________________
પ્રથમ પરિચ્છેદ
૨૨૫
હવે શંકા થાય કે શુક્તિરજત જો સાક્ષીથી ભાસિત થતુ હોય તેા તેના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેના વિરાધ થાય. આના ઉત્તર આપતાં મિજ્ઞાનવાદી કહે છે કે પેાતાને અર્થાત્ શુક્તિરજતને ભાસિત કરનાર એવું જે ‘મ' અંશથી વચ્છિન્ન ચૈતન્ય છે તેની અભિક્તિ કરનાર ઇદવૃત્તિ'ને ચક્ષુ ઉત્પન્ન કરે છે તેટલા પૂરતી શક્તિ તને ચક્ષુની અપેક્ષા છે અને એ જરૂર પર પરાથી જ છે, આડકતરી છે કારણ કે પેાતાના અધિષ્ઠાનવિષયક વૃત્તિને માટે છે, પણ સાક્ષાત્ કેઈ અપેક્ષા નથી; રજતવિષયક વૃત્તિને માટે તેની જરૂર નથી. આમ કોઈક રીતે ચક્ષુની જરૂર પડે છે તેટલા માત્રથી રજત ચાક્ષુષ છે એવે અનુભવ સભવે છે.
અહીં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઉમેરે છે કે કોઈને શંકા થઈ શકે કે ‘હું આંખથી રજત જોઉ છું' એ અનુભવ બતાવે છે કે રજત ચાક્ષુષવૃત્તિના વિષય છે; એ એમ નથી બતાવતા કે શુક્તિરજતઃ ચાક્ષુષવૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્યને વિષય છે. આ પરિસ્થિતિ છે. તેથી એમ જે કહ્યું છે કે પર પરાથી ચક્ષુની જરૂર છે તેટલા માત્રથી રજતના ચાક્ષુષત્વના અનુભવની ઉપપત્તિ છે, તેમાં ચાક્ષુષત્વના અનુભવ વિષે રજત ચાક્ષુષવૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્ય વિષય છે એવી જે અનુભવની સમજ આપી છે.તે કલ્પિત છે. પણ આ શંકા બરાબર નથી. કારણુ કે શબ્દની જેમ અનુભવનું વ્યાખ્યાન થઈ શકતું નથી. વસ્તુત: ‘ઇદમ્' અર્થાતુ છત્વ જે ત્યાં અનુભવાય છે તેના જેમ શુક્તિરજતમાં સંસર્ગાશપ છે. તેમ ઇદમ’ અર્થમાં રહેલા અને ત્યાં અનુભવાય છે તે ચાક્ષુષત્વના શક્તિરજતમાં સસŕાપ છે એ અથ' પ્રસ્તુતમાં વિવક્ષિત છે અને આમ પાતા પર જેના આરાપ કરવાના છે એવું જે ‘ઇદમ' અથમાં રહેલુ ચાક્ષુષવૃત્તિવિષયત્વ તેની પ્રાપ્તિને માટે શુક્તિરજતને ચક્ષુની જરૂર રહે છે એવા અં. પર પરાથી ચન્નુની અપેક્ષા છે તેટલા માત્રથી' એ ગ્રંથને સમજવાનો છે અને તેમ લેતાં કોઈ દોષ નથી.
કવિતાર્કિક પ્રાતિભાસિક રજત સાક્ષિભાસ્ય છે,
ઐન્દ્રિયક નથી એ મતનુ ખ ુન કરતાં કહે છે કે એમ હોય તો પીત શ ંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નથી એમ જ માનવું પડે. ને એમ માનીએ કે અધિષ્ઠાનને ઐન્દ્રિયકત્વ પ્રાપ્ત થાય તેટલા માટે જ ઇન્દ્રિયની જરૂર છે પશુ આરાપ્ય (રજત)ના ઐન્દ્રિયકત્વને' માટે ઇન્દ્રિયની અપેક્ષા નથી તાપીત’શંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નહીં રહે. શંખના ગ્રહણ માટે ચક્ષુની જરૂર નથી કેમ કે રૂપ વિના વળ શખ ચક્ષુથી ગ્રાહ્ય બનતું નથી. [આ ઉપરછલી રીતે, ઝાઝો વિચાર કર્યા વિના કહ્યું છે એમ માનવુ' જોઈ એ કારણુ કે પીતશંખ વગેરે શ્રમસ્થળમાં પણુ અભ્યાસની પહેલાં ધમિ વિષયક ચાક્ષુષવૃત્તિનું પહેલાં ઉપાદન કયુ છે—કૃષ્ણાનવ્રુતીથ j. પીળાશના ગ્રહણુ માટે પણ ચક્ષુની જરૂર રહે નહિ. કારણ કે આરાપ્યતે ઐન્દ્રિયક તરીકે સ્વીકાર કરવામાં નથી આવ્યે.
સિ-૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org