________________
सिद्धान्तलेशसङ्ग्रहः શંકા થાય કે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ યુક્તિયુક્ત નથી, કારણ કે શક્તિ ૨જતની બાબતમાં છે તેમ અન્વયવ્યતિરેકથી યુક્ત અજ્ઞાનરૂપ કારણ અને તેના નિવતક જ્ઞાનનું નિરૂપણ થતું નથી
અહીં (આ શકાના ઉત્તરમાં) કેટલાક કહે છે કે જે કે અધિષ્ઠાનનું પૂરેપૂરું (સામાન્ય અને વિશેષ એમ સર્વ અંશથી) જ્ઞાન થયા પછી પણ ઉત્પન્ન થતા પ્રતિબિંબોધ્યાસમાં અધિષ્ઠાનનું આવરણ કરનાર અજ્ઞાન ઉપાદાન (કારણ) નથી, કે નથી અધિષ્ઠાનના વિશેષ અંશનું જ્ઞાન (તેનું) નિવર્તક, તેય અધિષ્ઠાનના અજ્ઞાનની આવરણ શક્તિ અંશથી નિવૃત્તિ થઈ હોવા છતાં વિક્ષેપશક્તિ અંશથી તેની અનુવૃત્તિ સંભવતી હોવાથી તે જ ઉપાદાન છે. અને બિંબ અને ઉપાધિની સંનિધિની નિવૃત્તિથી યુક્ત (તેની મદદ જેને મળી છે તેવું-) અધિષ્ઠાન જ્ઞાન ઉપાદાન સહિત તેનું પ્રતિબિંબોધ્યાસનું) નિવક છે.
વિવરણ: પ્રતિબિંબાણાસપક્ષને વિષે શંકા થાય છે કે અજ્ઞાનને પ્રતિબિંબાયાસનું ઉપાદાન (કારણુ) માનવું જોઈએ; પણ તે સ ભવતું નથી, કારણ કે દર્પણદિરૂપ અધિકાનનું પૂરેપૂરું જ્ઞાન થયું જ છે અને તેનાથી દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્યનિષ્ઠ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે, અને છતાં પ્રતિબિંબોધ્યાસ ચાલુ રહે છે અને તેથી તેનાથી નિત્ય નથી. બીજું કંઈ નિવક જ્ઞાન દેખાતું નથી. જે જ્ઞાન માત્રથી નિવત્ય હોય તે મિથ્યા હોય છે જ્યારે અહીં તેવું નથી માટે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ અસંગત છે. શુક્તિરજતમાં કારણુ શુક્તિનું અજ્ઞાન છે એમ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. પણ પ્રતિબિંબોધ્યાસને વિષે એમ કહી શકાય તેમ નથી કે દર્પણદિનું અજ્ઞાન હોય તે પ્રતિબિંબાપ્યાસ થાય, તે ન હોય તે ન થાય. તેથી દર્પણદિના અજ્ઞાનને પ્રતિબિંબાબાસનું ઉપાદાન માની શકાય નહિ. આમ તેનું કારણ થઈ શકે તેવા અજ્ઞાનનું કે પ્રતિબિંબોધ્યાસ અને તેના ઉપાદાન અજ્ઞાનના નિવક જ્ઞાનનું નિરૂપણ થઈ શકતું નથી માટે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ અસ ગત છે. - આનો ઉત્તર જુદા જુદા ચિંતકેએ આપ્યો છે. કેટલાક કહે છે કે એ વાત સાચી છે કે શક્તિમાં રજતને અધ્યાસ થાય છે તે પહેલાં શુક્તિનું “ઇદમ' તરીકે પ્રત્યક્ષ જ્ઞાન હોવા છતાં શુક્તિ આદિ વિશેષ રૂપથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન નથી તેથી અધિષ્ઠાનના વિશેષ-અશનું આવરણ કરનાર અજ્ઞાન ઉપાદાન તરીકે પ્રાપ્ત થાય છે. જ્યારે અહીં તે ચક્ષુની સાથે સંનિકૃષ્ટ દર્પણને વિષે પ્રતિબિંબોધ્યાસ પહેલાં જ “ઈદમ તરીકે તેમ જ દર્પણત્યાદિ વિશેષ રૂપથી યુક્ત તરીકે પ્રત્યક્ષજ્ઞાન થઈ જ ગયું છે. તેનાથી અધિષ્ઠાનના વિશેષ-અંશનું આવરણ કરનાર અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે તેથી તે ઉપાદાને કારણે સંભવતું નથી. તેમ છતાં અજ્ઞાનમાં બે શક્તિ હોય છે–આવરણ અને વિક્ષેપ-જેમાંથી તેના આવરણશક્તિ અંશની જ નિવૃત્તિ થઈ છે. પૂરેપૂરી નિવૃત્તિ થઈ નથી એમ પ્રતિબિંબોધ્યાસ થાય છે એ ફળના બળે કલ્પી શકાય માટે દર્પણદિ-અજ્ઞાનને વિક્ષેપ-શક્તિ અંશ પ્રતિબિંબાણાસનું ઉપાદાન કારણે સંભવે છે. અને બિંબ અને ઉપાધિની સંનિધિની નિવૃત્તિને સહકાર જેને પ્રાપ્ત થયો છે તેવું (અર્થાત મુખ અને દર્પણ દૂર થઈ જાય ત્યારે થતું) દર્પણમાં મુખ નથી એ જ્ઞાન જ પ્રતિબિંબોધ્યાસ અને તેના ઉપાદાનનું નિવર્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org