________________
૨૯૮
सिद्धान्तलेशसमहः શંકા થાય કે ઉદાહત સ્થળમાં પૂર્વ નૈમિત્તિક પ્રાયશ્ચિતકતવ્યતાબુદ્ધિ (ઉદ્દગાતાના અપડેદરૂપી નિમિત્તને લઈને મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી પહેલાં થયેલી બુદ્ધિ) પર નૈમિત્તિક કર્તવ્યતા બુદ્ધિથી (પ્રતિહર્તાના અપડેદરૂપી નિમિત્તને લઈને મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી પાછળથી થયેલી બુદ્ધિથી) બાધિત થાય તે પણ પૂર્વ નૈમિત્તિક કર્તવ્યતા(બુદ્ધિ)ને ઉત્પન્ન કરનારું શાસ્ત્ર,
જ્યાં માત્ર ઉદ્ગાતાને અપચ્છેદ હોય, જ્યાં બનેને એકસાથે અપચ્છેદ હોય, અથવા ઉદ્દગાતાનો અપચ્છેદ પરમાં હોય (પાછળથી થયો હોય) ત્યાં સાવકાશ છે, જ્યારે ઘટાદિ સત્યત્વ-) પ્રત્યક્ષ તે અવૈતકૃતિથી બાધિત થતાં તેને બીજે વિષય ન હોવાથી નિરાલંબન બની જાય એટલું વૈષમ્ય (બન્ને કિસ્સાઓમાં છે). પણ આવી શંકા કરવી નહિ; કારણ કે જ્યાં ઘટાદિમાં કૃતિથી બાધ્ય (બાધિત થઈ શકે તેવું) પ્રત્યક્ષ પ્રવૃત્ત થાય છે ત્યાં જ વ્યાવહારિક (સત્વરૂપ) વિષય મેળવીને કૃતાર્થ થયેલા તેની બાબતમાં, પરાપચ્છેદ સ્થળમાં સર્વથા બાધિત થયેલા પૂર્વાપછેદશાસ્ત્રની જેમ, અન્ય વિષયના અન્વેષણને અભાવ હોય છે તેને બીજે વિષય શોધવાની જરૂર પડતી નથી); અને અહીં પણ સર્વ જ્ઞાનેથી જ્ઞાત થતી બ્રહ્મસત્તાને વિષે પ્રત્યક્ષ સાવકાશ છે એમ કહેવું શક્ય છે.
વિવરણઃ પ્રશ્ન થાય કે અહીં અપડેદન્યાય કેવી રીતે લાગુ પાડશે? તેને ઉત્તર આપતાં અપચ્છેદન્યાયની સમજુતી આપી છે. બહિષ્પવમાન સ્તોત્ર “લવા જાય ,
વિતા વા', “વવમાનરા તે વે' એ ત્રણ સૂક્તોના ગાનથી સાધ્ય છે. જોતિક્ટોમ યજ્ઞમાં બહિષ્ણવમાન સ્તોત્રને માટે એકબીજાનું વસ્ત્ર પકડીને છ ઋત્વિજે અને યજમાન ફરતા હોય છે. બેધ્યાનપણાને લઈને કેઈ ને હાથ છૂટી જાય તે આ અપચ્છેદ કે વિચ્છેદન નિમિત્ત ગણીને પ્રાયશ્ચિત કરવું જોઈએ જેને માટે વિધિઓ શાસ્ત્રમાં છે. જે ઉગાતાને અપચ્છેદ થાય તે આરંભે યજ્ઞ દક્ષિણ વિના પૂરો કરવા અને ફરી પાછો તે જ યજ્ઞ કરવો એવું શાસ્ત્રનું વિધાન છે. જે પ્રતિહર્તા ઋત્વિજને અપચ્છેદ થાય તે બધું ધન આપી દેવું જોઈએ એવું વિધાન છે. હવે એક પ્રયોગમાં દૈવવશાત એવું બને કે પહેલાં ઉદ્દગાતાને અપચ્છેદ થાય અને પછી પ્રતિહર્તાને અપચ્છેદ થાય. બન્ને વખતે તે નિમિત્તે વિહિત પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિ શાસ્ત્રને જોઈને (અર્થાત અપચ્છેદ થતાં જ શાસ્ત્ર મગજમાં આવી જાય છે તેથી -) થાય છે, પણ આ કર્તવ્યતાબુદિ એકબીજાથી વિરુદ્ધ છે–એક પ્રમાણે પ્રાયશ્ચિતરૂપે પૂરા કરેલા યજ્ઞમાં દક્ષિણ આપવાની નથી, જ્યારે બીજામાં સર્વસ્વનું દાન કરવાનું છે. આ બેનું એક કાળમાં અનુષ્ઠાન સંભવે નહિ તેથી પર એવી નૈમિત્તિક કર્તવ્યતાબુદ્ધિથી પૂર્વને બાધ થાય છે. આ જ અપચ્છેદન્યાય પ્રમાણે પૂર્વમાં આપણને ઘટાદિના સત્યત્વનું પ્રત્યક્ષ થાય છે તેને બાધ પાછળથી થતી શાસ્ત્રજન્ય પ્રપંચમિથ્યાત્વબુદ્ધિથી થાય છે કારણ કે એક સ્થળે સત્યત્વ અને મિથ્યાત્વ બને સંભવે નહિ. પૂવ જ્ઞાન પર જ્ઞાનથી બાધિત થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org