SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ मैवम् । विविदिषावाक्ये ब्राह्मणग्रहणस्य त्रैवर्णिकोपलक्षणत्वात् । यथाहुरत्रभवन्तो वार्तिककाराः 'ब्राह्मणग्रहणं चात्र द्विजानामुपलक्षणम् । अविशिष्टाधिकारित्वात् सर्वेषामात्मबोधने ॥' इति । न हि 'विद्याकामो यज्ञादीननुतिष्ठेद्' इति विपरिग मिते विद्याकामाधिकारविधौ ब्राह्मणपदस्याधिकारिविशेषसमर्पकत्वं युज्यते, उद्देश्ये विशेषणायोगात । (૩) શંકા થાય કે આમ હોય તો પણ “જનક વગેરેએ કમથી જ મુક્તિ મેળવી (ભ. ગી. ૩. ૨૦) ઈત્યાદિ સ્મૃતિનો નિર્વાહ કેવી રીતે થશે ? એ વિી સ્કૃતિનું તાત્પર્ય વિદ્યા માટેના કર્મના અનુષ્ઠાનપરક છે એવું નથી. કારણ કે વિવિદિષા અંગેના વાકયમાં “બ્રાહ્મણ શબ્દ પ્રત્યે હોવાથી બ્રાહ્મણને વિદ્યા માટેના કમમાં અધિકાર છે એવું પ્રતીત થાય છે. તેથી જનક આદિએ કરેલા કર્માના સીધે જ મુક્તિમાં ઉપગ છે એમ કહેવું જોઈએ. (આ શંકાને ઉત્તર છે કે) આવુ ન બેલશે, કારણ કે વિવિદિષા-વાકયમાં “બ્રાહ્મણું” નું ગ્રહણ રોવર્ણિકનું ઉપલક્ષણ છે ( બ્રાહ્મણ થી ત્રણેય વર્ણના માણસે સમજવાના છે-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય; જેમ માનનીય વાર્તિકકારે કહ્યું છે: "અને અહીં વિવિદષા-વાકયમાં) “બ્રાહ્મણનું ગ્રહણુ દ્વિજોનું ઉપલક્ષણ છે, કારણ કે આત્મજ્ઞાન કરાવનાર સાધનમાં સવને સરખે અધિકાર છે.” (બૃહદારણ્યકેપનિષદુભાવાર્તિક, પૃ ૧૮૮૯). ‘વિઘાની અભિલાષા સેવનારે યજ્ઞાદિનું અનુષ્ઠાન કરવું” એમ વિપરિણત કરાતા વિશાભિલાષીના અધિકારવિધિમાં “બ્રાહ્મણ પદ અધિકારી વિશેષ(બ્રાહ્મણનું બેધક છે એમ માનવું યુક્ત નથી, કારણકે ઉદ્દેશ્યમાં વિશેષથનો સમધ નથી હોતા. વિવરણ: કર્મોને વિવિદિષા દ્વારા વિદ્યામાં વિનિયોગ છે એવું નિરૂપણ કર્યા પછી ગૌવણિકને (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણના માણસને અધિકાર છે એમ (શંકા અને ઉત્તર રજૂ કરીને સિદ્ધ કરે છે. તાનિતુવિજ્ઞાન ધ વોવ મહામુને એમ જ્ઞાનકમના સમુચ્ચયનું પ્રતિપાન કરનાર સ્મૃતિવાક્ય છે તેને વિવિદિષા-વાક્ય સાથે વિરોધ નથી તેથી “જ્ઞાન બ્રહ્મપ્રાપ્તિનું સાક્ષાત્ સાધન છે અને કર્મ વિદ્યા દ્વારા બ્રહ્મપ્રાપ્તિનું સાધન છે' એ કમસમુચ્ચય પરક આ વાક્યનું તાત્પર્ય છે એવું માની લઈએ તે પણ “જનક વગેરેએ કર્મથી જ મુક્તિ મેળવી એ સ્મૃતિથી કર્મથી અતિરિક્ત ઉપાયને નિષેધ હોવાથી જનક વગેરેએ કરેલાં કમેને મુક્તિમાં સાક્ષાત્ ઉપયોગ હતો એમ પ્રતીત થાય છે. અને આ વિવિદિશા વાકયથી વિરુદ્ધ છે. તે આ સ્મૃતિની ઉપપતિ કઈ રીતે બતાવી શકાશે ? શુદ્ધિ દ્વારા કમથી જ વિદ્યા (સ સિદ્ધિ પ્રાપ્ત કરી' એ અર્થ લઈ શકાશે નહિ કારણ કે વિવિદિષા-વાકયમાં બ્રાહ્મણ પદ છે તેથી બ્રાહ્મણ સિવાય કેઈને વિવિદિવા-વાકયમાં કહેલા વિદ્યાના સાધનભૂત કમમાં અધિકાર નથી. તેથી કમ મુક્તિનું સાક્ષાત્ સાધન છે એમ જ માનવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy