SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः .. तस्मात् प्रत्यक्षदृष्टेऽपि युक्तमर्थे परीक्षितुम् । परीक्ष्य ज्ञापयन्नर्थान्न धर्मात् परिहीयते ॥२॥ इति नारदस्मृतौ साक्षिप्रकरणे प्रत्यक्षदृष्टस्यापि प्रत्यक्षमविश्वस्य प्रमाणोपदेशादिभिः परीक्षणीयत्वप्रतिपादनाच्च । न हि नभोनेल्यप्रत्यक्ष नभसः शब्दादिषु पञ्चसु शब्दैकगुणत्वप्रतिपादकागमोपदेशमन्तरेण प्रत्यक्षादिना शक्यमपवदितुम् । न च 'नभसि समीपे नैल्यानुपलम्भाद् दूरे तद्धीर्दरत्वदोषजन्या' इति निश्चयेन तद्वाधः । दूरे नैल्यदर्शनात् समीपे तदनुपलम्भस्तुहिनावगुण्ठनानुपलम्भवत् सामीप्यदोषजन्य इत्यपि सम्भवात् । अनुभवबलाद् नभोनल्यमव्याप्यवृत्नीत्युपपत्तेश्च । જ્યારે બીજા કહે છે કે પ્રપંચના મિથ્યાત્વનું અને સત્યવનું ગ્રહણ કરનાર (અનુક્રમે) કૃતિ અને પ્રત્યક્ષ પ્રમાણે)નો વિરોધ હોય તો પણ દોષની શંકાથી કલકિત અને પ્રથમ પ્રવૃત્ત પ્રત્યક્ષ કરતાં દોષ રહિત હોવાને કારણે અને અપચ્છેદન્યાયથી પર હોવાને કારણે શ્રુતિ જ વધારે બળવાન છે. (તેથી શ્રતિ પ્રત્યક્ષનો બાધ કરશે. અને જે તે ત્રણ (પ્રમાણે)માં આગમનું જાતિથી (અર્થાત એ આગમ હોવાથી) પ્રામાણ્ય પ્રસિદ્ધ છે (કૃત = વૈદિકમાં પ્રસિદ્ધ છે) એવું સ્મૃતિવચન છે તેથી. છે અને એવી દલીલ કરવી નહિ કે આ સમૃતિવચન એકલા વેદી (જ) જાણી શકાય તેવા થ(સ્વર્ગનું સાધન વગેરે) વિષે છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે ત્યાં પ્રત્યક્ષના વિરોધની શંકાનો અભાવ હોવાથી જે વેદાથમાં પ્રત્યક્ષના વિરોધની શંકા ઊઠે છે ત્યાં જ વેદના પ્રાબલ્યની ઉક્તિનું ઔચિત્ય છે. ' “આકાશ (ઈન્દ્રનીલમણિની બનેલી) કઢાઈ જેવું દેખાય છે, આગિયો અગ્નિ જે દેખાય છે, (પણ) આકાશ કઢાઈ નથી, આગિયો અગ્નિ નથી. તેથી પ્રત્યક્ષથી દુષ્ટ પદાર્થની બાબતમાં પણ પરીક્ષા કરવી ચોગ્ય છે. પરીક્ષા કરીને (શિપોને ) પદાર્થોને બોધ આપત (આચાર્ય) ધર્મથી ચલિત થતું નથી.” એમ નારદ સ્મૃતિમાં સાક્ષિપ્રકરણમાં પ્રત્યક્ષથી જોયેલા પદાર્થની પણ, પ્રત્યક્ષમાં વિશ્વાસ ન રાખીને, પ્રમાણ (આગમ), ઉપદેશ, આદિ (અનુમાન, અર્થપત્તિ વગેરે) થી પરીક્ષા કરવી જોઈએ એવું પ્રતિપાદન છે તેથી (મૃતિ પ્રત્યક્ષ કરતાં વધારે બળવાન છે). એ જાણીતું છે કે આકાશની નીલતાન પ્રત્યક્ષનો નિષેધ, આકાશ શબ્દાદિ પાંચ (ગુણે) માં એક શબ્દ ગુણવાળું છે એવું પ્રતિપાદન કરનાર આગમના ઉપદેશ વિના, પ્રત્યક્ષાદિથી શકય નથી. એવી દલીલ ન કરી શકાય કે “આકાશમાં નજીક નીલતાની ઉપલબ્ધિ થતી નથી. તેથી દૂર પ્રદેશમાં તેનું (નીલતાનું જ્ઞાન થાય છે તે દૂર– દેષથી ઉત્પન્ન થયેલું છે” એવા નિશ્ચયથી તેને (આકાશના નીલરૂપના પ્રત્યક્ષનો) બાધ થશે. (આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy