SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ જ. सिद्धान्तलेशसमहः સાથે જ એ જ સમયમાં (ક્ષણમાં) હવેલીની અંદર વ્યાપનાર પ્રભામંડલના : વિકાસ અને એનું આચ્છાદન કરતાં એ જ સમયમાં (ક્ષણમાં તેના (પ્રભા- : મંડલના) સંકેચ આદિને નહી અનુસરનારના મતમાં પરમાણુની ઉત્પત્તિ અને નાશ માટે સંગ અને વિભાગની) પ્રક્રિયાને સંભવ નથી તેથી આ સ્વીકારવામાં નથી આવતું. અને વિવર્તવાદમાં ઔદ્રજાલિકે (જાદુગરે) બતાવેલા શરીરની જેમ અ ના ઉમેરા વિના જ માયાથી શરીરની વૃદ્ધિ ઉપપન્ન છે. - વિવરણ: ત્રીજો પક્ષ લઈને અનુસંધાને–અનનુસંધાનનું નિરૂપણ કરે છે. શરીર એક હેય તે અનુસંધાન થાય છે જેમ કે બાલ્યાવસ્થામાં જે અનુભવ્યું હોય તેનું યૌવન કે વૃદ્ધાવસ્થામાં અનુસંધાન થાય છે, જ્યારે શરીરનો ભેદ હોય તો અનુસંધાન થતું નથી જેમકે એક જન્મમાં જે અનુભવું હોય તેનું અન્ય જન્મમાં અનુસંધાન થતું નથી. શ કા થાય કે બાલ્ય અને યૌવનમાં પણ શરીર તે જુદાં જ છે કારણ કે તેમનાં પરિમાણ જુદાં છે, અને ઉત્તર છે કે બાલાદિ અવસ્થાઓને ભેદ હોવા છતાં શરીરને ભેદ નથી કારણ કે “આ એ જ શરીર છે” એમ પ્રત્યભિજ્ઞા થતી જોવામાં આવે છે. આરંભવા (ન્યાયવૈશેષિકને માન્ય કાર્યકારણવાદ)ને આધારે શંકા રજૂ કરી શકાય કે અવયવો ઉમેરો થાય તે સિવાય પરિમાણને ભેદ સંભવે નહિ. પૂવરસિદ્ધ શરીરની આજુબાજુ આ પાછળથી આવતા અવયે જોડાઈ શકે નહિ. તેથી પૂર્વ સિદ્ધ શરીરનો નાશ થાય છે, પછી તેના અવયવો અને નવા ઉમેરાયેલા અવયવો મળીને એક બીજુ શરીર ઠયણુક, ચણુક આદિ કમથી ઉત્પન્ન કરે છે એમ માનવું જોઈએ. માટે પરિમાણમાં ભેદ હોય તે શરીરમાં ભેદ હોવો જ જોઈએ. પ્રત્યભિજ્ઞા થાય છે તે શરીરવ સામાન્ય વિષયક છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે દીવો મૂકવામાં આવતાં એ જ ક્ષણમાં પ્રદીપપ્રભા સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય છે અને દીવાની વાટ ઢાંકી દેતાં એ જ ક્ષણે દીવાની પ્રભાને સ કે ય થાય છે, આ અને ઉપાદાન અને ઉપાદેયના સામાનાધિકરણ્યને અનુભવ થાય છે ઇત્યાદિને જે અનુસરો નથી તેના મનમાં ઉત્પત્તિ અને નાશની પરમાણુપ્રક્રિયા સંભવતી નથી તેથી આ સ્વીકારી શકાય નહિ દ્વાણુક આદિ ક્રમથી ધૂળ ઉત્પત્તિ થાય છે એમ માનનાર પક્ષમાં વિલંબ ભાન જ પડે, તેથી જ સમસમયના અનુભવને – પ્રકાશ એ જ કાળમાં વિકાસ પામે છે એ અનુભવને-વિરોધ થાય છે. પરમાણુના સ યોગના નાશના ક્રમથી પ્રભા આદિને નાશ થાય તેમાં પણ વિલંબ માનવો પડે. વળી બારંભવાદમાં ઉપાદાન અને ઉપાદેયમાં અત્યન્ત ભેદ માને છે તેથી સામાનાધિકરણ્યના અનુભવને વિરોધ થાય છે માટે તે વાદ છેઠી જ દેવે જોઈ એ એવો ભાવાર્થ છે. જે અવયવના ઉમેરાના. ક્રમથી બીજા શરીરની ઉત્પત્તિ માનવામાં ન આવતી હોય તે એક શરીરમાં નાનું-મોટું એમ વિરુદ્ધ પરિમાણુ કેવી રીતે સંભવે–એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે વિવાદમાં જાદુગરે બતાવેલા શરીરમાં થાય છે તેમ અવયના ઉમેરા વિના મારાથી શરીરમાં વૃદ્ધિને સંભવ છે. આમ કહી શકાય કે બાલ્ય અને યૌવન કે વૃદ્ધાવસ્થામાં શરીર એક હોવાથી અનુસંધાન છે જ્યારે શરીરના ભેદને કારણે જન્માક્તરમાં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy