________________
દ્વિતીય પરિચ્છેદ
૩૨૯
સમાન છે? અને જળના સંબધથી પાછાં ધકેલાતાં (નયનરશ્મિ) શિલા આદિના સંબંધથી કેમ પાછાં ન ધકેલાય ? અથવા તેના પ્રતિઘાતથી પાછાં ફરતાં હોય તે નયનગાલક અદિ સાથે સંસર્ગમાં કેમ ન આવે ? અથવા તેની સાથે સંસર્ગમાં આવતાં સંતૃષ્ટ (જેની સાથે સંસર્ગ થયો છે એવાં નયનગલકાદિ)નો સાક્ષાત્કાર કેમ ન કરાવે? કારણ કે (કોઈ) દોષથી પણ માત્ર વિશેષ અંશનું ગ્રહણ પ્રતિબદ્ધ થતું (–તેમાં રુકાવટ આવતી–) જવામાં આવે છે, પણ સંનિકૃષ્ટ ધમી(દ્રવ્ય)ના સ્વરૂપનું ગ્રહણ પ્રતિબદ્ધ થતું જોવામાં આવતું નથી.
વિવરણ: દર્પણસ્થ, આદિ ધર્મોને અધ્યાસ માનવા કરતાં (પ્રતિબિબરૂ૫) ધમીરને જ અધ્યાસ માનવામાં રવદોષ છે એમ જે દલીલ કરી હતી તેને ઉત્તર અહીં આવે છે. પ્રમાણથી સમર્થન પ્રાપ્ત થતું હોય તે ગૌરવ પણ દોષરૂપ નથી. ગુક્તિરજતમાં જેમ બાધક પ્રમાણુ છે તેમ પ્રતિબિંબમાં પણ છે તેથી અધ્યાસની કલપનામાં ગૌરવ હોય તે પણ તે પ્રમાણમૂલક છે તેથી દોષ નથી. બીજી બાજુએ બિંબ–પ્રતિબિંબને અભેદ માનનાર પક્ષમાં પિતાના મુખમાં રહેલાં નયનગેલક આદિને પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં બિંબને અપક્ષ માનવા માટે કોઈ ઉપાય નથી. દર્પણ, જળ આદિ ઉપાધિથી પ્રતિત થતાં નયનરસિમ પાછાં કરીને બિંબનો સાક્ષાત્કાર કરે છે એમ માનવામાં ઘણી બધી મુશ્કેલીઓ છે. નયનરરિમ એવાં નાજુક હોય કે જળ સાથે સંબંધમાં આવતાં કેટલાંક અંદર પ્રવેશી શકે, અને બીજા કેટલાંક પાછાં ફરેલાં તદ્દન નાજુક નયનરશ્મિઓ બધાં જ નયનરસિમને પાછાં ધકેલવા સમર્થ એવા સૂર્યના કિરણસમૂહને હરાવીને તેમની મધ્યમાં રહેલા સૂર્યમંડળમાં પ્રવેશી જાય એમ માનવું કેટલું યુક્તિયુક્ત છે? પણ અભેદપક્ષમાં માનવું જ પડે છે. તે
એમ માની લઈએ કે જળથી નયનરહિમ પ્રતિહત થતાં નથી પણ જળની અંદર રહેલી રેતીથી પ્રતિહત થાય છે અને જેમ સૂર્યાદિનાં કિરણ પિતે તૃણદિને બાળી શકતાં નથી પણ સૂર્યકાન્ત મણિથી પ્રતિહત થયેલાં હોય તે બાળી શકે છે તેમ' નયનરસિમ સ્વતઃ સૂર્યકિરણને પ્રતિઘાત કરી શક્તા નથી પણ ઉપાધિથી પ્રતિહત થયેલાં હોય ત્યારે સૂર્યકિરણ સમૂહને હરાવવામાં તેમનું સામર્થ્ય વધી જાય છે તેથી કઈ દોષ નથી. પણ એવું જે હોય તે ચંદ્રના અવલોકનથી લેચનને શીતળતાને અનુભવ થાય છે તેના કરતાં જળાશયમાં ચંદ્રપ્ર તબિબને કેઈ નિરંતર જોયા કરે છે તે શીતળતાની અભિવ્યક્તિ દ્વારા ઉષ્ણુતાનું શમન કરવામાં વધારે સમર્થ હોવું જોઈએ.
કેઈ એમ દલીલ કરી શકે કે શીતલતાને અનુભવ ચંદ્રના સંનિકર્યાદિને કારણે નથી પણ ચંદ્રકિરણોના સતત સંસર્ગને લીધે છે તેથી નીચું મુખ રાખીને ઊભેલા માણસની આંખને શીતલતાને અનુભવ થતું નથી, કારણ કે ચંદ્રકિરણોને સતત સ ક નથી તે જો કે ચંદ્ર સાથે સંનિકર્ષ અને તેનું દશન તે હોય જ છે. માટે ભેદપક્ષે બીજી દલીલ કરી છે.
જળના સંબંધમાં આવતાં પાછાં ફરી શકતાં નયનરહિમ શિલા વગેરે સાથે સંબંધમાં આવતાં કેમ પાછા ન ફરે? પ્રતિહત થવાં જ જોઈએ અને તેમને બિંબ સાથે સ સગ થવાથી
સિ-જર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org