SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૨ सिद्धान्तलेशसम्मेहः નીલ રંગ, વિશાળતા વગેરેના અધ્યાપ (–સત્ય વસ્તુ પર અસત્યવસ્તુને આપ તે અધ્યારોપ--)થી યુક્ત ગગનનું ગ્રહણ કરાવ્યા પછી “વસ્તુતઃ આ ન લ રંગ આદિથી યુક્ત નથી' એમ તેના અપવાદ (નિષેધ, બાધ)થી “ગગન તત્વ રૂપરહિત વ્યાપક છે એમ સમજાવે છે, તેમ ઉપનિષદે પણ પહેલાં સુષ્ટિ આદિ વિષયક વાકયોથી એ બધ કરાવે છે કે, “આકાશ આદિના સગ', પ્રલય આદિનું જે કારણ છે તે બ્રહ્મ'. આમ અધ્યાપિત સગ આદિથી યુક્ત તરીકે બ્રહ્મનું જ્ઞાન કરાવીને પછી નિષેધવાથી અધ્યાપિત સર્ગ આદિને અપવાદ કરીને નિપ્રપંચબ્રહ્મામૈકયનું પ્રતિપાદન કરે છે. આમ સુષ્ટિ આદિ વિષયક વાકો નિષેધવાકયોને જે નિષેધ્યની અપેક્ષા છે તેનું સમર્પણ કરનારાં છે અને તેથી નિષેધવાક સાથે તેમની એકવાક્યતા હેવાથી સુષ્ટિવાકયાનું પ્રયોજન પણ નિપ્રપંચ બ્રહ્મનું જ્ઞાન કરાવવાનું છે. પિતાને જે વાચ્યાર્થ છે–સુષ્ટિ આદિનું પ્રતિપાદન–તેટલાથી જ તે ચરિતાર્થ નથી. અર્થવાદ વાકોની જેમ તે પિતાના અર્થનું પ્રતિપાદન કરતાં હોય તો ફળને અભાવ હોય અને ફળ રહિત અર્થમાં વેદનું તાત્પર્ય હોઈ શકે નહિ. માટે સૃષ્ટિ આદિ વિષયક વાક્યને પોતાને અથ છેડીને તેમનું નિષ્મપંચબ્રહ્મામૈકયમાં તાત્પર્ય કલ્પવું એ યુક્ત જ છે કારણ કે એ જ્ઞાનનું મુક્તિરૂપ ફળ છે એમ શ્રુતિથી સિદ્ધ છે. આમ પહેલાં અધ્યારથી સપ્રપંચબ્રહ્મનું જ્ઞાન થાય છે; પછી પ્રપંચના અપવાદથી એ જ બ્રહ્મના નિષ્મપંચત્વનું જ્ઞાન થાય છે. પૂર્વજ્ઞાન ઉત્તર જ્ઞાનને શેષ હોય છે, સ્વતંત્ર નથી હતું. શકા : જે સુષ્ટિ આદિ વિષયક શ્રુતિવચનનું પિતાના વાગ્યાથમાં તાત્પર્ય જ ન હેય તે પછી બ્રહ્મસૂત્ર અને તેના પરના ભાગ્ય આદિ ગ્રંથમાં આવાં વાક્યોમાં પરસ્પર વિરોધ જેવું દેખાય –કઈ શ્રુતિમાં આત્મામાંથી બધાં ભૂત ઉત્પન્ન થાય છે એમ કહ્યું હેય, બીજી શ્રુતિમાં દમ બતાવ્યું હોય, કઈક શ્રુતિમાં આકાશ, વાયુની ઉત્પત્તિની વાત જ ન હોય, વગેરે–તેને પરિહાર કરવા માટે આટલે બધે પ્રયત્ન કર્યો છે એ શું વ્યર્થ ? ઉત્તર : બ.સ્. બીજા અધ્યાયના વિચાર (બ.સ. ૨.૩) અને વાળવાર (બ્રા સૂ.૨.૪) નાં અધિકરણમાં જે સિદ્ધાન્તન્યાનું નિરૂપણ કર્યું છે તેને વિષે એમ સમજવું કે વેદાર્થ નિર્ણયના સિદ્ધાંતે શીખવવા ધાર્યા છે તેને માટે આ પ્રયત્ન કર્યો છે. આ ન્યાય સષ્ટિ આદિ વિષયક વાકયોના અર્થના અવિરોધના નિર્ણય માટે અપેક્ષિત ન હોવા છતાં શ્રુતિના તાત્પર્યના વિષય અંગે કયાંક વિરોધ પ્રસક્ત થાય તે તેના સમાધાનમાં તેમને ઉપયોગ થશે એવા આશયથી સૂત્રકાર આદિએ આ યત્ન કર્યો છે અને આ દૃષ્ટિએ તે પ્રોજનવાળે છે. આ શ્રુતિ નું તાત્પર્ય સુષ્ટિ આદિ વિષયક છે . એમ કામ ચલાઉ રીતે માનીને વિરોધના સમાધાન અને અવિરેાધની સિદ્ધિ માટેના ન્યાયનું પ્રતિપાદન કર્યું છે, પણ વારતવમાં સષ્ટિ આદિ વિષયક કૃતિઓ બ્રહ્માત્મકપરક જ છે તેથી સુષ્ટિ આદિ વિષે તાત્પર્ય છે જ નહિ. બ્રહ્મામેકય ઉપરાંત એ વાકોનું સ્વાર્થમાં પણ તાત્પર્ય હોય તો એક વાકયમાં બે અર્થ થતાં વાક્યભેદને પ્રસંગ થાય. વળી તેમના પિતાના અર્થમાં તે ફલાભાવ છે. તેથી એ અભિપ્રેત અર્થ નથી, કપતરકાર અમલાનંદે પિતાના બ્રહ્મસૂત્રાનું ગામી વ્રય શાસદણમાં (૧.૪૪) આ જ વાત કરી છે. * ૬ - . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy