SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ सिद्धान्तलेशसमहः હોય તે જેમ શક્તિમાં શુક્તિત્વને બાધ થતું નથી તેમ તે બાધ ન થાય. તેથી ખ્યાતિ અને બાધ બીજી કોઈ રીતે સંભવતાં ન હોવાથી શુક્તિરજાનું અનિવચનીયત્વ સિદ્ધ થાય છે. ઉત્પત્તિ અને વિનાશવાળું છે તેથી પણ તેના અનિર્વચનીયત્વની સિદ્ધિ થાય છે. વિશ્વના લક્ષણનું નિરૂપણ કરતી વખતે આ વિસ્તારથી સમજાવ્યું છે. “વગેરેમાંથી ઉત્પત્તિવાળું' છે વગેરે યુક્તિનો નિર્દેશ છે. न चाधिष्ठानसम्प्रयोगमात्रात् प्राति मासिकस्यैन्द्रियकत्वोपगमे शुक्तिर जताध्याससमये तत्रैव कालान्तरे अध्यसनीयस्य रङ्गस्यापि चाक्षुषत्वं कुतो न स्यादिति वाच्यम् । रजताध्याससमये रङ्गरजतसाधारणचाकचक्यदर्शनाविशेषेऽपि यतो रागादिरूपपुरुषदोषाभावादितस्तत्र तदा न रङ्गाध्यासः, तत एव मया तद्विषयवृत्त्यनुदयस्याभ्युपगमात् । तस्मादिदमंशसम्भिन्नरजतगोचरेकैत्र वृत्तिरिन्द्रियजन्या । न ततः प्रागिदमाकारा वृत्तिरिति नात्रैवेयमज्ञाननिवर्तकत्वसदसद्भावचिन्ता कार्येति । અને એથી દલીલ કરવી નહિં કે અધિષ્ઠાનના સંનિકર્ષ માત્રથી પ્રતિભાસિક (રજતાદિને એન્દ્રિયક (ઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષય તરીકે સ્વીકારવામાં આવતું હોય તે ત્યાં જ (ક્તિમાં જ) અન્ય કાળમાં જેને અયાસ થવાનું છે તે વં (કલાઈ) પણું શુક્તિરજતના અધ્યાસ સમયે ચાક્ષુષ (ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય ) કેમ ન હોય? (આ દલીલ બરાબર નથી, કારણ કે રજતના અધ્યાસના સમયે વંગ અને ૨જતને સાધારણ એવા ચળકાટનું દર્શન સમાન હોવા છતાં પણ જે રાગાદિરૂપ પુરુષષના અભાવ આદિને લીધે ત્યાં (શુક્તિમાં) જ્યારે (રજતના અધ્યાસકાળમાં) વંગને અધ્યાસ થતો નથી (– અધ્યાસ થત તમે નથી માનતા - ) તે જ કારણથી હું તદ્વિષયક (વંગવિષયક) વૃત્તિની ૨ નુત્પત્તિને માનું છું (વંગવિષયક વૃત્તિ ઉત્પન્ન થતી નથી એમ માનું છું. તેથી (‘હું નરમાં) અંશથી સંમિલિત રજતવિષયક એક જ વૃત્તિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે. તેની પહેલાં ઈદમ' આકારવાળી વૃત્તિ ઉત્પન્ન થતી નથી તેથી અહીં જ (ઇદમ આકારવાળી વૃત્તિની બાબતમાં જ) અજ્ઞ નનિવકત્વના સદ્દભાવ કે અસદ્દભાવની ચિન્તા (વિચાર ) કરવી જોઈ એ નહિ. વિવરણ : શક્તિરજત પાક્ષિભાસ્ય છે એમ માનનાર શંકા કરે છે કે શુતિરજત જે પતાના તાદાભ્યના આશ્રય એવા “=' અર્થના સંનિકર્ષથી જ ચક્ષુરિન્દ્રિયવૃત્તિને વિષય બનતું હોય તો એ જ શક્તિમાં અન્ય કાળમાં જેને અભ્યાસ થવાનું છે તે વંગ (કલાઈ) પણ ત્યારે જ ચાક્ષુષવૃત્તિને વિષય કેમ નથી બનતી ? જે વૃત્તિ શુતિરજતને વિષય કરે છે એ જ વૃત્તિ શક્તિમાં કાળાન્તરે અધ્યાસ પામનાર વંગને પણ કેમ વિષય નથી કરતી ? એ વૃત્તિ જેમ રજતના તાદા મ્યના આશ્રમ ' અર્થના સંનિકર્ષથી પણ ઉત્પન્ન થઈ શકે છે તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy