________________
૩પ૬
. सिद्धान्तलेशसङ्ग्रहः છવચૌતન્યનું પણું વ્યાપક શ્રુતિ અને તેને અનુકૂલ ન્યાયથી જ ગમે છે તેથી શંકાકારે આપેલા દષ્ટાંતની સિદ્ધિ નથી. માટે બિંબભૂત અનવછિન્ન બ્રહ્મચૈતન્ય અધિષ્ઠાન થઈ શકે નહિ. તેથી પોતાની મેળે, વૃત્તિ વિના જ અભિવ્યક્ત થયેલું આતર રૌતન્ય જ
અધિષ્ઠાન છે. આ અપરોક્ષરૂપ જે શક્તિરજત આદિની ભ્રમરૂપ અપક્ષ બુદ્ધિ (જ્ઞાન) તે અપરોક્ષ અધિકાનની અપેક્ષાથી થાય છે. અધિષ્ઠાન અપરોક્ષ હોય એટલું જ જરૂરી છે, અધ્યસ્ત રૂપાદિની જેમ જ તે જ ઇન્દ્રિયથી અપરાક્ષ હોય એ જરૂરી નથી. અધિષ્ઠાનની અપરોક્ષતા કયારેક સ્વતા હોય છે, કયારેક મનથી થાય છે અને ક્યારેક ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયના સ નિકથી થાય છે. જેમ કે શક્તિના ઈદમ' અંશને નયન સાથે સંનિકર્ણ થતાં તેની રજતાધ્યાસ માટે જરૂરી એવી અપેક્ષતા સંભવે છે, અન્યથા નહિ એમ અન્વય-વ્યતિરેકથી જાણવા મળે છે તે જ રીતે ગગન-નીલતા આદિના અધ્યાસને માટે જરૂરી ગગનથી અવછિન ચૈતન્યરૂપ અધિષ્ઠાનની અપરોક્ષતા મનથી થાય છે. (વ્યાખ્યાકાર કૃષ્ણનંદતીર્થ કહે છે કે મનથી' એ પદથી ગગનથી અવછિન્ન રૌતન્યને વ્યક્ત કરનાર આલેક આદિ વિષયક ચાક્ષુષ વૃત્તિ વિવક્ષિત છે. રૂહીન ગગનવિષયક ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી અને આંખ ખેલ્યા પછી જ “નીલ ગગન” ઈત્યાદિ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, નહિ તે થતું નથી. એ અન્વય-વ્યતિરેકથી જ્ઞાત થાય છે કે ગગનાવચ્છિન્ન ચૌતન્યની અભિવ્યક્તિમાં ચાક્ષુષવૃત્તિને ઉપયોગ છે. આમ ફળને આધારે અન્ય આકારવાળી વૃત્તિથી પણ અન્ય વસ્તુથી અવછિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ માનવામાં આવી છે. તેની ચર્ચા અદ્વૈતદીપિકા આદિ ગ્રંથમાં છે.) પ્રસ્તુત સ્વપ્નાયાસરૂપ શ્રમમાં સ્વતઃ અપક્ષ ચૈતન્ય અધિષ્ઠાન છે. આ વાતને સંક્ષેપશારીરકાર સર્વજ્ઞાત્મમુનિનું સમર્થન છે. મદુતદાપિકા વગેરે ગ્રંથમાં આની વિસ્તારથી ચર્ચા કરી છે. અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવતન્ય અહંકારથી અનવચ્છિન્ન હોવા છતાં અનાવૃત જ હોય છે તેથી તેની અભિવ્યક્તિ સ્વતઃ થાય છે.
' શંકા : જો સર્વગત છવચૈતન્ય અનાવૃત હોય તે ઘટાદિ વિષયના દેશમાં તે સદા હેવું જોઈએ તેથી ચાક્ષુષ વૃત્તિની અપેક્ષા વિના સદા સર્વ વિષયને અવભાસ થવો જોઈએ, પણ થતું નથી.
ઉત્તર : ના, સર્વત્ર હોવા છતાં તે ઉપાદાન ન હોવાથી ઘટ આદિ વિષયો સાથે તેને સંબંધ નથી. માટે જ સંબંધાથે વૃત્તિની અપેક્ષા હોવાથી જ્ઞાનેના નિયત વિષયો
* શકા: જે અવિદ્યા પ્રતિબિંબરૂપ જીવરમૈતન્ય જે શરીરની અન્તગત છે અને જેને વિશેષણ તરીકે કે ઉપાધિ તરીકે અહંકારની અપેક્ષા નથી અને જેને અનવછિન્ન રૌતન્ય કહેવામાં આવે છે તેમાં સ્વપ્નાયાસ માનવામાં આવે છે તે જ સ્વપ્નકાળમાં દ્રષ્ટા હોવું જોઈએ, પ્રમાતા નહિ કારણ કે પ્રમાતાનું અહંકાર સાથે તાદામ્ય હોય છે તેથી તેનાથી અવચ્છિન્ન તે અનવચ્છિન્ન એવા અવિદ્યા પ્રતિબિંબ છવ મૈતન્યથી ભિન્ન છે. અને આ ઈષ્ટપત્તિ નથી, કારણ કે સ્વનકાળમાં “હું શ્રીકૃષ્ણને જોઉં છું' એમ પ્રમાતા સ્વપ્નના પદાર્થોને દ્રષ્ટા છે એવો અનુભવ છે તેને વિરોધ આવી પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org