SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः છે. પણ અહીં તે અદ્વિતીય બ્રહ્મના સાક્ષાત્કારને માટે જીવથી ભિન્ન એવા પરમાત્માને વિચાર વાસ્તવમાં સાધન નથી તેથી તેની વ્યાવૃત્તિ માટે નિયમવિધિ આવશ્યક ગણી કોતર ની નિયમવિધિ તરીકે ભેજના કરવી એ બરાબર નથી. એ બચાવ કરવાને પ્રયત્ન થાય કે ભિન્ન એવા આત્મવિચારની વ્યાવૃત્તિ ભલે કરવાની ન હોય પણ તેટલા માત્રથી, તે નિયમવિધિ તરીકે અનુપપન્ન-વજૂદ વિનાને છે - એમ ન કહી શકાય, કારણ કે ગુથ્થી નિરપેક્ષ (સ્વતંત્રપણે કરેલે, વિચાર, ભાષા-પ્રબંધ, ઈતિહાસ, પુરાણ વગેરે સત્તાના નિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે તેથી તેમની વ્યાવૃત્તિ આ નિયમવિધિથી થશે. પણ આ લીલ બરાબર નથી; કારણ કે હમણું જ બતાવવામાં આવશે કે અવિદ્યાના નિવતક એવા સત્તાનિશ્ચયરૂપ સાક્ષાત્કારમાં પ્રતિબંધક કલ્મષ (મલ, પાપ)ની નિવૃત્તિ દ્વારા એ ગુરુને અધીન વેદાન્તવિચારની જેમ સાક્ષાત્કારના હેતું નથી તેથી વાસ્તવમાં એ બ્રહ્મસાક્ષાત્કારનાં સાધન નથી. તેથી શ્રોતથઃ...નિયમવિધિ હોઈ શકે નહીં. ' ઉત્તર – વાસ્તવમાં બીજુ સાધન હોય તો જ નિયમવિધિ સંભવે એવો કોઈ કુલધમ નથી. કુલધમની આવશ્યકતા છે, એનું ઉલ્લંઘન કરી શકાય નહીં. તેની જેમ નિયમવિધિ માટે વાસ્તવમાં સાધન હોય તેવા જ બીજા સાધનની પ્રાપ્તિ હેય એ આવશ્યક નથી. શંકાકારે કલ્પેલી વિધી દલીલમાં નિયમવિધિની સાર્થકતા બતાવવા માટે જેનું વિધાન કરવા ધાયું છે તે ગુરુને અધીન એવા વેદાન્તશ્રવણથી જેમ સંભવે છે તેમ ગુરથી સ્વતંત્ર રહીને કરેલા વિચારાથિી પણ સત્તાનિશ્ચયરૂપ સાક્ષાત્કારની ઉત્પત્તિ સંભવતી હોય તે ગુરુને અધીન વેદાન્તશ્રવણના નિયમનું દષ્ટ પ્રજન ન હોવાથી, નિયમનું અદષ્ટ ફળ માનવું પડે અને તે પ્રતિબંધકની નિવૃત્તિ કરીને એ રીતે વિદ્યાનું સાધન બને છે એમ કહ૫વું પડે, પણ સાંખ્યા દિશાસ્ત્ર-વિચાર મુક્તિનું સાધન માનવામાં આવે છે, તેની સંભાવના સ્વીકારવામાં આવે છે (- વાસ્તવમાં એ સાધન નથી તે પણ –) અને આમ શ્રવણની પક્ષમાં અપ્રાપ્તિ નિવારી શકાતી નથી. તેથી શ્રોત: ત્યાં નિયમવિધિ છે અને સાંખ્યાદિ શાસ્ત્રવિચારની વ્યાવૃત્તિ તે કરે છે અને અપ્રાપ્ત અંશનું પરિપૂરણ તેનું ફળ સિદ્ધ થાય છે. બીજુ વ્યાપત્ય કહે છે ? ___अथवा गुरुमुखाधीनाध्ययनादिव निपुणस्य स्वप्रयत्नमात्रसाध्यादपि वेदान्तविचारात् सम्भवति सत्तानिश्चयरूपं ब्रह्मापरोक्षज्ञानम्, किन्तु गुरुमुखाधीनवेदान्तवाक्यश्रवणनियमादृष्टम विद्यानिवृत्तिं प्रति कल्मषनिरासेनोपयुज्यते इति तदभावेन प्रतिबद्धमविद्यामनिर्वतयत् परोक्षज्ञानकल्पमवतिष्ठने । न च ज्ञानोदये अज्ञानानिवृत्त्यनुपपनिः । प्रतिबन्धकामावस्य सर्वत्रापेक्षितत्वेन सत्यपि प्रत्यक्षविशेषदर्शने उपाधिना प्रतिबन्धात् प्रतिबिम्बभ्रमानिवृत्तिवत् तदनिवृत्युपपत्तेः । एवं च लिखितपाठादिनाऽपि स्वाध्यायग्रहणप्रसको गुरुमुखाधीनाध्ययननियमविधिवत् स्वप्रयत्नमात्रपूर्वकस्यापि वेदान्तविचारस्य सनानिश्चयरूपब्रह्म साक्षात्कारार्थत्वेन पक्षे प्राप्तौ गुरुमुखाधीनश्रवणनियमविधिरयमस्तु । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy