SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः વિવરણઃ શંકરાચાર્યની દોષરહિત શુદ્ધ વાણીને અલગ અલગ રીતે શિષ્ય-પ્રશિષ્યોએ સમજાવી છે, જે કે સર્વના કહેવાનું પરમ તાત્પર્ય તે એક અધિનીય બ્રહ્મપરક છે. તેમનું બધુ ધ્યાન નિગુણ નિવિશેષ સચ્ચિદાનન્દરૂપ બ્રહ્મ એ જ પરમ તત્વ છે એ સિદ્ધ કરવા પર હતું તેથી જીવ, જગત, ઈશ્વર જેવા વ્યવહ રવિષય અર્થાત અવિવાલ્પિત વિષય તરફ ખાસ ધ્યાન ન આપ્યું. તેમણે આ વિષયે અંગે પિતપતાની રીતે સમજૂતી આપી, જેથી પરમ તત્વ એક અને અદ્વિતીય છે એ પ મ સત્ય સિદ્ધ થઈ શકે. પણ આમ કરતાં આ વ્યવહાર-વિષયેને વિષેનાં તેમનાં મન્તવ્યો કે તેમની રજૂઆત પરસ્પર વિરોધી જેવી પણ બની. આવા ભિન્ન મતોને અપ્પય્યદીક્ષિતે સિદ્ધાન્તલેશસંગ્રહ દ્વારા રજૂ કર્યા છે અને દલીલ આપીને તે કેટલા વજૂદવાળા છે તે બરાબર સમજાવ્યું છે. ગ્રંથારંભે જ અનુબન્ધોને નિર્દેશ હવે જોઈએ એવો રિવાજ હતું તે અનુસાર પ્રથમ ભાગલાચરણના શ્લોકમાં જ શ્રી અપેપર દાક્ષિત વિષય પ્રયોજન, અધિકારી અને સંબંધ એ ચારેય અનુબજોને નિર્દેશ કરે છે. પ્રપંચશૂન્ય એક અદ્વિતીય સચ્ચિદાનન્દલક્ષણ બ્રહ્મ એ વિષય છે. સૂક્તિને “જનનહર ' કહીને એમ સૂચવ્યું છે કે મુકિત એ પ્રયજન છે. અર્થાત મુમુક્ષુ મુક્તિ ઈચ્છનાર આ શાસ્ત્રને અધિકારી છે. મુક્તિ અને અધિકારીને પ્રાણ પ્રાપકભાવ છે એ સંબંધ પણ સુચિત થાય છે. જે શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર ભાથના અનુબંધે છે તે જ પિતાના ગ્રથના પણ અનુબંધ છે એમ અ૫ણ્ય. દીક્ષિતે શંકરાચાર્યની સૂક્તિના અનુબ સૂચવીને સૂચવ્યું છે નિરવધિક આન દરૂપ મુક્તિ ઇચ્છનાર આ ગ્રંથના અધ્યયનમાં અવશ્ય પ્રવૃત્ત થાય, કારણ કે આ ઇષ્ટનું સાધન છે એ જ્ઞાન પ્રવર્તક બને છે. A શકરાચાર્યને અનુસરનારી પરંપરામાં કેઈક આચાર્ય એક જીવ માને છે તે અનેક માને છે. કોઈ જીવને પ્રતિબિંબ કહે છે. તે કોઈ ઈશ્વરને પ્રતિબિંબ કહે છે. વગેરે વગેરે. પણ તેથી તેમનાં વચનોમાં શ્રદ્ધા કેવી રીતે રાખી શકાય એવી શંકા થવી ન જોઈએ. આ પક્ષને વિષે આચાર્યોનું તાત્પર્ય નથી; તેમને તે મુક્તિનું સાધન એવું જે બ્રહ્માત્મકશાન છે તેનું પ્રતિપાદન કરવું છે, અને જે પ્રક્રિયાથી એ સારામાં સારી રીતે કરી શકાય એમ લાગ્યું તે દરેકે અપનાવી અને તે જીવ, જગત , ઈશ્વર એ વિષય પારમાર્થિક દષ્ટિએ સિદ્ધ નથી જ, એ તે અવિઘાકરિપત છે, તેમના દ્વારા પરમાર્થનું જ્ઞાન આપવાનું લક્ષય છે. સુરેશ્વરાચાર્યે કહ્યું છે– यया यया भवेत पुंसां व्युत्पत्ति प्रत्यगात्मनि । सा सैव प्रक्रियेह स्यात् साध्वी सा वानवस्थिता ॥ (बृहद् भाष्यवार्तिक १.१.१.२) જે કઈ પ્રકારે સર્વોતર ચિદાત્મા અંગેનું જ્ઞાન બરાબર થઈ શકે તે પ્રકાર સારો અને એ અનેક છે. પરિમલમાં અપીક્ષિતે આ જ વાત રજૂ કરતાં કહ્યું છે કે અકલ્પિત (સત્ય) વસ્તુના જ્ઞાનના ઉપાય તરીકે કપેલા પદાર્થોમાં વિરોધ હોય તે તે દેષાવહ નથી. જેમ સાચી અરુન્ધતીનું જ્ઞાન આપવા માટે તેની આજુબાજુનાં સ્થૂલ નક્ષત્રને જુદા જુદા માણસો અરુન્ધતી તરીકે બતાવે છે તેમાં કેઈ દોષ નથી કારણ કે સાચું જ્ઞાન આપવાના ઉપાય તરીકે તેને ઉપયોગ કરવામાં આવ્યો છે (અતિવદતુતિવશુપાચતયા कल्प्यमानेषु पदार्थेषु विरोधो न दोषावहः । यथा तात्त्विकारुन्धती प्रतिपस्युपायतया नानापुरुषः Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy