________________
૧૪૬
सिद्धान्तलेशसङ्ग्रहः अत्र केचिदाहुः-यथा ज्ञानप्रागभावानामनेकेषां सत्त्वेऽप्येकज्ञानोदये एक एव प्रागभावो निवर्तते । संशयादिजननशक्ततया तदावरणरूपेषु प्रागभावान्तरेषु सत्स्वपि विषयावभासः । तथकज्ञानोदये एकमेवाज्ञानं निवर्तते, अज्ञानान्तरेषु सत्स्वपि विषयावभास इति ।
કોઈ શંકા કરે કે (અવસ્થારૂપ અને) અનાદિ છે એ પક્ષમાં ઘટને વિષે પ્રથમવાર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી જ તેના (ઘટના) સર્વ અજ્ઞાનેને નાશ થવો જોઈએ, કારણ કે એક અજ્ઞાનનો નાશ થાય અને અન્ય અજ્ઞાનેને ન થાય તેને માટે ક) વિનિગમક (નિર્ણાયક) નથી; અને તેનાથી (ઘટથી) અવછિન્ન રૌતન્યનું આવરણ કરનાર સર્વ અજ્ઞાનનો નાશ ન થાય તે વિષયપ્રકાશ ન સંભવે. તેથી (–અર્થાત પ્રથમ ઉત્પન થયેલા જ્ઞાનથી સર્વ અજ્ઞાનેના નાશને લીધે_) પાછળથી થતાં જ્ઞાન આવરણને અભિભવ કરનાર નહીં' બને એ દોષ એમને એમ રહે છે. - અહીં આવી શંકાના ઉત્તરમાં કેટલાક કહે છે કે જેમ જ્ઞાનના પ્રાગભાવે અનેક હોવા છતાં પણ એક જ્ઞાનને ઉદય થતાં એક જ પ્રાગભાવને નાશ થાય છે; સંશયાદિ ઉત્પન કરવાને શક્તિમાન તરીકે તેના આવરણરૂપ બીજા પ્રાગભા હોવા છતાં પણ વિષયને અવભાસ થાય છે–તેમ એક જ્ઞાનનો ઉદય થતાં એકજ અજ્ઞાન નિવૃત્ત થાય છે; બીજાં અજ્ઞાને વિદ્યમાન હોવા છતાં પણ વિષયને અવભાસ થાય છે.
વિવરણ: અવસ્થા–અજ્ઞાને સાદિ છે એ પક્ષમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ઘટનાનથી તેની ઉત્પત્તિની પહેલાં ઘટનું આવરણ કરનાર તરીકે જે અજ્ઞાન રહેલું હતું તેને નાશ થાય છે. પણ પછીથી ઉત્પન્ન થતું અવસ્થા-અજ્ઞાન ફરી તેનું આવરણ કરે છે–એવી વ્યવસ્થાની સિદ્ધિ થાય છે. પણ અવસ્થા–અજ્ઞાનેને અનાદિ માનીએ તો આ વ્યવસ્થા સિદ્ધ થતી નથી–એવી શંકા રજૂ કરી શકાય. પ્રાથમિક ઘટજ્ઞાનથી તેનાં બધાં અજ્ઞાનને નાશ થાય છે કે નહિ? જે નથી થતો એમ કહે તે પ્રાથમિક જ્ઞાનથી એક જ અજ્ઞાન નાશ પામે, બીજાં નહિ એ નક્કી કરનાર કશું ન હોવાથી સર્વ અજ્ઞાનને નાશ થાય છે એમ જ કહેવું પડશે વળી એક આવરણને નાશ થાય તો પણ બીજાં આવરણ રહે છે તેથી વિષયને પ્રકાશ અનુપપન્ન બને (જયારે વિ ય પ્રકાશે તે છે જ). પહેલા વિકલ્પનું ખંડન કરતાં કહ્યું છે કે પ્રાથમિક ઘટજ્ઞાનથી તેનાં બધાં અજ્ઞાન નાશ પામે છે એમ માનીએ તે પ્રથમ જ્ઞાનથી બધાં અજ્ઞાનને નાશ થતાં ઉત્તરકાલીન જ્ઞાન આવરણને અભિભાવ કરનારાં નહીં બને એ દેષ એવો ને એવો રહે છે. ઉત્તરકાલીન જ્ઞાને આવરણનો અભિભવ કરનારાં થઈ શકે તેટલા માટે તે એમ સ્વીકારવામાં આવે છે કે જેટલાં જ્ઞાન છે તેટલાં તેમનાથી નાશ પામી શકે તેવાં અજ્ઞાને છે. પણ આમ માનીને પ્રથમ જ્ઞાનથી જ જે સવ’ અજ્ઞાનેને નાશ થઈ જવાને હોય તો આવરણ જ નહી રહે તેથી ઉત્તરકાલીન જ્ઞાને આવરણને અભિભવ નહી કરી શકે. અને આવરણનાં અનભિભાવક હોવાને દોષ જે ને તેવો રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org