SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ सिद्धान्तलेशसंहः બનતો જોઈએ છીએ. પશુ વિષયની ઉત્પત્તિમાં કારણ બનતા કયાંય જોયા નથી કે માન્ય નથો. તેથી સાદશ્યજ્ઞાનસામગ્રીને કારણુ માનવાની અપેક્ષાએ સાદશ્યજ્ઞાનને કારણુ માનવામાં લાધવ છે. અને આમ ધમિજ્ઞાનની સિદ્ધિ થાય છે. न च स्वतश्शुभेऽपि शुकलधौतभृङ्गारगतेऽपि स्वच्छे जले एव नैय्याध्यासः, न मुक्ताफले इति व्यवस्थावत् वस्तुस्वभावादेव शुक्तौ रनताध्यासः नेङ्गालादाविति व्यवस्था, न तु सादृश्यज्ञानापेक्षणादिति વાર્ स्वतः पटखण्डे पुण्डरीकमुकुलत्वानध्यासेऽपि तत्रैब कर्तनादि - घटिततदाकारे तदध्यासदर्शनेन तदध्यासस्य वस्तुस्वभावमननुरुध्य सादृश्यज्ञानभावाभावानुरोधित्वनिश्चयात् । अन्यथाऽन्यदापि तत्र तदध्यासप्रसङ्गात् । અને શંકા થાય કે સ્વતઃ શુભ્ર હાવા છતાં અને નિમાઁલ સુવર્ણની ઝારીમાં રહેલુ હેાવા છતાં સ્વચ્છ જળમાં જ નીલતાના અધ્યાસ થાય છે, મુક્તાફળમાં નહિ એ વ્યવસ્થા છે, તેમ વસ્તુના સ્વભાવને લીધેજ શુક્તિમાં રજતના અધ્યાસ થાય છે, અંગારા વગેરેમાં નહિ એવી વ્યવસ્થા છે; પણ તે સાદૃશ્ય જ્ઞાનની અપેક્ષા રાખીને થતા નથી. આવી દલીલ કરવી નહિ. કારણ કે કપડાના ટુકડામાં સ્વતઃ કમલની મુકુલાવસ્થાના અભ્યાસ ન હોવા છતાં કાતરથી કાપીને તેને તે આકાર આપવામાં આવતાં ત્યાં જ તેના અધ્યાસ જોવામાં આવે છે. તેથી એવા નિશ્ચય થાય છે કે તેના અધ્યાસ વસ્તુસ્વભાવના અનુરોધ નહીં કરીને સાદૃશ્યજ્ઞાનના સાવ કે અસદ્ભાવના અનુરાધ કરે છે. અન્યથા અન્ય સમયે પણ ત્યાં તેના અધ્યાસનેા પ્રસગ આવશે. વિવરણું : ધમિ જ્ઞાનકારતાવાદીની સામે દલીલ થઈ શકે કે સાદૃશ્યજ્ઞાન અભ્યાસવિશે ષનું કારણુ ન હેાય તેા પણ વ્યવસ્થા સભવે છે તેથી મિજ્ઞાનની સિદ્ધિ થતી નથી. જળ કે મેાતીતું નીલતા સાથે સાદૃશ્ય નથી તેમ છતાં જળમાં નીલતાના અભ્યાસ જોવામાં આવે છે, મેાતીમાં નહિ. આ વ્યવસ્થામાં જલ આદિ વસ્તુના સ્વભાવ જ હેતુ છે, અન્ય નહિ. વાસણુમાંની નીલતા જળમાં નીલતાના અભ્યાસનું કારણ છે, સ્વભાવ નહિ એવી શંકા દૂર કરવા માટે કહ્યું છે કે સ્વચ્છ જળ સ્વચ્છ સુવ`પાત્રમાં હોય તે પણ નીલતાના અભ્યાસ થાય છે. જળમાં રહેલ કાઈ નીલરૂપવાળા દ્રવ્યના સંસગ ને કારણે આ અભ્યાસ શકય બને છે એવી શંકા દૂર કરવા માટે કહ્યું છે કે જલ સ્વતઃશુભ્ર કે સ્વતઃસ્વચ્છ છે. આમ વસ્તુના સ્વભાવ જ અધ્યાસના પ્રયેાજક માનવો જોઈ એ. આ દલીલના જવાબ આપતાં મિ'જ્ઞાનકારણુતાવાદી કહે છે કે પીતશ’ખાધ્યાસની જેમ ઝારીમાં રહેલ જળમાં નીલતાના અધ્યાસમાં સાદૃશ્યજ્ઞાનની અપેક્ષા ન હેાય તેા પણુ કાતરથી કમળની કળીના આકારમાં કાપેલ કપડામાં કમળની કળીનેા અભ્યાસ થાય છે ત્યાં તા સાદશ્યજ્ઞાન હોય તેા જ અધ્યાસ થાય છે, સાદૃશ્યનાન ન હોય તેા અભ્યાસ થતા નથી. તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy