________________
કદર
सिद्धान्तलेशसम्महः . (૬) શંકા થાય કે આ બન્ને પક્ષમાં –સંન્યાસને અધિકારીનું વિશેષણ માનનાર પક્ષમાં અને તેને શ્રવણદિનું અંગ માનનાર પક્ષમાં) ક્ષત્રિય અને વૈશ્યનું વેદાનના શ્રવણદિનું અનુષ્ઠાન કેવી રીતે હેઈ શકે? કારણ કે સંન્યાસ બ્રાહ્મણ અધકારી છે, કેમ કે બ્રાહ્મણ વૈરાગ્ય પ્રાપ્ત કરે (અર્થાત વૈરાગ્યપૂર્વક સંન્યાસ કરે ),” “બ્રાહ્મણે સંન્યાસ ગ્રહણ કરીને ', “ બ્રાહ્મણ પ્રવ્રજ્યા કરે એ સંન્યાસ વિધાયક વાક્યોમાં “બ્રાહ્મણનું ગ્રહણ કર્યું છે. અને “વિશેષ અધિકારીનું જ્ઞાન થાય એટલા માટે “બ્રાહ્મણનું ગ્રહણ કર્યું છે કારણ કે શ્રુતિમાં ક્ષત્રિય અને વિશ્વ માટે સંન્યાસ અંગે વિધિ નથી” એવું વાર્તિકનું વચન છે.
આવી શંકા થાય તે આ બાબતમાં કેટલાક આ પ્રમાણે તે બે (ક્ષત્રિય અને વૈશ્ય)ના શ્રવણદિના અનુષ્ઠાનની સિદ્ધિનું સમર્થન કરે છે –“અન્યથા જે (બ્રહ્મચર્યમાં જ વૈરાગ્ય ઉત્પન થાય તે) બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસનું ગ્રહણ કરવું અથવા ગૃહસ્થાશ્રમમાંથી અથવા વનપ્રસ્થાશ્રમમાંથી (જાબાલે પનિષદુ, ૪)આ સમાન (ભેદ ન કરનારી) શ્રુતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય કે પછી વૈશ્ય ગૃહસ્થાશ્રમમાંથી સંન્યાસ લઈ શકે–ત્રણેય વર્ણોને માટે આ ચાર આશ્રમ છે” એ સ્મૃતિથી અનુગ્રહત (સમર્થિત) થતી હોવાથી તેનાથી ક્ષત્રિય અને વૈશ્યના પણ સંન્યાસના અધિકારની સિદ્ધિ થાય છે. માટે બીજી શ્રુતિઓમાં “બ્રાહ્મણનું ગ્રહણ ત્રણેય વર્ણોનું ઉપલક્ષણ છે (-બ્રાહ્મણ પદનો “બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય' અર્થ સમજવાનો છે). તેથી જ વાસ્તિકમાં પણ “ષિારિજિશેષ થી શરૂ થતા પ્લેથી ભાષ્યને અભિપ્રાય કહીને જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયના સંન્યાસનું સમાન રૂપથી શ્રુતિમાં શ્રવણ હોય ત્યારે બ્રાહ્મણનું ગ્રહણ ઉપલક્ષણને માટે છે? એમ પછીના ક્ષેકથી પિોતાના મતમાં (વાર્તિકકારના મતમાં) ક્ષત્રિય અને વૈશ્યને પણ સંન્યાસનો અધિકાર બતાવ્યું છે. (આ દલીલે રજૂ કરીને કેટલાક ક્ષત્રિય અને વૈશ્યના શ્રવણદિ-અનુષ્ઠાનની સિદ્ધિનું સમર્થન કરે છે).૪
- વિવરણ: ત્રાર્થ મનાથ શ્રી મદ્ રહા વનિમય યનીમૂરવા પ્રત્રન (જાબાલ ૪) એમ ચારેય આશ્રમને સમુચ્ચય બતાવ્યા પછી, શ્રુતિ વિકલ્પ બતાવે છે કે જે કઈ આશ્રમમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તે આશ્રમમાંથી સન્યાસનું ગ્રહણ કરી શકાય-રવિ વેતરથા...અહી બ્રાહ્મણાદિ વિશેષ વર્ણને ઉલ્લેખ નથી તેથી સંન્યાસ બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય વણને સાધારણ છે માટે જ્યાં બ્રાહ્મણ પદ હેય ત્યાં તેને ઉપલક્ષણ અથે સમજીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એવો અર્થ સમજવો જોઈએ એવો એક મત છે જેને સુરેવરના વારિકનું સમર્થન છે. | (જુઓ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૩.૪. ૧૮-૨૦, ૪૦.)
* જ દૂહાથ ઘનિષમા થવાë ૧.૬.૧ ૬૫૧-૫૩, ૬, ૧૦૧૫,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org