________________
૩૮૨
fસત્તશરણઃ છે એટલે પ્રકાશ છે એમાં શંકા નથી આ ઓરડીમાં અચાનક કે માણસ દાખલ થાય તે તેને અંધારું લાગે છે અને આ કલ્પિત અધંકાર સાચા, બધાને જાણતા અધિકાર જેવું કામ કરે છે–આવરણાદિ કરવાનું, તેથી કેટલાકના મતે જાગ્રત અવસ્થામાં પણ અસત્યની સત્ય અર્થ ક્રિયાકારિતા હોય છે
अन्ये तु पानावगाहनाद्यर्थक्रियायां जलादिस्वरूपमात्रमुपयोगि न तद्गतं सत्यत्वम् । तस्य कारणत्वतदवच्छेदकत्वयोरभावादिति कि तेन । न चै सतिं मरुमरीचिकोदकशुक्तिरजतादेरपि प्रसिद्धोदकाधुचितार्थक्रियाकारित्वप्रसङ्गः । 'मरीचिकोदकादावुदकत्वादिजातिर्नास्तीति तद्विषयकभ्रमस्य उदकशब्दोल्लेखित्वं तदुल्लेखिपूर्वानुभवसंस्कारजन्यत्वप्रयुक्तम्' इति तत्त्वशुद्धिकारादिमते तत्तदर्थक्रियाप्रयोजकोदकत्वादिजात्यभावादेव तदप्रसङ्गात् । ' યા બીજા કહે છે કે પીવું, નહાવું ઈત્યાદિ અવક્રિયામાં જળ આદિનું માત્ર સ્વરૂપ ઉપયોગી છે, તેમાં રહેલું સત્યત્વ નહીં, કારણ કે તે (સાયત્વ)માં કારણ અને તેનું (કારણવનું) અ છેદકત્વ નથી, માટે તેનું શું પ્રજન? અને “અ મ હેય તે મરુમરીચિકાજળ (મૃગજળ), શુક્તિરજત આદિની પણ પ્રસિદ્ધ જળ આદિને ઉચિત એવી અર્થ પ્રક્રિયા કારિતા પ્રસક્ત થશે–એમ (દલીલ કરવી) નહિ. મરીચિકાજળ આદિમાં જલવ આદિ જાતિ નથી માટે તેને વિષેનો ભ્રમ જળ શબ્દના ઉલેખવાળે છે તે તે ઉલ્લેખવાળા પૂર્વ અનુભવના સંસ્કારથી જન્મે છે તેને કારણે છે–એ તવશુદ્ધિકાર આદિના મતમાં તે તે અર્થક્રિયામાં પ્રાજક (કારણભૂત) જલત આદિ જાતિના અભાવથી જ તને (પ્રસિદ્ધ જળ આદિના જેવા અર્થકારિત્વને) પ્રસંગ નથી (તેથી ઉપયુક્ત દલીલ બરાબર નથી). - વિવરણ : જગતને સત્ય માનનારા પણ એમ નહીં કહી શકે કે અર્થ ક્રિયાકારિત્વ એટલે જ સત્યત્વ, કારણ કે આ ક્રિયાની ઉત્પત્તિ ન હોય એવી દશામાં પણ ઘટ આદિ સત્ય હોય છે. પણ એમ કહી શકે કે “સત્યત્વ અથક્રિયાનું પ્રયોજક છે'. તે શું સાવ અથક્રિયાના કારણુ તરીકે અભિપ્રેત છે કે કારણુતાવછેદક તરીકે? બેમાંથી કઈ વિકલ્પ યુક્ત નથી. જળ આદિ સ્વરૂપ જ કારણ તરીકે ઉપયોગી છે અને જલવ આદિ સ્વરૂપ જ કારણુતાયછેદક તરીકે ઉપયોગી છે. (મૂળમાં “જલાદિ પદ છે તે જલવ આદિને પણ સંગ્રહ કરનારે છે એમ સમજવું જોઈએ, પણું અથક્રિયામાં જલ આદિની સત્યતાને કઈ ઉપયોગ નથી. જળ આદિન સ્વરૂપથી અતિરિક્ત તરીકે સત્યત્વ કારણ નથી, અને કારણુતાનું અવચછેદક પણ નથી. આમ સત્ય ન હોય તો પણ પ્રપંચમાં અથ ક્રિયાકારિત્વ સંભવે છે તેથી મિથ્યાત્વને વિરોધ નથી.
શકા : એવું જે હોય તે મમરીચિકા જળથી પણ સ્નાનાદિ અથક્રિયા થવી જોઈએ (મભૂમિમાં સંસૃષ્ટ કિરણમાં આરેપિત જળ તે મમરીચિકાજળ).
ઉત્તર : આ જળ તે જલાભાસ છે તેથી તેમાં જલત્વ જાતિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org