________________
૩૦
सिद्धान्तलैशसङ्ग्रहः
યજ્ઞાદિના વિનિયોગ યુક્ત નથી. આવી શકા કાઈ કરે તેા ઉત્તર છે કે ના. અન્ન પ્રત્યેના દ્વેષને કારણે કૃશ (પાતળે, નખળા) થઈ ગયેલા માણસને તે (કૃશતા) દૂર કરવા માટે અનવિષયક ઉત્કંઠારૂપ ઇચ્છા હેવા છતાં પશુ ઉત્કટ અજીણુ આદિથી ઉત્પન્ન થયેલા ધાતુવૈષમ્યના દોષને લીધે તે ખાખતમાં (અન્ન ખાવાની બાબતમા) તેની પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ તેને થતી નથી તેથી તે (અન્ન)ને વિષે રુચિ ઉત્પન્ન કરે એવા ઔષધનું વિધાન હોય છે. તેની જેમ બ્રહ્મ નિરતિશય અન રૂપ છે અને તેની પ્રાપ્તિમાં વિદ્યા સાધન છે એ બાબતમાં, પ્રાચીન અનેક જન્મમાં ફળની ઇચ્છા વિના કરેલાં નિત્ય-નૈમિત્તિક કર્મોથી ઉત્પન્ન થયેલી ચિત્ત-પ્રસન્નતાના બળે, જેને વિશ્વાસ પ્રાપ્ત થયેા છે એવા માણુસને બ્રહ્મની પ્રાપ્તિ અને વિદ્ય ની બાબતમાં તેમના પ્રત્યે ઉન્મુખતારૂપ ઇચ્છા હોવા છતાં પણ અનેક જન્મામા સ ચિત ( ભેગાં કરેલાં ) અનેક પપ્પાનો દોષ, આસ્તિક કામુકમાં હૈય ક* પ્રત્યે વલણની જેમ, તેમાં વિષ ભેગ પ્રત્યે વલણ ઉત્પન્ન કરે છે તેને લીધે પ્રતિબંધ (રુકાવટ) થતા હાવાથા વિદ્યાનાં સાધન શ્રવણાદિ વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ ઉત્પન્ન થતી નથી. તેથી પ્રતિમધને દૂર કરીને તેનું (શ્રવણાદિમાં પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ જેને વિવિદ્વિષા કહેવામાં આવે છે તેનું) સંપાદન કરી શકે તેવાં યજ્ઞાદિનું વિધાન ઉપપન્ન છે (માટે શંકા ખરાખર નથી).
વિવરણ : વિવિદિષામાં કર્મીને વિનિયોગ છે એ બાબતમાં ખીજી રીતે વાંધા રજૂ કર્યાં છે. વેદનની ઇચ્છા જો યજ્ઞાદિનુ ફળ હાય તા વેદનેચ્છા વિષયક ઇચ્છાથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન થય છે એમ કહેવું જોઈએ. અને વેદનેચ્છા સ્વતઃ ફળ હોઈ શકે નહિ તેથી વેદન દ્વારા મુક્તિ તેનુ ફળ છે એમ કહેવું જોઈએ. આમ આ ક્રમ પ્રાપ્ત થાય છે—પહેલાં મુક્તિ સ્વત: પુરુષા છે એ દાનથી મુક્તિને વિષે ઇચ્છા, પછી વેન મુક્તિનુ સાધન છે એ જ્ઞાનથી વેનને વિષે ઇચ્છા, પછી વેદનેચ્છા એ વેદનનું સાધન છે એ દાનથી વેનેચ્છાને વિષે ઇચ્છા અને આમ યજ્ઞાદિનું અનુષ્ઠાન. આમ હોય તે વેદનેચ્છારૂપ વિવિદિષાના ઉદ્દેશ્યથી યજ્ઞાદિના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારને વિવિાિના ફળભૂત બ્રહ્મવેદનને વિષે ઈચ્છા છે કે નહિ ? જો હાય તા વિવિદ્વિષા છે જ માટે તેને માટે યજ્ઞાદિનું અનુષ્ઠાન જરૂરી નથી. અને જો વિવિદ્વિષાના ફ્લરૂપ વૈદનની ઇચ્છા ન હોય તો વિવિાિને વિષે પણ ઇચ્છા નહીં હોય અને તેથી વિવિદિવાના ઉદ્દેશ્યથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન નહીં થાય.
આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે વિવિષિા અર્થે યજ્ઞાદિનુ અનુષ્ઠાન કરનારને વેદનવિષયક ઇચ્છા હોય જ છે. પણ તેટલા માત્રથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન વ્ય નથી બની જતું. વિવિદ્વિષા એ પ્રકારની છે—વિદ્યા પ્રત્યે ઉન્મુખતા પ્રકારની અને રુચિ પ્રકારની. વૈદન કે વિદ્યા પ્રત્યેની ઉન્મુખતા પ્રકારની વિવિદ્વિષા તો યજ્ઞાદિના અનુષ્ઠાનની પહેલાં પણ હેાય છે તેથી તેને લઈને વેદનની સાધનભૂત વિવિાિને વિષે કામના સભવે છે. માટે વિવિાિને અથે' યજ્ઞાğિ અનુષ્ઠાન ઉપપન્ન છે જે વિદ્યા પ્રત્યેની રુચિ પ્રકારની વિવિદિષા છે તે યજ્ઞાદિના લરૂપ છે અને તે યજ્ઞાદિના અનુષ્ઠાન પછી જ થાય છે. માટે વિવિદ્વિષામાં યજ્ઞાદિના વિનિયોગ યુક્ત છે. આ સમજાવવા ઉદાહરણ આપ્યું છે. અન્ન પ્રત્યે અરુચિ થઈ જવાને કારણે કોઈ માણુસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org