________________
તૃતીય પરિક
૩૫ કર્મ વિદ્યા અથે છે એ પક્ષમાં પણ વિવિદિષા સુધી જ જે કમનું અનુષ્ઠાન હોય તે (કર્મ) વિવિદિષા અર્થે છે એ પક્ષથી (આ પક્ષનો) શે ભેદ છે? એવી શંકા થાય તો ઉત્તર છે કે આ ભેદ છે–કમ વિદ્યા અથે છે એ પક્ષમાં દ્વારભૂત વિવિદિષાની સિદ્ધિ પછી કર્મ અટકી જાય તે પણ તેમને ત્યાગ કરવામાં આવે તે પણ) (અદષ્ટ દ્વારા) ફળ સુધીનાં, વિશિષ્ટ ગુરુની પ્રાપ્તિથી નિવિન. શ્રવણ, મનન આદિ સાધના જેમાં નિવૃત્તિ મોખરે છે તેમનું સંપાદન કરીને (કર્મ) વિદ્યાનાં ઉત્પાદક બને જ છે એ નિયમ છે. જ્યારે કમ વિવિદિષા અથે છે એ પક્ષમાં શ્રવણદિમાં પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા સમર્થ એવી ઉત્કટ ઇચ્છાના સંપાદન માત્રથી (કર્મોની) કૃતાર્થતા છે તેથી કર્મ અવશ્ય વિદ્યા ઉત્પન્ન કરનારાં હાય જ એ નિયમ નથી; જેમ “જેના આ ચાળીસ સંસ્કારે છે ઈત્ય દિ
સ્મૃતિમૂલક પક્ષ કે કમેં આત્મજ્ઞાનની ચોગ્યતાના સંપાદક મલાપકર્ષણરૂપ અને ગુણાધાનરૂપ સંસ્કાર અથે છે– તેમાં (ઉક્ત નિયમ નથી) એમ (વિવરણને અનુસરનારા) કહે છે. (૧)
વિવરણ: સ્વાભાવિક રીતે જ શંકા થાય કે કર્મોને વિનિયોગ વિવિદિષામાં છે એ પક્ષમાં જેમ વિવિદિષાના ઉદય સુધી જ યાદિનું અનુષ્ઠાન છે એ નિર્વિવાદ છે તેમ કર્મોને વિનિયોગ વિદ્યામાં છે એ પક્ષમાં પણ વિવિદિષા પર્યત જ કમનું અનુષ્ઠાન હોય તે બે પક્ષોમાં શો ભેદ છે? તેનો ઉત્તર એ છે કે કમના અનુષ્ઠાનમાં ભેદ ન હોય તે પણ ફળની દષ્ટિએ ભેદ છે. કર્મ વિવિદિષા અથે છે એ પક્ષમાં યજ્ઞાદિ કર્મથી ઉત્પન્ન થયેલું અદષ્ટ શ્રવણદિમાં પ્રવૃત્તિ પયતની રુચિ જેને વિવિદિષા કહી છે તે ઉપન્ન કરીને નષ્ટ થાય છે કારણ કે અદષ્ટને નાશ એક તેના ફળથી જ થાય છે. વિવિદિષાની ઉત્પત્તિ પછી શ્રવણદિમાં પ્રતિબ ધક પાપ ન હોય તે વિવિદિષાના બળે જ શ્રવણુદનું સંપાદન કરીને તે મુમુક્ષુ વિદ્યા મેળવે છે. પણ શ્રવણુદિમાં પ્રતિબંધક પાપ હોય તે યન કર્યા છતાં પણ શ્રવણાદિ પ્રાપ્ત થતાં નથી તેના પરથી તેનું અસ્તિત્વ નક્કી કરીને તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે; પ્રાયઃ એવું બને છે કે તેના નિવતક ઉપાયનું અનુષ્ઠાન ન થવાને કારણે અથવા તેના અનુકાનમાં પણું ઘણું બધાં વિને હેય તેને કારણે શ્રવણાદિ સંભવતાં નથી અને તેથી જ્ઞાનનો ઉદય થતું નથી. દૃષ્ટાંત આપી શકાય કે ઔષધના બળે અન્ન ખાવા તરફ રુચિ ઉત્પન્ન થતાં કઈ પ્રતિબંધ વિના અનની પ્રાપ્તિ થાય તે તેના ભક્ષણથી કૃશતાની નિવૃત્તિ સિદ્ધ કરી શકાય છે. પણ જે અન્ન પ્રાપ્ત ન થાય તે તેને મેળવવા એ માણસ યત્ન કરે છે. જે યત્ન કર્યા છતાં અન્ન ન મેળવી શકે તે કૃશતાની નિવૃત્તિ સિદ્ધ કરી શકતો નથી; એ જ રીતે અહી પણ કર્મથી વિવિદિષા પ્રાપ્ત થતાં જ્ઞાન ઉત્પન્ન થાય જ એ નિયમ નથી. કર્મોને વિનિયોગ વિવિદિષામાં છે એને માટે કર્મોને વિનિગ સંસ્કારમાં છે એ પક્ષનું ઉદાહરણ આપ્યું છે. જે માણસને શ્રૌત-સ્માત એવા ચાળીસ સંસ્કાર છે અને શમ આદિની સંપત્તિ છે : તેવા કર્મોથી સંસ્કાર પામેલા વિદ્યાધિકારીને શ્રવણુદિ પ્રાપ્ત થતાં તત્ત્વજ્ઞાન દ્વારા પરબ્રહ્મની : પ્રાપ્તિ થાય છે અને શ્રવણુ આદિ સાધન ન પ્રાપ્ત થાય તે પુણ્ય લેકની પ્રાપ્તિ થાય છે. • આમ કર્મ સંસ્કાર અથે છે એ પક્ષમાં કમ જ્ઞાનને ઉત્પન્ન કરે જ એવો નિયમ નથી કારણ કે કમ સંસ્કાર ઉત્પન્ન કરીને જ ચરિતાર્થ થઈ જાય છે તેથી વિદ્યાની ઉત્પત્તિ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org