SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः હોઈ શકે, વગેરે. તેથી શંકાથી પર એવા બ્રહ્માત્માનને માટે વેદાન્તશ્રવણ આવશ્યક છે; અને તેને વિષે ઘેરવાને માટે શ્રોત: એ વિધિ છે તેને વિચાર અહી કરવામાં આવ્યો छे (आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितको मैत्रेयि, आत्मनो वा अरे दर्शनेन श्रवणेन नत्या विज्ञाने नेदं सर्व विदितम् - बृहद्० उ५० २.१ ५. आत्मा मौयि, आत्मनि खल्वरे दृष्टे श्रुते मते विज्ञाते इदं सर्व विदितम्-बृहद्० ४.५.६) खलु शयी अभ सूयव्यु છે કે વિધિના આ પ્રકાર પૂર્વમીમાંસાશાસ્ત્રમાં જાણીતા છે. કોઈ પણ રીતે ક્યારેય પ્રાપ્ત નહીં; એવાની પ્રાપિત કરાવનાર તે અપૂર્વ વિધિ, જેમકે “વીદ્દીન પ્રોક્ષતિ '. દશપૂર્ણમાસ યજ્ઞમાં પુરેડાશને માટે વ્રીહિની (ડાંગરની) જરૂર પડે છે અને તેનું પ્રક્ષણ કરવાનું હોય છે. દુષ્ટ કે અદૃષ્ટ કોઈ પ્રયાજનને માટે કેઈ અન્ય પ્રમાણુ દ્વારા વીહિ-પ્રેક્ષણની પ્રાપ્તિ થતી નથી; કેવળ આ વિધાયક, પ્રેરક વાકયથી જ થાય છે તેથી તેને અપૂર્વ વિધિ કહેવામાં આવે છે. જ્ઞાતાર્થજ્ઞાવઝો વેમાળો વિધિઃ ! –ાર્થલંઘઃ ૬) पक्षप्राप्तस्याप्राप्तांशपरिपूरणफलको विधिद्वितीयः । यथा 'व्रीहीनवहन्ति' इति । अत्र विध्यभावेऽपि पुर डाशप्रकृतिद्रव्याणां ब्रीहीणां तण्डुलनिष्पत्त्याक्षे पादेवावहननप्राप्तिर्भविष्यति इति न तत्प्राप्त्यर्थोऽयं विधिः, किन्त्वाक्षेपादवहननप्राप्तौ तद्वदेव लोकावगतकारणत्वाविशेषात् नखविदलनादिरपि पक्षे प्राप्नुयादिति अबहननाप्राप्तांशस्य संभवात् तदशपरिपूरणफलकः । પક્ષમાં જે પ્રાપ્ત છે તેના અપ્રાપ્ત અંશનું પરિપૂરણ કરવું એ જેનું ફળ છે તે બીજે વિધિ નિયમવિધિ); જેમ કે “ત્રીહિને ખાંડે”. અહી વિધિ ન હોત તે પણ પુરેડાશની પ્રકૃતિભૂત (અર્થાત મૂળ કારણ) એવાં દ્રવ્યો-ડાંગરને ચોખા બનાવવાં જોઈએ એ વાત એમાં ગભિત છે (–આક્ષેપ-Implication થી જ્ઞાત છે, તેથી અવહનન (ખાંડવું)ની પ્રાપ્તિ થશે માટે આ વિધિ તેની પ્રાપ્તિને માટે નથી. પણ આક્ષેપથી અવહનનની પ્રાપ્તિ થતાં તેની જેમ જ લોકમાં જ્ઞાત કારણ તરીકે ભેદ ન હોવાથી નખથી વિદલન (કચડવું, ફેલવું) વગેરે પણ પક્ષમાં પ્રાપ્ત થાય છે તેથી અવહનનને અપ્રાપ્ત અંશ સંભવે છે અને તે અંશની. પરિપૂર્તિ એ જેનું ફળ છે (તે વિધિ એ નિયમવિધિ). વિવરણઃ પુરતાશ ડાંગરમાંથી બનાવે છે; ડાંગર પરોઠાશની પ્રકૃતિ-મૂળકારણ–છે. છે. પણ તેમાંથી ચેખા બનાવ્યા પછી જ પુરેડાશ બનાવી શકાય. અને ચેખાની નિષ્પત્તિ છે માટે તેનું કારણ અવહનન (મુસળથી ખાંડવું, ) એને ખ્યાલ પણ બુદ્ધિમાં તરત સમાઈ જાય છે, કારણ કે તે વિના ચખા પ્રાપ્ત ન થાય. આમ અવહનનને માટે અપૂર્વવિધિની જરૂર નથી, કારણ કે તેની પ્રાપ્તિ વિધિ વિના પણ થાય છે. પણ લોકમાં - જેમ અવહનન ડાંગરમાંથી ચેખા મેળવવામાં કારણભૂત મનાય છે, તેમ નથી તેડીને, ફોલીને પણ ચેખા મેળવવાનું જાણીતું છે. માટે અપ્રાપ્ત અંશને સંભવ છે તેની પૂર્તિ કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy