SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ તતીય પર न चैवं सत्यपशूद्राधिकरणस्य (ब्र. सू. १.३.३४-३८) निर्विषयत्वम्, तस्य–'न शूद्रे पातकं किश्चित् न च संस्कारमर्हति' (मनुस्मृति १९.१२) इत्यादिस्मृतेर्गुरूपसदनाख्यविद्याङ्गोपनयनसंस्कारविधुरस्य शूद्रस्य सगुणविद्यासु निर्गुण विद्योसाधनवेदान्तश्रवणादिषु चाधिकारनिषेधपरत्वाद् निर्गुण विद्यायां शूद्रस्यापि विषयसौन्दर्यप्रयुक्तार्थित्वस्य निषेद्धुमशक्यत्वात् । अविधेयायां च तस्यां तदतिरिक्ताधिकाराप्रसक्त्या तनिषेधायोगाच्च । એવી દલીલ બરાબર નથી કે એમ હોય તે (અર્થાત શુદ્રનો પણ વિદ્યાને માટેના કર્મમાં અધિકાર સ્વીકારવામાં આવે તે-) અપશૂદ્રાધિકરણને (જ. સુ. ૧.૩ ૩૪-૩૮) વિષય છીનવાઈ જાય, કારણ કે તે અધિકરણનું “શુદ્રને (અમજ્યભક્ષણ આદિથી) પાપ નથી, તેમ તેને (ગુરૂ પસદન આ6િ) સંસ્કાર નથી હોત” એ સ્મૃતિથી ગુરૂપસદન નામના વિદ્યાના અંગભૂત ઉપનયન સંસ્કાર વિનાના શૂદ્રના સગુણ વિદ્યાઓમાં અને નિર્ગુણ વિદ્યાના સાધનભૂત વેદાન્ત-શ્રવણ આદિના અધિકારના નિષેધમાં તાત્પર્ય છે, તેથી નિર્ગુણ વિદ્યામાં વિષયના સૌન્દર્યથી પ્રયુક્ત અભિલાષિવને શુદ્રની બાબતમાં નિષેધ કરી શકાય નહિ. અને તે નિર્ગુણ વિદ્યા) વિધેય ન હોવાથી તે (અભિલાષિત્વ)થી અતિરિક્ત અધિકારની પ્રસક્તિ નથી માટે તેને નિષેધ કરી શકાય નહિ, | વિવરણ બ્રાસવના અપશદ્રાધિકરણનું તાત્પર્ય શદ્રના અધિકારને નિષેધ કરવાનું છે તેથી તેને અધિકાર સ્વ કારવામાં આવે તે આ અધિકરણને કશું કડવાનુ જ ન રહે, તે વ્યર્થ બની જાય-એવી દલીલ બરાબર નથી. એ સાચું છે કે એ અકિરણ શુદ્રના અધિકારના નિષેધક છે; પણ તે વિદ્યા માટેના કર્મોના અધિકારને નિષેધ નથી કરતું. તે નિષેધ કરે છે વેદાન્ત-શ્રવણદિના અધિકારને. સ્મૃતિ પ્રમાણે શુદ્રને અભક્ષ્યાભક્ષણ આદિને કારણે કઈ પાપ નથી, તેમ તેને કઈ સંસ્કાર, નથી હોતો. સંસ્કાર બે પ્રકારના છે–અધ્યયનના અંગભૂત ઉપનયનરૂપ અને વિદ્યાના અંગભૂત ઉપનયનરૂપ. શિષ્ય તરીકે સ્વીકારીને પિતાની પાસે સ્થાપવારૂપ જે વિદ્યાને અંગભૂત ઉપનયન સંસ્કાર આચાર્ય કરે છે તે શિષ્ય કરેલા ગુરૂ પસદન (ગુરુની પાસે જવું તે) પૂર્વક હોય છે તેથી એમ કહ્યું છે કે “ગુરૂપસદન નામને વિદ્યાને આ ગભૂત ઉપનયન સંસ્કાર'. તિજ્ઞાનાર્જ સ ગુરુવામિા છેત (મુંડક ઉપ ૧ ૨.૧૨) (બ્રહ્મને જાણવા માટે તેણે ગુરુની જ પાસે જવું જોઈએ) ઇત્યાદિથી “ગુરૂપસદન સંસ્કાર વિદ્યાના અંગ તરીકે વિહત છે, અને તે દાવન (શતપથ બ્રાહ્મણ ૧૧...૧૦) ઈત્યાદિ શ્રુતિથી ઉપનયન વિદ્યાના અંગ તરીકે પ્રતીત થાય છે વિદ્યાના અભિલાષી તેનું ગુરુએ ઉપનયન કર્યું એ શ્રુતિને અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy