SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः - બ. સ. ૧.૩.૪૨ (સુષુપુરઝાયોમેંટેન–સુષુપ્તિ અને ઉત્ક્રાંતિમાં જીવથી ભિન્ન ઈશ્વરનું પ્રતિપાદન છે તેથી પરમેશ્વરનું જ ગ્રહણ કરવું જોઈએ, સંસારી જીવનું નહિ)માં પૂર્વપક્ષ એવો છે કે બૃહદારણ્યક ઉપ.ના છઠ્ઠા અધ્યાયમાં જીવને અનુવાદ કર્યો છે (જીવ અંગે જાણીતી વાતનું પુનરુચ્ચારણ કર્યું છે), તેમાં ઈશ્વર વિષે કશું કહ્યું નથી કારણ કે થોડવું વિજ્ઞાનમય: ઈત્યાદિ ઉપક્રમ, ઉપસંહાર આદિમાં જીવનું જ પ્રતિપાદન છે. સિદ્ધાન્તી કહે છે કે આ અયાય પરમેશ્વરનું પ્રતિપાદન કરે છે કારણ કે તયાં...વગેરે વગેરે વાક્યોમાં સુષુપ્તિ અને ઉક્રાતિમાં જીવથી ભિન્ન પરમેશ્વરનું તૃતીયાન્ત પ્રાણ પદથી પ્રતિપાદન છે. સ વા ઉs મારગ બારમા ચોડશે વિજ્ઞાનમયઃ (બ્રહ. ૪.૪.૨૨) વગેરે વચને છે તે તે લેકસિદ્ધને અનવાદ કરીને તેને ઈશ્વરથી અભેદ બતાવવા માટે છે. સર્વેશ્વર, ભતાધિપતિ વગેરે વિશેષણ છે તેથી અહીં ઉદાસીન ઈશ્વરરૂપ સાક્ષીનું પ્રતિપાદન કેવી રીતે હોઈ શકે એવી શંકા કરવી નહિ કારણ કે આવાં વચને માત્ર સ્તુતિપરક છે; સર્વેશ્વર આદિના પ્રતિપાદનમાં તેમનું તાત્પર્ય ન હોવાથી ઉદાસીન ઈશ્વરરૂપ સાક્ષીની સિદ્ધિ થાય છે. આવો નિર્ણય સુષુત્યુતકાત્યધિ. કરણમાં કર્યો છે. तत्वशुद्धावपि यथा 'इदं रजतम्' इति भ्रमस्थले वस्तुतः शुक्तिकोटयन्तर्गतोऽपीदमंशः प्रतिभासतो रजतकोटिः, तथा ब्रह्मकोटिरेव साक्षी प्रतिभासतो जीवकोटिरिति जीवस्य सुखादिव्यवहारे तस्योपयोग इत्युक्त्वाऽयमेव पक्षः समर्थितः । તત્વશુદ્ધિમાં પણ “જેમ “આ રજત છે' એ ભ્રમસ્થળમાં “આ” અંશ (ઈદઅંશ) વસ્તુતઃ શક્તિકટિમાં અન્તર્ગત હોવા છતાં પણ પ્રતિભાસથી તે રજત-કેટિ છે, તેમ સાક્ષી બ્રહ્મકેટિ જ હોઈને પ્રતિભાસથી જીવકેટિ છે માટે જીવના સુખ આદિના વ્યવહારમાં તેને ઉપગ છે”—એમ કહીને આ જ પક્ષનું જ સમર્થન કર્યું છે. વિવરણ: કૌમુદીકાના મતના સમર્થનમાં અન્ય મત રજૂ કર્યો છે. આ રજત છે' એ ભ્રમ શક્તિ (છીપ)ને વિષે થાય છે ત્યાં “આ ” અંશ રજતથી અભિન્ન તરીકે ભાસે છે તે પણ રજતમાં તેને સમાવેશ ન., કારણ કે આ રજત નથી એવા બાધકજ્ઞાનથી '; રજતની જેમ તેને બાધ થતું નથી. તેમ શુક્તિમાં જ સમાવેશ છે એવું પણ નથી કારણ કે એવું હોય તે શુક્તિ-અંશની જેમ તે અજ્ઞાત રહેવો જોઈએ. તેથી જેમ ‘આ’ અંશ વસ્તુતઃ શક્તિરૂપ છે, પણ પ્રતિભાસથી તે રજતથી અભિન્ન છે, તેમ સાક્ષી પણ વસ્તુસ્થિતિ પ્રમાણે ઈશ્વરરૂપથી અભિન્ન છે; અને “મટું યુવકનુભવામિ' (હું સુખને અનુભવ કરું છું') વગેરે પ્રતિભાસ થાય છે તેથી કપિત તે તે જીવને અધિષ્ઠાનરૂપ સાક્ષી જે સુખાદિને અનુભવ કરનારે છે તે તે તે જીવથી અભિન્ન છે; તેથી જીવન સુખાદિ વ્યવહારમાં આ સાક્ષી કે જે સખાદિનો અનભવ કરનાર છે અને જીવની સાથે એકવ પામ્યો છે તેનો ઉપયોગ છે. સાક્ષીને વસ્તુતઃ પણ અવમાં અન્તર્ભાવ હોય તે તે બ્રહ્મકોટિને છે એ ઉક્તિને વિરોધ થાય તેથી તેને ઈશ્વરરૂપથી અભેદ તત્ત્વશુદ્ધિકારને માન્ય છે એમ સમજાય છે એ ભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy