________________
૨૪૩
પ્રથમ પરિચ્છેદ માનવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે અધ્યક્ત માત્રને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ વિવરણકારે પોતે જ માની છે. તેથી તેમણે જે અધિષ્ઠાન અને અધ્યાસ એક જ્ઞાનમાં પ્રકાશિત થાય છે એમ કહ્યું છે તેમાં “જ્ઞાન” શબ્દ સાક્ષીના અર્થમાં વપરાય છે, વૃત્તિના અર્થમાં નહિ તેથી કઈ દોષ નથી. (૧૮)
વૃત્તિના નિર્ગમનની આવશ્યકતાનો વિચાર શરૂ થાય છે.
(१९) ननु सर्वपदार्थानां साक्षिप्रसादादेव प्रकाशोपपत्तेः किं वृत्त्या, घटादिविषयकसंस्काराधानाधुपपत्तये तदपेक्षणेऽपि तन्निर्गमाभ्युपगमो व्यर्थः । परोक्षस्थल इवानिर्गतवृत्त्यवच्छिन्नसाक्षिणैव घटादेरपि प्रकाशोपपत्तेः ।
न च तथा सति परोक्षापरोक्षवलक्षण्यानुपपत्तिः, शाब्दानुमित्योरिव करणविशेषप्रयुक्तवृत्तिवैजात्यादेव तदुपपत्तेः ।
(૧૯) (શંકા): શંકા થાય કે બધા પદાર્થોને સાક્ષીના પ્રસાદથી જ (નિમલતાથી જ) પ્રકાશ ઉપપન (શકય) હોવાથી વૃત્તિની શી જરૂર ? (અને) ઘટાદિ વિષયક સંસ્કારના આધાન આદિને શક્ય બનાવવા તેની જરૂર હોય તે પણ તેના નિગમનને સ્વીકાર વ્યર્થ છે, કેમ કે પરોક્ષસ્થલમાં થાય છે તેમ અનિત (બહાર નહીં ગયેલી) વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી જ ઘટાદિને પણ પ્રકાશ સંભવે છે.
અને એમ હોય તે પક્ષ અને અપક્ષની વિલક્ષણતા નહીં સંભવે એમ (પણ) નથી; કારણ કે શાબ્દ જ્ઞાન અને અનુમિતિની જેમ કરણવિશેષને કારણે થતી વૃત્તિની વિજાતીયતા હોય છે તેનાથી જ તેની ઉપષત્તિ છે.
વિવરણઃ બાહ્ય વસ્તુવિષયક અપક્ષ વૃત્તિ જ આવરણને દૂર કરનારી છે એ નિયમને ભ્રમ સ્થળમાં થતી “ ઈદમ' આકાર વૃત્તિમાં વ્યભિચાર છે એવી શંકા થાય છે તે વૃત્તિને સ્વીકાર અને અસ્વીકાર કરીને તે શંકાને પરિહાર કરીને, અને પ્રસંગવશાત બે જ્ઞાન છે એ પક્ષ અંગે કંઈક વિચાર કરીને, હવે પૂર્વોક્ત વૃત્તિનિગમ અંગે શંકા રજૂ કરે છે. જે બધી વસ્તુઓનું પ્રકાશન સાક્ષીને કારણે જ શકય બનતું હોય તે વૃત્તિ માનવાની શી જરૂર ? એવી દલીલ થઈ શકે કે વૃત્તિ વિના અન્ય કાળમાં વિષયનું અનુસંધાન ન થાય. સાક્ષી જે વિષયને અનુભવરૂપ હોય તો તે નિત્ય હોવાથી અનુભવના નાશરૂપ સંસ્કારને અભાવ થાય અને સંસ્કારના અભાવમાં સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા પણ ન થાય. આગન્તુક (ઉપાઘ) વૃત્તિને સ્વીકાર કરવામાં ન આવે તો ચક્ષુ વગેરેને અનુસરીને જ્ઞાન થાય છે એમ માની ન શકાય કારણ કે નિત્ય સાક્ષીની બાબતમાં ચક્ષુ આદિને ઉપયોગ નથી. તેથી વૃત્તિ તે માનવી જ જોઈએ. આ દલીલને ધ્યાનમાં રાખીને વૃત્તિની ઉપયોગિતા સ્વીકારીને પણ તેને નિગમ (–અર્થાત ચક્ષુ આદિ દ્વારા ઘટાદિ આકારવાળી અન્તઃકરણની વૃત્તિ બહાર નીકળે છે એમ) તે માનવાની જરૂર નથી જ. વિષયને પ્રકાશ એ નિગમનું ફળ છે એમ પણ નહીં કહી શકાય કારણ કે બહાર નહીં નીકળેલી વૃત્તિથી અવચ્છિન્ન ક્ષીથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org