SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ सिद्धान्तलेशसमहः अथवा 'जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य मडिमानमिति वीतशोकः (मुण्डल ३.१.२) इत्यादिश्रवणात् भिन्नात्मज्ञानाद मुक्तिरिति भ्रमसम्भवेन मुक्तिसाधनज्ञानाय भिन्नात्मविचाररूपे शास्त्रान्तरश्रवणेऽपि पक्षे प्रवृत्तिस्स्यादित्यद्वैतात्मपरवेदान्तश्रवणनियमविधिरयमस्तु । इहात्मशब्दस्य 'इदं सर्वं यदयमात्मा' इत्यादिप्रकरणपर्यालोचनया अद्वितीयात्मपरत्वात् । न हि वस्तुसत्साधनान्तरप्राप्तावेव नियमविधिरिति कुलधर्मः, येन वेदान्तश्रवणनियमार्थवत्त्वाय नियमादृष्ट नन्यस्वप्रतिबन्धककल्मपनिवृत्तिद्वारा सत्तानिश्चयरूप ब्रह्मसाक्षात्कारस्य वेदान्तश्रवणैकसाध्यत्वस्याभ्युपगन्तव्यत्वेन तत्र वस्तुत: साधनान्तराभावान्न नियमविधियुज्यत इति आशङयेत; किन्तु यत्र साधनान्तरतया सम्भाव्यमानस्य पक्षे प्राप्त्या विधित्सितसाधनस्य पाक्षिक्यप्राप्तिनिवारयितुं न शक्यते तत्र नियमविधिः। तावतैवाप्राप्तांशपरिपूरणस्य तत्फलस्य सिः। અથવા “જ્યારે ઋષિસંઘથી) સેવેલા એવા (બુદ્ધિ આદિથી) અન્ય ઈશને જયારે જુએ છે ત્યારે શકરહિત એ તે તેના મહિમાને પ્રાપ્ત કરે છે” (મૃડક ૩.૧.૨) ઇત્યાદિ ઋતિ–વચનો હોવાથી (જીવથી) ભિન્ન એવા આત્માના જ્ઞાનથી મુક્તિ થાય છે એવા ભ્રમને સંભવ છે; તેથી મુક્તિના સાધનરૂપ જ્ઞાનને માટે ભિનન એવા આત્માના વિચારરૂપ (બ્રહ્મમીમાંસાથી) અન્ય શાસ્ત્રના શ્રવણમાં પણ પક્ષમાં પ્રવૃત્તિ હોઈ શકે, તેથી અતિ રમવા આત્મતાપરક વેદાન્તના શ્રવણ અગે ભલે આ નિયમવિધિ છે. કારણ કે અહી “આત્મન' એ શબ્દ અદ્વિતીય આમપરક છે એમ “ સર્વ વચમારકા' (અ મા આ જે કંઈ બધું છે એ છે) વગેરે પ્રકરણની પર્યાલચનાથી સમજાય છે. સાચું બીજ સાધન હોય તેની પ્રાપ્તિ હોય તો જ નિયમવિધિ હોઈ શકે એ કુલધર્મ તે નથી, જેથી કરીને નિયમની સાર્થકતા માટે એવી આશંકા થાય કે નિયમથી જન્ય અદૃષ્ટથી ઉપાઘ એવી પિતાના (સાક્ષાત્કારના) પ્રતિબંધક કલમષની નિવૃત્તિ દ્વારા સત્તાના નિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કાર વેદાન્તશ્રવણરૂપ એક (ઉપાયથી) સાધ્ય છે એમ સ્વીકારવું જરૂરી બનતું હોવાથી ત્યાં (એની બાબતમાં) બીજું સાધન ન હોવાથી આ (છોલઃ વિધિ) નિયમવિધિ તરીકે યુક્ત નથી. (જે નિયમવિધિ માટે બીજા જે સાધનની સંભાવના હોવી જોઈએ એ વાસ્તવમાં સાધન હોવું જોઈએ એ અનિવાર્ય હોય તો નિયમ વિધિની સાર્થકતાને માટે આમ માનવું પડે; પણ એ બિલકુલ જરૂરી નથી; કોઈ સાધનની સંભાવના હોય એ જ પૂરતું છે. પણ જ્યાં બીજા સાધન તરીકે જેની સંભાવના હોઈ શકે તેની પક્ષમાં પ્રાપ્તિ હેવાથી જેનું વિધાન કરવા ધાયું છે તે સાધનની પક્ષમાં અપ્રાપ્તિ નિવારી શકાતી નથી ત્યાં નિયમવિધિ (આવશ્યક) છે, કારણ કે તેટલા માત્રથી જ અપ્રાપ્ત અંશના પરિપૂરણરૂપ તેના ફલની સિદ્ધિ થાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy