________________
२४०
सिद्धान्तलेशसङ्ग्रहः
ઈદમ' આકારવાળી વૃત્તિ માનીને પણ રજતવિષયક વૃત્તિ સ્વીકારવી જ જોઈએ એમ કેટલાક માને છે તેનું ખંડન અહીં કર્યું છે. અહીં એમ બતાવ્યું છે કે 'ઇદમ આકારવાળી વૃત્તિ માન્યા પછી રજતાકારવૃત્તિ વ્યર્થ છે. ધમિજ્ઞાન અધ્યાસનું કારણ છે માટે “ઈદમ'-આકારવૃત્તિ માનવી જોઈએ. પણ ઈદમ આકારવાળી વૃત્તિથી વ્યતિરિક્ત રજતાકાર વૃત્તિનું શું પ્રયોજન હોઈ શકે? તે રજતના અભાસ માટે હોવી જોઈએ કે સંસ્કારને માટે ? રજતના અભાસને માટે તેની જરૂર નથી કારણ કે પૃદમ' આકારવૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી જ તેના પર અધ્યસ્ત રજતને અભાસ સંભવે છે. સંસ્કારને માટે પણ રજતાકારવૃત્તિની જરૂર નથી કારણ કે તેને અવભાસિત કરનાર સાક્ષીને અભિવ્યક્ત કરનાર એ જ “ઈદમ' આકારવૃત્તિથી રજતવિષયક સંસ્કારનું આધાન સ ભવે છે. શંકા થાય કે એક વસ્તુ (ઇદમ્ વિષયક વૃત્તિથી અન્ય (રજા) વિષયક સંસ્કારનું આધાન કેવી રીતે થઈ શકે. પણ આ શંકા બરાબર નથી કારણ કે જે વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યમાં જેટલા પદાર્થો પ્રકાશે છે, તે જ વૃત્તિથી તેટલા પદાર્થોને વિષે સંસ્કારનું આધાન થાય છે એમ પહેલાં કહ્યું છે એવો ભાવ છે.
જ્ઞાનદયા “ ”ફ કૃત્તિરધ્યાવારસૂતા “હું રબત' इति द्वितीया वृत्तिरध्यस्तरजतविषया, न विमंशं विनाऽध्यस्तमात्रगोचरा सा । 'इदं रजत जानामि' इति तस्या दमर्थतादात्म्यापन्नरजतविषयत्वानुभवादिति केचित् ।
બે જ્ઞાન માનનાર પક્ષમાં, ઈદમ' (“આ”) એ એક વૃત્તિ અધ્યાસની કારણભૂત છે. “આ રજત' એ બીજી વૃત્તિ અધ્યસ્ત રજત વિષયક છે. પણ એ ઈદમ' અંશ વિના માત્ર “અધ્યસ્ત (રજા)ને વિષય નથી કરતી, કારણ કે આ રજતને જાણું છું” એમ તે ઇદમ (બા) અથની સાથે તાદામ્ય પામેલા રજતને વિષે છે એવો અનુભવ થાય છે એમ કેટલાક કહે છે.
વિવરણ : એક વસ્તુને વિષય કરનારી વૃત્તિથી એ જ વસ્તુવિષયક સંસ્કારનું આધાન સંભવે છે એમ જેઓ માને છે તેમના મતમાં ઈદમ' વૃત્તિ ઉપરાંત અયસ્ત રજતવિષયકવૃત્તિ પણ હોય છે. તેઓ બે જ્ઞાન માને છે. હવે અહીં પ્રશ્ન થાય કે બીજી વૃત્તિ છે તે અધ્યરત રજતથી વિશિષ્ટ ધમને વિષય કરે છે કે માત્ર રજતને વિષય કરે છે. આનું સમાધાન કરતાં બે મત પડી ગયા છે. કેટલાક માને છે કે આ બીજી વૃતિ પણ “E” અંશને છોડીને માત્ર અધ્યસ્ત રજતને વિષય કરનારી નથી. પણ અધ્યસ્ત રજતથી વિશિષ્ટ ધમીને વિષય કરનારી છે. બીજી વૃત્તિ વિશિષ્ટવિષયક છે એમ આપણે અનુભવ “હુ રજનને જાણું છું' એ જ બતાવી આપે છે.
- જ્યારે બીજા માને છે કે આ બીજી વૃત્તિ માત્ર અધ્યસ્ત (રજત)ને જ વિષય કરનારી છે. તે મત આ પ્રમાણે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org