SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિછેદ ૩પ૭ ઉત્તર : ના, સ્વતઃ અપરોક્ષ છવચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય તે પણ મુશ્કેલી નથી. જ્યારે ગજ આદિને અબ્બાસ થાય છે ત્યારે જ તેના અધિષ્ઠાનને વિષય કરનારી અન્તઃકરણવૃત્તિ કે અવિદ્યાવૃત્તિ ઉત્પન્ન થાય છે. આમ સ્વગાદિના અધિષ્ઠાનભૂત ચૈતન્યને વૃત્તિવાળા અને કરણ સાથે સંબંધ થતાં તેને પ્રમાતૃત્વ પ્રાપ્ત થાય છે અને પ્રમાતામાં તે સ્વપ્ન પદાર્થનું દ્રષ્યત્વ સંભવે છે, કારણ કે ઉક્ત પ્રકારે પ્રમાતૃશૈતન્ય અને વિષય-ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થાય છે. ___ अपरे तु द्वितीयं पक्षं समर्थयन्ते-अहङ्कारावच्छिन्नचैतन्यमधिष्ठानमित्यहङ्कारस्य विशेषणभावेनाधिष्ठानकोटिप्रवेशो नोपेयते, कि त्वहङ्कारोपहितं तत्प्रतिविम्बरूपचैतन्यमात्रमधिष्ठानमिति । अतो न 'अहं गजः' इत्याद्यनुभवप्रसङ्ग इति । જ્યારે અન્ય ચિંતક બીજા પક્ષનું સમર્થન કરે છે–અહંકારથી અવછિત્ર ચૈિતન્ય અધિષ્ઠાન છે માટે અહકારના વિશેષણ તરીકે અધિષ્ઠાન કોટિમાં પ્રવેશ સ્વીકારવામાં નથી આવતો પણ અહંકારથા ઉપહિત (–અહંકાર જેની ઉપાધિ છે તેવું-) તેમાં (અહંકારમાં પ્રતિબિંબરૂપ ચૈતન્ય માત્ર અધિષ્ઠાન છે એમ સ્વીકારવામાં આવે છે તેથી હું હાથી છુ' ઇત્યાદિ અનુભવને પ્રસંગ નથી – આ અનુભવ થ જોઈ અમ આક્ષેપ થઈ શકે નહિ.) વિવરણ : અહંકારથી અવછિન્ન ચૈતન્ય સ્વપ્નાયાસનું અધિષ્ઠાન છે એ પક્ષનું સમર્થન કરનારા અહંકારને વિશેષણ તરીકે અધિષ્ઠાન કોટિમાં પ્રવેશ માનતા નથી. શંકા : “આ ગજ છે એ જ્ઞાનને બદલે “હું હાથી છું” ઈત્યાદિ જ્ઞાન પ્રસક્ત ન થાય એટલા માટે અહ કાર અંશને સમાવેશ અધિષ્ઠાનમાં ન કરવમાં આવતું હોય તે અનવચિછન્ન ચૈતન્ય અધિષ્ઠાન છે એ જ વાત આવી ગઈ અને આગલા પક્ષથી તેને અભેદ થઈ જશે. . ઉત્તરઃ અન્તઃકરણમાં ચૈતન્યપ્રતિબિંબભૂત જે છવચૈતન્ય છે તેને જ અધિષ્ઠાન માનવામાં આવે છે. અને તે પરિચ્છિન્ન છે કારણ કે તેની ઉપાધિ પરિછિન છે. આમ અહમ' ઉલલેખનું પ્રયોજકે જે અહંકારરૂપ અન્તકરણ તેને અધિષ્ઠાન કેટિમાં પ્રવેશ ન હોવાથી હું હાથી છું' એવા અનુભવની કેાઈ શકતા નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ વિવેચન કરતાં કહે છે કે અવિદ્યામાં બિબભૂત બ્રહ્મચૈતન્ય અથવા તેમાં પ્રતિબિંબભૂત છવચૈતન્ય સ્વપ્નપ્રપંચાધ્યાસનું અધિષ્ઠાન છે એ મતમાં આ બને સવ પ્રમાતાને સાધારણ હોવાથી સ્વપ્ન પ્રપંચ પણ સાધારણું હોવું જોઈએ. જ્યારે અન્તઃકરણમાં પ્રતિબિંબભૂત ચૈતન્ય છે તેનું અધિષ્ઠાન હોય તો આ દેષ રહેતું નથી એ આશયથી આ બીજે પક્ષ પ્રવૃત્ત થયા છે એમ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy