________________
૧૪૮
सिद्धान्तलेशसङ्ग्रह અને આમ (માનતાં) બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થાય એ કાળમાં આવરણ નહીં કરનાર તરીકે રહેલાં અજ્ઞાનોને તે (બ્રહ્મજ્ઞાન)થી પણ નાશ નહીં થાય એ પ્રસંગ નહી થાય (અર્થાત્ એમ નહીં માનવું પડે), કારણ કે તે અજ્ઞાને સાક્ષાત્ તે(બ્રહ્મજ્ઞાન)નાં વિરોધી ન હોવા છતાં તે (બ્રહ્મજ્ઞાન)થી નિવૃત્ત કરાવાને યોગ્ય મૂલ અજ્ઞાનને અધીન હોવાથી જ અજ્ઞાન -સંબંધ આદિની જેમ તે (મૂલ અજ્ઞાન) ની નિવૃત્તિથી જ (આ અવસ્થારૂપ અજ્ઞાનની) નિવૃત્તિ ઉપપન્ન છે. આ ખાતર જ તેમને તે (મૂલ અજ્ઞાન)ના અવસ્થા વિશેષ તરીકે તેને અધીન માનવામાં આવે છે.
વિવરણ : અવસ્થારૂપ અજ્ઞાનેને અનાદિ માનવાની સામે જે શંકા રજૂ કરવામાં આવી, તેનું ઉપર જે સમાધાન આપ્યું છે તેનાથી કેટલાકને સંતોષ નથી. બીજાં અજ્ઞાનેથી આવરણ ચાલુ રહે છે અને તેમ છતાં વિષયને પ્રકાશ થાય એ વિરુદ્ધ છે–આ બે હકીકત સાથે ન હોઈ શકે. પ્રાગભાવને દાખલો આપે તે પણ બરાબર નથી. સ્થાણ આદિને વિષે સંશયાદિ ઉત્પન્ન કરવામાં, સંશયાદિન વિધી દશનને પ્રાગભાવ માત્ર સમર્થ નથી, કારણ કે એમ માનીએ તે “આ સ્થાણું છે' એમ નિશ્ચય થાય એ કાળે પણ સમાવિવયક અન્ય નિશ્ચયના પ્રાગભાવે તે હેય જ છે તેથી પુરુષત્વની સ્મૃતિવાળા મનુષ્યને ફરી સંશયની આપત્તિ થાય. તેથી સંશયાદિના સમાનવિષયક નિશ્ચના જેટલા પ્રાગભાવો શકય છે તેમને સમૂહ સંશયાદિ ઉત્પન્ન કરવાને સમર્થ છે અને તેથી વિષયનું આવરણ કરનાર તરીકે તૈયાયિકોના મતમાં માની શકાય છે. એક નિશ્ચય થાય તે કાળમાં આ શકય તેટલા વિશેષદશનાભાવને કૂટ જેને ન્યાયમતમાં આવરણ માનવામાં આવે છે તે વિશેષાદશનનો અભાવ થઈ જાય છે. તેથી ફરીથી સશયાદિની આપત્તિ નથી. તેમ પ્રથમ વટાદિજ્ઞાન થતાં ન્યાયમતમાં વિષયપ્રકાશની અનુપત્તિ નથી કારણ કે આવરણ તરીકે માનવામાં આવતા પ્રાગભાવકૂટને જ અભાવ છે. તેથી વિષય આવૃત હોવા છતાં પ્રથમ જ્ઞાનના સમયે તેને પ્રકાશ સંભવે છે. આમ પ્રાગભાવના દષ્ટાન્તને સંભવ નથી. - શંકાનું સમાધાન એ છે કે બધાં અજ્ઞાને એક સાથે વિષયનું આવરણ નથી કરતાં. જે અજ્ઞાન આવરણ કરતું હોય તેને નાશ જ્ઞાનવૃત્તિથી થાય છે, અને જેવી એ જ્ઞાનવૃત્તિ સત્તા ધરાવતી અટકે છે કે તરત જ બીજુ અઝાન આવરણ કરે છે તેથી વિષયને અવભાસ અને છતાં ઉત્તરકાલીન શાને દ્વારા આવરણને અભિભવ સંભવે છે.
અહીં શંકા થાય કે જે સર્વ અવસ્થારૂપ અજ્ઞાને સદા આવરણ કરનારાં ન હોય તો બ્રહ્મજ્ઞાન થાય ત્યારે પણ જે અજ્ઞાને આવરણ નથી કરતાં તેમને તેનાથી નાશ નહીં થાય, કારણ કે એ આવરક નથી. બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ વખતે મૂલ અજ્ઞાનની જેમ અવસ્થા-અજ્ઞાને પણ વિષય–પ્રદેશમાં બ્રહ્મચૈતન્યનું આવરણ કરનાર તરીકે રહેતાં હોય તે બ્રહ્મજ્ઞાનથી તત્સમાવિષયક મૂલ અજ્ઞાનની જેમ આ મૈતન્યાવરક તરીકે રહેલાં અવસ્થા–અજ્ઞાનની પણ નિવૃત્તિ થાય, કારણ કે બન્ને સમાનવિષયક છે એ સમાનતા છે. પણ જો એ વખતે એ આવરણ કર્યા વિના રહેલાં હોય તે તેમની નિવૃત્તિ ન સંભવે કારણ કે સમાનવિષયકત્વને અભાવ રહેવાને. આમ હેય તે વિદેહકેવલ્યમાં પણ આ અવસ્થા–અજ્ઞાનની અનુવૃત્તિને પ્રસંગ થાય; વિદેહકેવલ્યમાં પણ એ ચાલુ રહેવાં જોઈએ –પણ આ તે સ્વીકારી શકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org