. વ્યાખ્યાકાર કૃણાનંદ કહે છે કે શંકા થાય છે કે ગમાર્ગમાં સગુણોપાસનાનું દષ્ટાંત આપી નિણે પાસનાને સાક્ષાત્કારનું કરણ કહ્યું છે તેથા બને માર્ગમાં સાધારણ એવા કરણ અંગે પ્રશ્ન અનુપપન્ન છે. આને ઉત્તર છે કે આ શંકા યુક્ત નથી, કારણું કે ઉપાસના સાક્ષાત્કારનું કરણ છે એ બાબતમાં પ્રમાણુના અભિપ્રાયથી આ પ્રશ્નની ઉત્પત્તિ છે. માટે જ પ્રમાણું રજૂ કરવામાં આવ્યું છે. અથવા પહેલા સગુણોપાસનાના દષ્ટાંતથી નિપાસના હેતુ કે કારણ છે એટલું જ બતાવ્યું છે, તે કોણ છે એમ નથી કહ્યું. તેથી યોગમાર્ગમાં પણ ઉપાસના જ કારણ છે કે કંઈ બીજુ કારણ છે એ પ્રશ્નને અભિપ્રાય સંગત છે એ ભાવ છે... , ननु च प्रसङ्यानस्य, प्रमाणपरिगणनेष्वपरिगणनात् तज्जन्यो अमसाक्षात्कारः प्रमा न स्यात् । न च काकतालीयसंवादिवराटकसह्याविशेषाहार्यज्ञानवद् अर्थाबाधेन प्रमावोपपत्तिः, प्रमाणामूलकस्य प्रमात्वायोगात् । आहार्यवृत्तेश्च उपासनावृत्तिवज् ज्ञानमिन्नमानसक्रिया: रूपतया इच्छादिवद् अबाधितार्थविषयत्वेऽपि प्रमाणत्वानभ्युपगमात् । मैवम् । क्लुप्तप्रमाकरणामूलकस्वेऽपीश्वरमायावृत्तिवत् प्रमात्वोपपरोः, विषयाबाधतौल्यात् । मार्गद्वयेशी प्रसङ्ख्यानस्य विचारितादविचारिताहा वेदाताद् ब्रमात्मैक्यावगतिमूलकत या प्रसड्ड्यानजन्यस्थ ब्रह्मसाक्षात्कारस्य Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy