SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ લિયારાસ પણ વિષયનું પ્રકાશન થઈ શકે છે, અનુમિતિ આદિ પરક્ષાનની બાબતમાં બને છે તેમ. તેથી વૃત્તિને નિગમ અનુપયુક્ત છે. બહિનિંગમવાદી દલીલ કરી શકે કે બહિનિગત વૃત્તિથી અવછિન્ન ચેતન્ય અપરોક્ષજ્ઞાન છે અને અનિગતવૃત્તિથી અવછિન્ન મૈતન્ય પક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષજ્ઞાન અને પરાક્ષજ્ઞાનનું વૈલક્ષણ્ય અનુભવથી સિદ્ધ છે તેથી પ્રત્યક્ષજ્ઞાનમાં તે વૃત્તિને નિગમ સ્વીકારવું જોઈએ અને એ રીતે પરોક્ષ-પ્રત્યક્ષજ્ઞાનને ભેદ શકય બનશે, પણ આ દલીલ બરાબર નથી કારણ કે આ ભેદ બીજી રીતે પણ શકય બને છે. જેમ શાબ્દજ્ઞાનમાં શબ્દરૂપ કરણવિશેષને કારણે શાબ્દવરૂપ વિજાત્ય છે, અથવા જેમ અનુમાન (લિંગ)રૂપ કરણવિશેષને કારણે અનુમિતિત્વરૂ૫ વાત્ય છે તેમ ઈનિદ્રયરૂપ કરણવિશેષથી પ્રયુક્ત પુત્તિઓમાં પ્રત્યક્ષત્વાદિ જાતિરૂપ કે ઉપાધિરૂપ વજાત્ય સંભવે છે. તેથી વૃત્તિનિગમ માનવાની જરૂર નથી. વેદાન્તના ચિંતકોએ જુદી જુદી રીતે વૃત્તિનિગમની જરૂરિયાત બતાવી છે તેનું પ્રતિપાદન હવે શરૂ થાય છે : अत्र केचिदाहुः-प्रत्यक्षस्थले विषयाधिष्ठानतया तदवच्छिन्नमेव चैतन्यं विषयप्रकाशः । साक्षात्तादात्म्यरूपसम्बन्धसम्भवे स्वरूपसम्बन्धस्य वाऽन्यस्य वा कल्पनाऽयोगादिति तदभिव्यक्त्यर्थ युक्तो वृत्तिनिर्गमाશુપવન ! परोक्षस्थले व्यवहिते वहन्यादौ वृत्तिसंसर्गायोगादिन्द्रियवदन्वयव्यतिरेकशालिनो वृत्तिनिर्गमद्वारस्यानुपलम्भाश्चानिर्गतवृत्त्यवच्छिन्नचैतन्यमेव स्वरूपसम्बन्धेन विषयगोचरमगत्याऽर्थादभ्युपगम्यते इति । આ બાબતમાં કેટલાક કહે છે કે પ્રત્યક્ષ સ્થળમાં વિષયથી અવચ્છિન્ન ચિતન્ય વિષયનું અધિષ્ઠાન છે તેથી તેનાથી વિષયથી) અવચ્છિન્ન તે જ વિષયને પ્રકાશ છે (જીવ-રૌતન્ય નહીં, કારણ કે સાક્ષાત્ તાદામ્યરૂપ સંબંધને સંભવ હોય ત્યારે સ્વરૂપસંબંધની કે અન્ય કોઈ (સંબંધ)ની કલ્પના હતી નથી (કલ્પના કરવી યોગ્ય નથી). આમ તેની અભિવ્યકિતને માટે વૃત્તિના નિગમને સ્વીકાર બરાબર છે. પક્ષ (જ્ઞાન) સ્થળમાં વ્યવહિત અગ્નિ વગેરેની બાબતમાં વૃત્તિને સંસર્ગ ન હોવાથી (શક્ય ન હોવાથી) અને ઈન્દ્રિયની જેમ અન્વય-વ્યતિરેકવાળું વૃતિના નિગમ માટેનું દ્વાર ઉપલબ્ધ થતું નથી તેથી અનિર્ગત વૃત્તિથી અવચ્છિન્ન ગૌતન્ય જ સ્વપસંબંધથી વિષયવિષયક (વિષયનું પ્રકાશક) છે એમ અથતઃ બીજો કોઈ રસ્તો ન હોવાથી (નાટક) સ્વીકારવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy